Site icon

ધો.10 ગુજરાતી પ્ર – 17 દિવસો જુદાઇના જાય છે

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 17 દિવસો જુદાઇના જાય છે (std 10 gujarati ch17) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 17 દિવસો જુદાઇના જાય છે

લેખકનુ નામ :- ગની દહીંવાલા

કાવ્ય પ્રકાર :-  ગઝલ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લ્પ પસંદ  કરો.

(1) સ્વજન સુધી કોણ લઈ જશે?

(A) મિત્રો (B) દુશ્મનો (C) ઇશ્વર (D) ગની

ઉત્તર :- (B) દુશ્મનો

(2) કવિને ક્યાં સુધી જવું હતું?

(A) ધરા સુધી (B) ગગન સુધી  (C) ઉન્નતિ સુધી  (D) એક – મેકના મન સુધી

ઉત્તર :- (D) એક – મેકના મન સુધી

2. એક – એક વાકયમા ઉત્તર આપો.

(1) ગરીબ સ્ત્રીની ચૂંદડી કયાં સુધી સાથે રહે છે?

ઉત્તર :- તેના કફન સુધી

(2) કવિ માટે કેવા દિવસો જતા હતા?

ઉત્તર :- જુદાઇના

3. નીચેના પ્રશ્નનો બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

(1) કવિ કઇ અરજ કરે છે?

ઉત્તર : કવિ અરજ કરતાં કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકનાં દર્દનાં આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેનાં આંસુ લૂછવા રાંકનાં નયન સુધી જાઓ.

4. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં જવાબ આપો.

(1) ‘દિવસો જુદાઈના જાય છે.’ – ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનઃસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમનાં સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે. તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકનાં રતન સમા છો. એમનાં આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય, તો તમે હૃદયથી એ રાંકનાં નયનોમાંથી વહેતાં આંસુને લૂછવા પહોંચજો . ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઇ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઇશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હ્રદયમા જો વિયોગની વેદના વધી જાય અને એ વિરહાગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલા જ ઇશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઇ ગયા.

(2) પંક્તિઓ  સમજાવો.

“ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,

અહીં આપણે તો જવું હતું, ફક્ત એક-મેકના મન સુધી.”

ઉત્તર : કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં (આ પૃથ્વી પર) આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાનાં દિલમાં વસવું હતું.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

ઉન્નતિ – ઊંચે જઈ રહેલી સ્થિતિ ,

ચીર – વસ્ત્ર, કાપડ

કફન – શબને ઓઢાડવાનું લૂગડું, ખાપણ 

રંક – ગરીબ

♦ વિરુદ્ધાર્થી શબ્દો ♦

રંક x ધનવાન ;

ઉન્નતિ × અવનતિ ,

સંમતિ x અસંમતિ ;

શત્રુ × મિત્ર ;

જુદાઈ x મિલન ;

ધરા x ગગન

Plz share this post
Exit mobile version