Site icon

Std 10 Social Science Imp Questions Section A

Std 10 Social Science Imp Questions Section A

ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન વિષય (વિભાગ A)મા Std 10 Social Science Imp Questions Section A MARCH 2024 બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

પ્રકરણ – 1 ભારતનો વારસો

♦નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંંકમાં લખો.

(1) આર્ય પ્રજા અન્ય ક્યા નામે ઓળખાય છે?

ઉત્તર :આર્ય પ્રજા નોર્ડિક નામે ઓળખાય છે.

(2) નેગ્રીટો (હબસી) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.

ઉત્તર :નેગ્રીટો અથવા નીગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનુ માનવુ છે કે નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઇ ભારતમાં આવેલા. તેઓ વર્ણ શ્યામ, 4થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.

(3) ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયાં કયાં પ્રાણીઓ દર્શાવાયેલાં છે?

ઉત્તર :ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહ, ઘોડો અને બળદ વગેરે પ્રાણીઓ દર્શાવાયેલાં છે.

♦દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.

(1) ”લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?

(A) ભારત (B) પ્રકૃતિ (C) નદીઓ (D) પનિહારીઓ

ઉત્તર : (C) નદીઓ

(2) નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?

(A) શારદા પીઠ-સોમનાથ (B) પોળો ઉત્સવ-વડનગર(C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ-મોઢેરા (D) સીદી સૈયદની જાળી-ભાવનગર

ઉત્તર : (C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ-મોઢેરા

(3) દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?

(A) હિન્દી (B) તમિળ (C) કન્નડ (D) મલયાલમ

ઉત્તર : (A) હિન્દી

પ્રકરણ-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

♦ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

(1) ‘સંગીત રત્નાકર’ અને ‘સંગીત પારિજાત’ ગ્રંથોની રચના કરનાર પંડિતોનાં નામ જણાવો.

ઉત્તર :→ ‘સંગીત રત્નાકર’ ની રચના પંડિત સારંગદેવે કરી છે.→ ‘સંગીત પારિજાત’ ની રચના  ‘પંડિત અહોબલે’ કરી છે.

(2) ‘કાંતણ’ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?

ઉત્તર :કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેચવા સાથે તેમને વળ ચડાવી એક બીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે.

(3) લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે?

ઉત્તર :લોથલના કારીગરો ધાતુઓમાંથી દાતરડાં, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવાં તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનુ જણાયુ છે.

(4) હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા?

ઉત્તર :હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.

♦ દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.

(1) નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ?

(A) ઊરુભંગ (B) કર્ણભાર (C) મેઘદૂતમ્ (D) દૂતવાક્યમ

ઉત્તર:(C) મેઘદૂતમ્

(2) વૈજ્યંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?

(A) મણિપુરી નૃત્યશૈલી (B) કુચીપુડી નૃત્યશૈલી (C) કથકલી નૃત્યશૈલી (D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી

ઉત્તર:(D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી

(3) ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?

(A) ઋગ્વેદ (B) સામવેદ (C) યજુર્વેદ (D) અથર્વવેદ

ઉત્તર:(B) સામવેદ

(4) ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિન્દ’ તરીકે કોણ જાણીતું હતું?

(A) તાનસેન (B) તુલસીદાસ (C) કબીર (D) અમીર ખુશરો

ઉત્તર:(D) અમીર ખુશરો

(5) ‘ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય?

(A) આદિવાસીઓનું નૃત્ય (B) ભરવાડોનું નૃત્ય(C) કોળીઓનું નૃત્ય (D) પઢારોનું નૃત્ય

ઉત્તર:(A) આદિવાસીઓનું નૃત્ય

(6) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?

(A) રાજસ્થાન (B) આંદામાન (C) આફ્રિકા (D) થાઇલેંડ

ઉત્તર:(C) આફ્રિકા

(7) વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

(A) 21 જૂન (B) 1 મે (C) 21 એપ્રિલ (D) 5 સપ્ટેમ્બર

ઉત્તર:(A) 21 જૂન


પ્રકરણ-3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

(1) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

(A) વાસ્તુ (B) કોતરણી (C) મંદિર (D) ખંડેર

ઉત્તર :(A) વાસ્તુ

(2) લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?

(A) ખીલો (B) થાંભલો (C) ધક્કો (D) જાળી

ઉત્તર :(C) ધક્કો

(3) સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

(A) હિન્દી (B) બ્રાહ્મી (C) ઉર્દૂ (D) ઉડીયા

ઉત્તર :(B) બ્રાહ્મી

(4) ગુજરાતના ……. ખાતે સૂર્યમંદિર આવેલું છે.

