ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) પ્ર – 13 આપણુ પર્યાવરણ

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) પ્ર – 13 આપણુ પર્યાવરણ (std 10 science ch13) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 260

( 1 ) પોષક સ્તરો એટલે શું ? એક આહારશૃંખલા નુ ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો સમજાવો.

ઉત્તર :- આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ(પગથિયા) ને પોષક સ્તરો કહે છે.નિવસનતંત્રમાં પોષક સ્તર ઊર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલા ભક્ષ્ય -ભક્ષક વચ્ચે ના ક્રમિક સંબંધ દર્શાવે છે.

ઘાસ        →           ઉંદર              →          સાપ                →      સમડી

ઉત્પાદક        પ્રાથમિક ઉપભોગી         દ્વિતીય ઉપભોગી         તૃતીય ઉપભોગી

પ્રથમ                    દ્વિતીય                         તૃતીય                          ચતુર્થ

પોષક સ્તર         પોષક સ્તર                  પોષક સ્તર                  પોષક સ્તર

( 2 ) નિવસનતંત્રમાં વિઘટકો ની ભૂમિકા શું છે?

ઉત્તર :- વનસ્પતિઓ અનેપ્રાણીઓ ના મૃત શરીર તેમજ ઉત્સર્ગદ્રવ્યો પર પોષણ માટે આધારીત સજીવોને વિઘટકો કહે છે. દા.ત. બેક્ટેરિયા અને ફૂગ. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્ય વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રિય વહનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 262

( 1 ) શા માટે કેટલાક પદાર્થો જૈવ-વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ-અવિઘટનીય હોય છે.?

ઉત્તર :-  કેટલાક પદાર્થો જેવા કે કાગળ , શાકભાજીની છાલ વગેરે જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા વિઘટન પામી સરળ સ્વરૂપમાં ફેરવાઇ શકે છે. તે કુદરતી હોવાને કારણે જૈવ વિઘટનીય છે. કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટીક , પોલિથીન વગેરે સૂક્ષ્મ જીવોની પ્રવૃતિ દ્વારા વિઘટન પામતા નથી. તે સંશ્લેષિત પદાર્થો હોવાને કારણે જૈવ અવિઘટનીય છે.

( 2 ) એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?

ઉત્તર :- જૈવવિઘટનીય પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે.

( 3 ) એવી બે રીતો દર્શાવોકે જેમાં જૈવઅવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?

ઉત્તર :- પેસ્ટીસાઈડ્સ (કીટનાશકો) જેવા જૈવઅવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. જૈવઅવિઘટનીય પદાર્થો નિવસનતંત્ર ના કાર્યો જેવા કે ઊર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે.

std 10 science ch13

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 264

( 1 ) ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે?

ઉત્તર :- ઓઝોન( O3 ) પારજાંબલી ( UV )  કિરણો ની અસરથી ઓક્સિજનના ત્રણ પરમાણુ વડે બનતો અણુ છે. ઓઝોન વાતાવરણના ઉપલા સ્તર માં એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગલંબાઇ ધરાવતા પારજાંબલી વિકિરણ નું શોષણ કરે છે. આ રીતે તે પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.

( 2 ) તમે કચરાના નિકાલની સમસ્યા ને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો? કોઈ પણ બે પદ્ધતિઓ ના નામ આપો.

ઉત્તર :- વધેલો ખોરાક(એઠવાડ), શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો, અને બગીચાનો કચરો વગેરે જૈવવિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે જેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાનો નિકાલ કરી શકાય. ટીન , ખાલી ડબ્બા, પેપર ગ્લાસ, તૂટેલી વસ્તુઓ વગેરેનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે તો નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય.

પદ્ધતિઓ ના નામ (1) પુનઃઉપયોગ(REUSE) અને (2) પુનઃચક્રિયકરણ(RECYCLE)

std 10 science ch13

સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 264

( 1 ) નીચે આપેલ પૈકી ક્યો સમૂહ માત્ર જૈવ – વિઘટનીય પદાર્થો છે ?

