Gujarat Gyan Guru Quiz Registration

રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ -૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (Gujarat Gyan Guru Quiz)” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે.

આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે.આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે.

1. ક્વિઝનું માળખું :‌‌-

ધોરણ – ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે.

પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) / વોર્ડ કક્ષાએ યોજાશે.

દ્વિતીય તબક્કામાં તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનુ આયોજન કરવામા આવશે.

ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.

તા .07 જુલાઇ, 2022 ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે માન મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે અને માન.મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (Gujarat Gyan Guru Quiz)” નો શુભારંભ કરવામાં આવશે.

આ ક્વિઝ અઠવાડીયા દરમિયાન દર રવિવારથી શરૂ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને શનિવારે વિજેતાઓ જાહેર થશે. આમ સતત 75 દિવસ સુધી આ ક્વિઝ યોજાશે.

દર અઠવાડિયે તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) / વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ – યુનિવર્સિટી વિભાગમાં ઉમેદવાર દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે અને આ 20 ક્વિઝ સામાન્ય રીતે બહુવિકલ્પીય તથા ઓડિયો – વિડીયો સ્વરૂપે રહેશે.

દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.

2. ઈનામની વિગતો :-

તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) :

શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા (કુલ 01) રૂ. 2100 / – , દ્વિતિય ક્રમના વિજેતા (કુલ 04) રૂ. 1500 / – , તૃતીય ક્રમના વિજેતા (કુલ 05) રૂ. 1000 / – આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.

કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા (કુલ 01) રૂ. 3100 / – , દ્વિતિય ક્રમના વિજેતા (કુલ 04) રૂ. 2100 / – , તૃતીય ક્રમના વિજેતા (કુલ 05) રૂ. 1500 / – આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.

તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ :-

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ:

પ્રથમ ક્રમના વિજેતાને રૂ .૧,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .૭૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ .૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

કોલેજ – યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ:

પ્રથમ ક્રમના વિજેતાને રૂ .૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .૧,૨૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ .૭૫,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.

તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.

ક્વિઝનાં તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન ( ૧ + ૧ ) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.

જિલ્લા – મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ:

આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે.

જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ – યુનિવર્સીટી વિભાગના દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ:

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ. ૭૫,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો :

પ્રથમ ક્રમના વિજેતાને રૂ. ૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .૨,૦૦,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નુ ઈનામ આપવામા આવશે.

રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામો

જિલ્લા કક્ષાની ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે.

ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે. આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા જાહેર કરવામાં આવશે.

રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો

પ્રથમ ક્રમના વિજેતાને રૂ .૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .૨,૦૦,000 નું  ઈનામ, તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નુ ઈનામ આપવામાં આવશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો

પ્રથમ ક્રમના વિજેતાને રૂ. ૫,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્રિતિય ક્રમના વિજેતાને રૂ. 3,00,000 નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૫૦,૦૦૦ ના ઈનામ આપવામાં આવશે.

અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ :-

સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૫ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

ક્વિઝની અન્ય કક્ષાના આ ૭પ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ – પત્ની + ર બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઇપણ ૦૪ સભ્યો) ઇનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

આ ઉપરાંત તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા – મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને

તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર.

જેતે શાળા કે કોલેજ- યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ – યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)

જે – તે તાલુકામાં વધુ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીને, મ્યુનિસિપલ કક્ષાએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.

૩. પ્રચાર – પસાર

રેડીયો જીગલ, વિડિયો ક્વિકીઝ, હોર્ડીંગ્સ, બેનર્સ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયામાં જાહેરાત, સોશિયલ અને ડીજીટલ મીડિયા, એક મીનીટની ફિલ્મ વગેરેનું નિર્માણ, કોલેજો / યુનિવર્સિટીઓમાં સ્ટેન્ડી, બોર્ડ પર જાહેરાત, બલ્ક એસ.એમ.એસ., સાઈનબોર્ડ દ્વારા Gujarat Gyan Guru Quiz આ ક્વિઝનો પ્રચાર – પ્રસાર કરવામાં આવશે.

ઓફિશીયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

રજીસ્ટ્રેશન કરવા માટે નીચે ક્લિક કરો.

લોગીન કરવા માટે નીચે ક્લિક કરો.

ક્વિઝ બેંક માટે નીચે ક્લિક કરો.


શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્વતિમાં ફેરફાર થયેલ છે. માટે ધોરણ -9 થી 12 ના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Plz share this post
Exit mobile version