ધો.10 વિજ્ઞાન પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો

std 10 science ch1

અહી,ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો(std 10 science ch1) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 4

1.મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે?

ઉત્તર : મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતાં તેની બહારની સપાટી પર (MgO) મેગ્નેશિયમ ઓકસાઇડ નું નિષ્ક્રિય પડ બને છે.

  • Mg +   O2      →     MgO
  • આ MgO ના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે.

2.નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત રાસાયણિક સમીકરણ લખો.

ઉત્તર :

(1) હાઈડ્રોજન + ક્લોરિન    →     હાઈડ્રોજન ક્લોરાઈડ

      H2   +   Cl2       →      2HCl

(2) બેરિયમ ક્લોરાઈડ + એલ્યુમિનિયમ સલ્ફેટ      →    બેરિયમ સલ્ફેટ + એલ્યુમિનિયમ ક્લોરાઈડ

     3BaCl2  +    Al2(SO4)3   →      3BaSO4  + 2AlCl3

(3) સોડિયમ + પાણી     →       સોડિયમ હાઈડ્રોક્સાઈડ + હાઈડ્રોજન

  2Na   +  2H2O    →   2NaOH   +   H2

3.નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

ઉત્તર :

(i) બેરિયમ ક્લોરાઈડ અને સોડિયમ સલ્ફેટ ના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઇ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે.

  BaCl2(aq)   +   Na2SO4(aq)    →    BaSO4(s)   +   2NaCl(aq)

(2) સોડિયમ હાઈડ્રોક્સાઈડ નું દ્રાવણ (પાણીમાં) હાઇડ્રોક્લોરિક એસિડ ના દ્રાવણ (પાણીમાં) સાથે પ્રક્રિયા કરી  સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે.

  NaOH(aq)  +  HCl(aq)     →   NaCl(aq)  +   H2O(l)

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 10

std 10 science ch1

(1) . પદાર્થ X નું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે (i) પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો.(ii) (i) માં જેનુ નામ દર્શાવ્યુ છે તે પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા લખો.

ઉત્તર : (i) પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઈડ છે. જેનું સુત્ર CaO છે. (ii) કેલ્શિયમ ઓકસાઈડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી [Ca(OH)2] બનાવે છે. અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે.

    CaO (s) + H2O(l)   →  Ca(OH)2  (aq )  +  ઉષ્મા

(2) . પ્રવૃતિ 1.7 માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થોએ બીજી કસનળીમાં એકત્ર થતાં વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે?આ વાયુનુ નામ દર્શાવો.

ઉત્તર : પાણીના વિદ્યુતવિભાજન દરમિયાન હાઈડ્રોજન અને ઓક્સિજન અલગ મળે છે.પાણીમાં બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન હોવાથી એક કસનળીમાં બે ભાગ હાઇડ્રોજન અને બીજી કસનળીમાં એક ભાગ ઓક્સિજન વાયુ મળે છે. આમ, મળતાં હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુ નું કદથી પ્રમાણ 2 : 1 છે.

  2H2O(l)    →  2H2 (g)  + O2 (g)

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 13

std 10 science ch1

(1). જયારે કોપર સલ્ફેટના દ્વાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્વાવણનો રંગ શા માટે બદલાય છે.?

ઉત્તર : આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્વાવણમાં ડુબાડતા કોપર કરતા આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનુ વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે, જે લીલો રંગનો  હોવાથી દ્વાવણનો રંગ બદલાય છે.

     CuSO4    +    Fe    →    FeSO4    +    Cu

   કોપર સલ્ફેટ     લોખંડ       આયર્ન સલ્ફેટ      કોપર

  (વાદળી રંગ)                     (લીલો રંગ)

(2). પ્રવૃતિ 1.10 માં દર્શાવ્યા સિવાયની કોઇ વિસ્થાપન પ્રક્રિયાનુ ઉદાહરણ આપો.

ઉત્તર :  Na2CO3(aq)   +   CaCl2(aq)  →   CaCO3(aq)   +   2NaCl(aq)

           સોડિયમ કાર્બોનેટ     કેલ્શિયમ ક્લોરાઇડ   કેલ્શિયમ કાર્બોનેટ    સોડિયમ ક્લોરાઇડ

(3). નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.

         (i)  4Na(s)   +   O2(g)  →   2Na2O(s)

         (ii)  CuO(s)   +   H2(g)  →   Cu(s)   +   H2O(l)

ઉત્તર : (i) ઓક્સિડેશન પામતો પદાર્થ : Na2O

          રિડક્શન પામતો પદાર્થ : O2

(ii) ઓક્સિડેશન પામતો પદાર્થ : H2O

            રિડક્શન પામતો પદાર્થ : Cu

std 10 science ch1

સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો 

std 10 science ch1

(1). નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે.?