( a ) ઘાસ , પુષ્પો અને ચામડું ( b ) ઘાસ , લાકડું અને પ્લાસ્ટિક ( C ) ફળોની છાલ , કેક તેમજ લીંબુનો રસ ( d ) કેક , લાકડું તેમજ ઘાસ

ઉત્તર :-  ( a ) ઘાસ , પુષ્પો અને ચામડું   ( c ) ફળોની છાલ , કેક તેમજ લીંબુનો રસ  ( d ) કેક , લાકડું તેમજ ઘાસ

( 2 ) નીચેનામાંથી કોણ આહારશૃંખલાનું નિર્માણ કરે છે ?

( a ) ઘાસ , ઘઉં અને કેરી ( b ) ઘાસ , બકરી અને માનવ ( c ) બકરી , ગાય અને હાથી ( d ) ઘાસ , માછલી અને બકરી

ઉત્તર:- ( b ) ઘાસ , બકરી અને માનવ

( 3 ) નીચે આપેલમાંથી ક્યો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે ?

( a ) બજાર જતી વખતે સામાન માટે કપડાંની થેલીઓ લઇ જવી .  ( b ) કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ ( બલ્બ ) અને પંખાની સ્વિચો બંધ કરી દેવી .  ( c ) માતા દ્વારા , સ્કૂટર પર શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું . ( d ) આપેલ તમામ

ઉત્તર:- ( d ) આપેલ તમામ

( 4 ) જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ ( મારી નાખીએ ) , તો શું થશે ?

ઉત્તર :- જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ ( મારી નાખીએ ) , તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક ( રાસાયણિક ઊર્જા ) પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહારશૃંખલામાં વિક્ષેપ સર્જાય . આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો પણ મૃત્યુ પામે . બીજી તરફ , નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય . તેના કારણે , નિવસનતંત્ર અસંતુલિત બને .

( 5 ) શું કોઇ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે ? શું કોઇ પોષક સ્તરના સજીવોને નિવસનતંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે ?

ઉત્તર :- કોઇ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે . ઉત્પાદકોને દૂર કરવામાં આવે , તો ક્રમશઃ બધા પોષક સ્તરના  સજીવોને અસર થાય છે . તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે . ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે , તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય . નિવસનતંત્રને અસર પહોંચાડ્યા વગર કોઇ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી . કોઇ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતાં નિવસનતંત્રને નુક્સાન થાય જ છે .

( 6 ) જૈવિક વિશાલન એટલે શું ? શું નિવસનતંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે ?

ઉત્તર :- આહારશૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય ( ઉદા . કીટનાશક ) પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે .નિવસનતંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન હોય છે .તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે . આથી જૈવિક વિશાલનની સૌથી વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય છે .

( 7 ) આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઇ સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે ?

ઉત્તર :- ( 1 ) તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે . ( 2 ) તે પર્યાવરણમાં એકત્ર થઇ પ્રદૂષણ સર્જે છે . ( 3 ) જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે . ( 4 ) તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઇ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે . ( 5 ) આહારશૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસનતંત્રમાં સમસ્યાઓ સર્જે છે .

( 8 ) જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ – વિઘટનીય હોય , તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહિ થાય ?

ઉત્તર :- જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ – વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે , પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેનો ખાતર તરીકે તેમજ બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે , તો પર્યાવરણ પર કોઇ હાનિકારક અસર થતી નથી .

( 9 ) ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે ? આ વિઘટનને સીમિત કરવા માટે ક્યાં પગલાં લેવાં જોઇએ ?

ઉત્તર :- ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતાં અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઇ ધરાવતાં પારજાંબલી ( UV ) વિકિરણોનું શોષણ કરે છે . આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે , કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે . મનુષ્યમાં તે ચામડીના કૅન્સર , આંખમાં મોતિયા ( Cataract ) વગેરે સમસ્યાઓ સર્જે છે . આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફલ્યુરોકાર્બન્સ ( CFCs ) નો ઉપયોગ ઘટાડવામાં આવે છે .

1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ( UNEP ) માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે , CFC નું ઉત્પાદન 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે . તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે .


ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

પ્ર – 13 આપણુ પર્યાવરણ

Plz share this post
Exit mobile version