Site icon

ધો.10 વિજ્ઞાન પ્રકરણ – 12 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો સ્વાધ્યાય

ધો.10 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્રકરણ – 12 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો (std 10 science ch12) પાઠયપુસ્તકના  સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

std 10 science ch12

1. લાંબા (વિદ્યુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે?

(a) ક્ષેત્ર તારને લંબ એવી સુરેખાઓનું બનેલું છે.

(b) ક્ષેત્ર તારને સમાંતર એવી સુરેખાઓનું બનેલું છે.

(c) ક્ષેત્ર તારમાંથી ઉદ્દભવતી ત્રિજયાવર્તી રેખાઓનું બનેલું છે.

(d) ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે.

ઉત્તર : (d) ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે.

2. શૉર્ટસર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુતપ્રવાહ …

(a) ખૂબ જ ઘટી જાય છે.

(b) બદલાતો નથી.

(c) ખૂબ વધી જાય છે.

(d) સતત બદલાય છે.

ઉત્તર : (c) ખૂબ વધી જાય છે.

3. નીચેનાં વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો:

(a) વિદ્યુતપ્રવાહધારિત મોટી વર્તુળાકાર કાઇલ (ગૂંચળા)ના કેન્દ્ર પરનું (ચુંબકીય) ક્ષેત્ર સમાંતર સુરેખાઓ હોય છે.

(b) વિદ્યુતપુરવઠામાં લીલા રંગનું અવાહક આવરણ (પડ) ધરાવતો વાયર સામાન્ય રીતે લાઇવ વાયર હોય છે.

ઉત્તર : (a) સાચું (b) ખોટું

4. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે રીતો લખો.

ઉત્તર: નીચેનામાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે :

(1) સુરેખ વાહક, (2) વર્તુળાકાર લૂપ અને (3) સોલેનૉઇડ.

5. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુતપ્રવાહધારિત વાહક ક્યારે મહત્તમ બળ અનુભવશે?

ઉત્તર : જ્યારે વિદ્યુતપ્રવાહધારિત વાહકમાં વહેતો વિધુતપ્રવાહ, ચુંબકીય ક્ષેત્રને લંબ હશે ત્યારે તે વાહક દ્વારા અનુભવાયેલ બળ મહત્તમ હશે.

6. ધારો કે, તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રૉનનું બીમ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે?

ઉત્તર:

 

 

7.(1) વિદ્યુતપ્રવાહધારિત સુરેખ વાહકની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.

(2) ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા વિદ્યુતપ્રવાહધારિત સુરેખ વાહક દ્વારા અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.

ઉત્તર : (1) જમણા હાથના અંગૂઠાનો નિયમ: કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહધારિત સુરેખ વાહક ને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે તો તમારા જમણા હાથની આંગળીઓ વાહક ની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ની ક્ષેત્ર રેખાઓ ની દિશામાં વીંટળાય છે.

(2) ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ: તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી (મધ્યમા) આ ત્રણેયને એવી રીતે ગોઠવો કે જેથી તેઓ એકબીજાને પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠોએ વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે.

8. વિદ્યુત શૉર્ટસર્કિટ કયારે (કેવા સંજોગોમાં) થાય છે?

ઉત્તર : વિદ્યુતપુરવઠાની લાઈનમાંના લાઈવ વાયર અને ન્યૂટ્રલ વાયર બંને જ્યારે એકબીજા સાથે સીધા કે આડકતરી રીતે વાહક તાર મારફતે સંપર્કમાં આવે છે, ત્યારે વિદ્યુત શૉર્ટસર્કિટ થાય છે.

આ ત્યારે બને છે જ્યારે બંને વાયરોનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય (કે નીકળી ગયેલ હોય) અથવા વિદ્યુત ઉપકરણમાં કોઈ ક્ષતિ હોય.

9. અર્ચિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના વિદ્યુતસાધનને અથિંગ કરવું કેમ જરૂરી છે?

ઉત્તર : અર્થિંગ વાયરનો ઉપયોગ ધાતુ આવરણ ધરાવતા વિદ્યુત સાધનોની સુરક્ષા માટે થાય છે.

અર્થિંગ વાયરને ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે.

વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે છે. અને વાપરનારને વિદ્યુત શોથી રક્ષણ મળે છે.

તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઈસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરેની  અર્થિંગ કરવું જરૂરી છે.

Plz share this post
Exit mobile version