2PbO(s)   +   C(s)    →     2Pb(s)   +   CO2(g)

(a) લેડ રિડક્શન પામે છે. (b) કાર્બન ડાયોકસાઇડ ઓક્સિડેશન પામે છે. (c) કાર્બન  ઓક્સિડેશન પામે છે. (d) લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે.

(i) (a) અને (b) (ii) (a) અને (c) (iii) (a) , (b)  અને (c) (iv) આપેલ તમામ

ઉત્તર : (i) (a) અને (b)

(2). Fe2O3   +   2Al    →    Al2O3   +   2Fe ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનુ ઉદાહરણ છે.?

        (a) સંંયોગીકરણ પ્રક્રિયા (b) દ્વિવિસ્થાપન પ્રક્રિયા  (c) વિઘટન પ્રક્રિયા  (d) વિસ્થાપન પ્રક્રિયા

ઉત્તર : (d) વિસ્થાપન પ્રક્રિયા

(3). આયર્નના ભુકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શુ થાય છે.? સાચો ઉત્તર લખો.

(a) હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદભવે છે. (b) ક્લોરિન વાયુ અને આયર્ન હાઇડ્રોકસાઇડ ઉદભવે છે. (c) કોઇ પ્રક્રિયા થતી નથી. (d) આયર્ન ક્ષાર અને પાણી બને છે.

ઉત્તર : (a) હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ ઉદભવે છે.

(4) સમતોલિત રાસાયણિક સમીકરણ શુ છે.? રાસાયણિક સમીકરણ ને સમતોલિત કરવું કેમ આવશ્યક છે?

ઉત્તર : જે સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે.દળ સંચયના નિયમ મુજબ દ્રવ્ય (દળ) નું સર્જન કે વિનાશ થઇ શકતો નથી. જેથી રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજનું દળ સમાન રહે છે.પરિણામે રાસાયણિક સમીકરણ માં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણ ને સમતોલિત કરવું આવશ્યક છે.

(5). નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો.

(a) હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઇ એમોનિયા બનાવે છે. (b) હાઇડ્રોજન સલ્ફાઈડ વાયુ હવામા બળીને સલ્ફર ડાયોકસાઇડ અને પાણી આપે છે. (c) બેરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંંયોજાઇને એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. (d) પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે.

ઉત્તર : (a) N2(g)    +    3H2(g)    →    2NH3(g)

           (b) 2H2S(g)   +   3O2(g)    →    2SO2(g)    +    2H2O(l)   

           (c) 3BaCl2      +    Al2(SO4)3      →      3BaSO4    + 2AlCl3

           (d) 2K(s)    +    2H2O(l)    →    2KOH(aq)    +    H2(g) 

(6). નીચેના  રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો. 

(a) HNO3   +   Ca(OH)2     →     Ca(NO3)2   +   H2O

(b) NaOH   +   H2SO4  →     Na2SO4   +   H2O

(c) NaCl   +   AgNO3    →    AgCl   +   NaNO3

(d) BaCl2   +   H2SO4  →   BaSO4   +   HCl

ઉત્તર :

(a) 2HNO3   +   Ca(OH)2     →     Ca(NO3)2   +   2H2O

(b) 2NaOH   +   H2SO4  →     Na2SO4   +   2H2O

(c) NaCl   +   AgNO3    →    AgCl   +   NaNO3

(d) BaCl2   +   H2SO4  →   BaSO4   +   2HCl

(7). નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો.

(a)કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ + કાર્બન ડાયોકસાઇડ  →  કેલ્શિયમ કાર્બોનેટ  +  પાણી

(b) ઝિંક + સિલ્વર નાઇટ્રેટ   → ઝિંક  નાઇટ્રેટ +  સિલ્વર

(c) એલ્યુમિનિયમ + કોપર ક્લોરાઇડ  →  એલ્યુમિનિયમ  ક્લોરાઇડ + કોપર

(d) બેરિયમ ક્લોરાઇડ +  પોટેશિયમ સલ્ફેટ  →  બેરિયમ સલ્ફેટ +  પોટેશિયમ ક્લોરાઇડ 

ઉત્તર :

(a) Ca(OH)2(aq)   +   CO2(g)     →     CaCO3(s)   +   H2O(l)

(b) Zn(s)   +  2AgNO3(aq)    →     Zn(NO3)2(aq)   +  2Ag(s)

(c) 2Al(s)   +   3CuCl2aq)     →     2AlCl3(aq)   +   3Cu(s)

(d) BaCl2(aq)   +   K2SO4(aq)  →   BaSO4(s)   +   2KCl(aq)

(8). નીચેના માટે  સમતોલિત રાસાયણિક સમીકરણો લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો.

