વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojana

વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojana

નાણાં વિભાગના ઠરાવથી ધો. 1 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojana ની જોગવાઈ નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે શાળામાં વિદ્યાર્થીનું આકસ્મિક અવસાન થતાં શાળા દ્વારા આ કચેરીને વિદ્યાદીપ વીમા યોજના  Vidyadip Vima Yojana અંગેની દરખાસ્ત મોકલી આપવામાં આવે છે.

આ બાબત ધ્યાને લઈ હવેથી સામેલ ચેકલિસ્ટ મુજબના જરૂરી આધાર – પુરાવા સાથે દરખાસ્ત (બે નકલમાં) મોકલી આપવા આથી જણાવવામાં આવે છે.

♦ સુચનાઓ ♦

(1) સામેલ નિયત નમૂનાના તમામ પરિશિષ્ટોમાં તમામ વિગતો શાળાએ ભરી તેમાં શાળાના આચાર્યશ્રીએ સહી સિક્કા કરવાના રહેશે.

(2) વિદ્યાર્થીનું આકસ્મિક અવસાન થયેલ તેવા કેસો જ અત્રે રજૂ કરવાના રહેશે. પરંતુ કુદરતી રીતે જો વિદ્યાર્થીનું મૃત્યુ થયેલ હોય તો આપની કક્ષાએ કેસો દફતરે કરવાના રહેશે.

(3) ચેકલિસ્ટ મુજબના તમામ આધાર – પુરાવા રજૂ કરવાના રહેશે.

(4) મૃતક વિદ્યાર્થીની અવસાન તારીખથી વધુમાં વધુ 6 (છ) માસની અંદર દરખાસ્ત/દાવો/કેસ અત્રે રજૂ કરવાનો રહેશે. સમયમર્યાદા બહાર રજૂ કરેલ કેસો ધ્યાને લેવામાં આવશે નહિ.

(5) દરખાસ્ત બે નકલમાં રજૂ કરવી. (એક અસલ ફાઈલ અને બીજી પ્રમાણિત નકલ ફાઈલ)

(6) જો પોસ્ટ મોર્ટમ કરાવેલ ન હોય તો પરિશિષ્ટ -૪ મુજબ કલેક્ટરશ્રીનું અકસ્માત મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

(7) શાળાના આચાર્યશ્રીએ ખાસ અંગત ધ્યાન રાખી દરખાસ્ત તૈયાર કરવાની રહેશે.

(8) આ યોજના અંતર્ગત રૂપિયા 50,000/- ની જોગવાઈ નક્કી કરવામાં આવેલ હોઈ ઈન્ડેમ્નીટી બોન્ડમાં તે રકમનો ઉલ્લેખ કરવો.

(9) દરખાસ્તમાં રજૂ કરેલ તમામ આધાર – પુરાવા (સાધનિક કાગળો) ને એકી સંખ્યામાં ફરજીયાત પાના નંબર આપવાના રહેશે.

વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojana અંતર્ગત જરૂરી ચેકલિસ્ટ અને આધાર પુરાવાઓ આપવાના હોય છે. તે મેળવવા માટે નીચે ક્લિક કરો.

વિદ્યાદીપ વીમા યોજના

♦ આ પણ વાંચો ♦

શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana

Plz share this post

Leave a Reply