આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રૂા.૧૧,૦૦,૦૦૦/- (રૂપિયા અગિયાર લાખ)ની ઈનામી સ્પર્ધા

આઝાદીના અમૃત મહોત્સવ aazadi-ka-amrut-mahotsav અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સીધી રાજ્ય કક્ષાની અંડર ૧૧ એથ્લેટિક્સ મીટ રૂા.૧૧,૦૦,૦૦૦/- (રૂપિયા અગિયાર લાખ) ની ઈનામી સ્પર્ધા

ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, ગાંધીનગર પોતાના ક્ષેત્રમાં અગ્રેસર રહીને કામ કરતી વિશિષ્ટ પ્રકારની યુનિવર્સિટીઓ છે. આ બંને યુનિવર્સિટી સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે ચાલુ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ aazadi-ka-amrut-mahotsav નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સીધી રાજ્ય કક્ષાની અંડર ૧૧ એથ્લેટિક્સ મીટ યોજી તેમાં કુલ રૂપિયા અગિયાર લાખની ઈનામી સ્પર્ધાનું આયોજન થનાર છે. આ સ્પર્ધા ફેબ્રુઆરી-૨૦૨૨ માં યોજવાનું વિચારી રહ્યા છીએ, તેમાં ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા તમામ બાળ ખેલાડી ભાઈબહેન ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં ૧૦ ઈવેન્ટ હશે. પ્રથમ દસ નંબર આવે તે ખેલાડીને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. વિજેતા ખેલાડીઓને આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ (ઓલિમ્પિક) ની ટુર્નામેન્ટ માટેનું સઘન કોચિંગ આપવામાં આવશે. તેના ખર્ચનો વિચાર કરવામાં આવશે. ભવિષ્યમાં આપણા ખેલાડીઓ ઓલિમ્પિકમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે એ દિશામાં આ પ્રયત્ન એક સીમાચિન્હરૂપ બની રહેશે તેવી આશા છે. આમ, કુલ દસ ઈવેન્ટમાં ૪૦૦ ખેલાડી ભાઈબહેનોને ઈનામ મળશે. જેના નિયમો નીચે મુજબ છે. જે વાંચી, નિયત સમયમાં (તારીખ ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ પહેલાં) આ સાથે દર્શાવેલ લિંક ઉપર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશો.

→અંડર ૯ એટલે તા .૦૧/૦૧/ ૨૦૧૩ પછી જન્મેલા. → અંડર ૧૧ એટલે તા .૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા – તા .૩૦/૦૧/૨૦૨૨ સુધીમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. →એક ખેલાડી એક જ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. એકથી વધુ ઈવેન્ટમાં ભાગ લેનાર ખેલાડી રદ થશે. → જેની એન્ટ્રી ફી રૂા.૫૦/- (પચાસ રૂપિયા) ખેલાડી દીઠ ભરવાની રહેશે. નીચે દર્શાવેલ ટેબલમાં જે તે ઈવેન્ટમાં માપન આંક (ENTRY STANDARDS) છે, તે અથવા તેનાથી વધુ હોય તેવા ખેલાડીએ નીચે દર્શાવલ રજિસ્ટ્રેશન લિંકમાં માહિતી ભર્યા પછી સબમિટ કરીને ડિજિટલ પેમેન્ટ કરી શકાશે.

→લિંકમાં તમે જે વોટ્સએપ નંબર લખો, એ જ વોટ્સએપ નંબર ઉપરથી અમને મોકલવું. → જન્મતારીખનું પ્રમાણપત્ર સ્કેન કરી અને તાજેતરનો પાસપોર્ટસાઈઝનો ફોટો મો.૯૮૨૫૦૧૬૧૬૨ નંબર ઉપર ફરજિયાત વોટ્સએપ કરવું.  →ટુર્નામેન્ટ સ્થળે રૂબરૂ આવો ત્યારે એ જ ફોટો, જન્મનું પ્રમાણપત્ર, શાળાનું બોનાફાઈડ સર્ટી અને આધારકાર્ડ તથા ચેકની ઝેરોક્ષ અવશ્ય સાથે લાવવાના રહેશે. → ટુર્નામેન્ટ સ્થળ, તારીખ અને સમય રજિસ્ટ્રેશન કરાવનારને જણાવવામાં આવશે.

 

સ્પર્ધા માં ભાગ લેવાની લિંક :- 

https://cugujarat.ac.in/Athletics

 

Plz share this post
Exit mobile version