(a) પોટેશિયમ બ્રોમાઇડ(aq) + બેરિયમ આયોડાઇડ(aq)  → પોટેશિયમ આયોડાઇડ(aq) + બેરિયમ બ્રોમાઇડ(aq)

(b) ઝિંક કાર્બોનેટ(s)  → ઝિંક ઓક્સાઈડ(s)  + કાર્બન ડાયોકસાઇડ(g)

(c) હાઇડ્રોજન(g) + ક્લોરિન(g) → હાઇડ્રોજન ક્લોરાઇડ(g)

(d) મેગ્નેશિયમ(s) + હાઇડ્રોક્લોરિક એસિડ(aq) → મેગ્નેશિયમ ક્લોરાઇડ(aq) + હાઇડ્રોજન(aq)

ઉત્તર :

(a) 2KBr(aq)   +   BaI2(aq)  →   2KI(aq)   +   BaBr2(s)

(b) ZnCO3(s)  →   ZnO(s)   +   CO2(g)

(c) H2(g)   +   Cl2(g)       →      2HCl(g)

(d) Mg(s)   +   2HCl(aq)       →    MgCl2(aq)  +  H2(g)

(9). ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક  પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો.

ઉત્તર : જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક (Exothermic) પ્રક્રિયા કહે છે.

ઉદાહરણો :-

કુદરતી વાયુ નું દહન : CH4(g) +2O2(g)    →    CO2(g) + 2H2O(l) + ઉષ્મા

જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્માનુ શોષણ થતુ હોય તેવી પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે.

ઉદાહરણો :-

સિલ્વર ક્લોરાઇડનુ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન 

2AgCl(s)   →   2Ag(s)   +   Cl2(g)

(10) શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે સમજાવો.

જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આ ઊર્જા મળે છે.પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે.દા.ત. ભાત, બટાકા, અને બ્રેડ માં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થો નું વિઘટન થઈ ગ્લુકોઝ ઉદભવે છે.આ કાર્બોદિત (ગ્લુકોઝ) આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ ઊર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ, શ્વસન પ્રક્રિયા દરમ્યાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

C6H12O6(aq ) +   6O2(aq )  →    6CO2(aq )  +  6H2O(l)   +   ઉર્જા

(11) વિઘટન પ્રક્રિયાઓને સંંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્વ પ્રક્રિયા શા માટે કહેવાય છે.? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો.

ઉત્તર : વિઘટન પ્રક્રિયામા એકલ અણુને ઊર્જા આપતા તે બે કે વધુ પરમાણુમા વિઘટન પામે છે. જયારે સંયોગીકરણ પ્રક્રિયામા વિઘટન પ્રક્રિયા કરતા વિરુદ્વ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામા બે કે વધુ પરમાણુઓ ભેગા થઇને એકલ અણુ બને છે. અને ઊર્જા મુકત થાય છે.

વિઘટન પ્રક્રિયા: 2AgCl(s)   →   2Ag(s)   +   Cl2(g)

સંયોગીકરણ પ્રક્રિયા : C(s) +   O2(g)   →  CO2(g)  +  ઊર્જા

(12) એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમા ઊર્જા ઉષ્મા,પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામા આવે છે.?

ઉત્તર :

ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા :

CaCO3(s) → CaO(s)  +  CO2(g)

પ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા :

2AgCl(s)   →   2Ag(s)   +   Cl2(g)

વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયા :

2H2O(l)    →  2H2 (g)  + O2 (g)

(13) વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શુ તફાવત છે.? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો.

ઉત્તર :

જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી દૂર કરે છે. તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

જેમ કે , Zn અને Ag પૈકી Zn વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ Ag ને AgNO3 ના દ્વાવણમાંથી મુકત કરે છે.

Zn(s) + 2AgNO3(s) → Zn(NO3)2(aq) + 2Ag(s)

જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

BaCl2(aq)   +   Na2SO4(aq)  →   BaSO4(s)   +   2NaCl(aq)

2KBr (aq ) +    BaI2(aq )  →   BaBr2(s)    +   2 KI(aq )

(14) સિલ્વરના શુદ્વિકરણમા કોપર ધાતુ દ્વારા સિલવર નાઇટ્રેટના દ્વાવણમાંથી  ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમા સમાવિષ્ટ પ્રક્રિયા લખો.

ઉત્તર :

Cu(s)  +  2AgNO3(aq)    →     Cu(NO3)2(aq)   +  2Ag(s)

(15) તમે અવક્ષેપન પ્રક્રિયાનો શુ અર્થ કરો છો ?ઉદાહરણ આપી સમજાવો.

ઉત્તર : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા (Precipitation Reaction) કહે છે.

ઉદાહરણ:- BaCl2 નો Ba2+ આયન તથા Na2SO4 નો SO42- આયન વચ્ચે પ્રક્રિયા થતા BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે.

Na2SO4 (aq ) +  BaCl2(aq )     →     BaSO4(s)  +  2NaCl(aq )

                                                             સફેદ અવક્ષેપ

અન્ય ઉદાહરણ:-

AgNO3(aq )   +   2NaCl(aq        →    AgCl(s)     +  NaNO3(aq )

                                                        સફેદ અવક્ષેપ

(16) ઓક્સિજનનુ ઉમેરાવુ અથવા દૂર થવુ તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો. (1) ઓક્સિડેશન (2) રીડકશન

ઉત્તર :

(1) જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ,અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અથવા હાઈડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે.

ઉદાહરણ:-

C +  O2   →    CO2

2Mg +   O2   →   2MgO

2Cu +   O2    →  2CuO

ઉપરોક્ત પ્રક્રિયાઓમાં C, Mg અને Cu ઓક્સિજન મેળવે છે આથી આ બધી પ્રક્રિયાઓ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે.

(2) જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા હાઈડ્રોજન મેળવે તો તેને રીડક્શન કહે છે.

ઉદાહરણ:-

CuO +   H2  →  Cu  +   H2O

CO2 +   H2    →        CO  +   H2O

MgO +   H → Mg  +   H2O

ઉપરોક્ત પ્રક્રિયાઓમાં CuO, CO2 અને MgO ઓક્સિજન ગુમાવે છે આથી આ બધી પ્રક્રિયાઓ રિડકશન છે.

(17) એક ચળકતા કથ્થાઇ રંગના તત્વ X ને હવામા ગરમ કરતા તે કાળા રંગનુ બને છે.તત્વ X તેમજ બનતા કાળા રંગના સંંયોજનનુ નામ આપો.

ઉત્તર : અહી , તત્વ X એ કોપર(Cu) છે.તેને હવામા ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ(CuO) બને છે.

2Cu +   O2    →  2CuO

(18) લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ.?

ઉત્તર : ધાતુક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે છે. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામા આવે છે. જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી.

(19) તેલ તેમજ ચરબીયુકત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામા આવે છે.? શા માટે ?

ઉત્તર : તેલ તેમજ ચરબીયુકત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અ‍ટકાવવા માટે તેમા એન્ટિ – ઓક્સિડ્ન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામા આવે છે.

(20) નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. (1) ક્ષારણ (2) ખોરાપણુ

ઉત્તર :

(1) ક્ષારણ : એસિડ અને ભેજ ની હાજરીમાં ધાતુ ને કાટ લાગે છે. કાટ લાગવાની આ ક્રિયાને ક્ષારણ કહે છે.

  • દા.ત. :- લોખંડ ને કાટ લાગે છે. ચાંદી પર કાળા રંગનું સ્તર થાય છે. તાંબા પિત્તળ ના વાસણો પર લીલા રંગનો ક્ષાર બાઝે છે. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગ નો પાવડર જમા થાય છે જેને લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહે છે.
  • ટૂંકમાં, જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ,એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેને નુકસાન થાય છે આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવીકે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે.
  • લોખંડ પર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે. અથવા લોખંડ કરતા વધુ સક્રિય ધાતુઓ ( ઝિંક)નું તેની પર પડ લગાવવામાં આવે છે. ઝિંકનું પડ ધરાવતા લોખંડને ગેલવેનાઈઝ્ડ આયર્ન કહે છે.આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઈઝેશન કહે છે.

(2) ખોરાપણુ

  • તૈલી અથવા ચરબીજન્ય ખોરાકની ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે આ ક્રિયાને ખોરાપણું કહે છે.
  • સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાક માં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. જેને એન્ટિઓક્સિડન્ટ પદાર્થો કહે છે.
  • આ ઉપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનો ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાકનું ખોરાપણું અટકે છે.
  • બટાકાની ચિપ્સ (કાતરી) બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે.
  • std 10 science ch1

 

 

 

 

 


ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

One Reply to “ધો.10 વિજ્ઞાન પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો”

Leave a Reply