(A) મોઢેરા (B) વડનગર (C) ખેરાલુ (D) વિજાપુર

ઉત્તર :(A) મોઢેરા

(5) અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે?

(A) જામા મસ્જિદ (B) જુમ્મા મસ્જિદ  (C) સિપ્રીની મસ્જિદ (D) મસ્જિદે નગિના

ઉત્તર :(A) જામા મસ્જિદ

પ્ર-4 ભારતનો સાહિત્યિક વારસો

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:-

(1) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ……. છે.

(A) ઋગ્વેદ (B) યજુર્વેદ (C) સામવેદ (D) અથર્વવેદ

ઉત્તર: (A) ઋગ્વેદ

(2) બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?

(A) પાલી (B) હિન્દી (C) બ્રાહ્મી (D) ગુજરાતી

ઉત્તર:(A) પાલી

(3) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે ?

(A) તમિલ (B) તેલુગુ (C) કન્નડ (D) મલયાલમ

ઉત્તર:(A) તમિલ

(4) કવિ ચંદબરદાઈનો ક્યો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?

(A) પૃથ્વીરાજરાસો (B) વિક્રમાંકદેવચરિત (C) કવિરાજમાર્ગ (D) ચંદ્રાયન

ઉત્તર:(A) પૃથ્વીરાજરાસો

(5) મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?

(A) અષ્ટાધ્યાયી (B) પૃથ્વીરાજરાસો  (C) વિક્રમાકદેવચરિત  (D) ચંદ્રાયન

ઉત્તર:(A) અષ્ટાધ્યાયી

પ્ર-5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

(1) કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે?

(A) બુદ્ધનું (B) નટરાજનું(C) બોધિગયાનું (D) ધનુર્ધારી રામનું

ઉત્તર :(B) નટરાજનું

(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

(A) નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.(B) પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.(C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.(D) ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે.

ઉત્તર :(C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.

(3) મહર્ષિ ચરક:ચરક સંહિતા,મહર્ષિ સુશ્રુત: …….

(A) સુશ્રુતસંહિતા (B) ચરકશાસ્ત્ર(C) વાગ્ભટ્ટસંહિતા (D) સુશ્રુતશાસ્ત્ર

ઉત્તર :(A) સુશ્રુતસંહિતા

(4) કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે?

શ્રેયા: ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા.

યશ: દશાંશપતિના શોધક બોધાયન હતા.

માનસી: આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

હાર્દ: શૂન્ય (0)ની શોધ ભારતે કરી હતી.

(A) યશ (B) હાર્દ (C) શ્રેયા (D) શ્રેયા,માનસી,હાર્દ

ઉત્તર :(D) શ્રેયા,માનસી,હાર્દ

(5) બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ …….. છે.

(A) ચિકિત્સાસંગ્રહ (B) પ્રજનનશાસ્ત્ર(C) કામસૂત્ર (D) યંત્ર સર્વસ્વ

ઉત્તર :(B) પ્રજનનશાસ્ત્ર  

(6) પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલિ બ્રહ્મસિદ્ધાંતની રચના કોણે કરી હતી?

(A) બ્રહ્મગુપ્તે (B) વાત્સ્યાયને (C) ગૃત્સમદે (D) મહામુનિ પતંજલિ

ઉત્તર :(A) બ્રહ્મગુપ્તે

(7) મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.

(A) ગણિતશાસ્ત્ર (B) રસાયણશાસ્ત્ર (C) વૈદકશાસ્ત્ર (D) વાસ્તુશાસ્ત્ર

ઉત્તર :(D) વાસ્તુશાસ્ત્ર

Std 10 Social Science Imp Questions Section A


પ્ર-6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

(1) અજંતાની ગુફાઓ નીચેનામાંથી ક્યા રાજ્યમાં આવેલી છે?

(A) મધ્ય પ્રદેશ (B) મહારાષ્ટ્ર (C) ઓડિશા ( D ) ગુજરાત

ઉત્તર:(B) મહારાષ્ટ્ર

(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

(A) ઈલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે.

(B) ઈલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે.

(C) રાષ્ટ્રકુટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.

(D) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

ઉત્તર:(D) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

(3) જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો.

મંદિર                                              રાજ્ય    

(1) કોણાર્કનું સૂર્ય મંદિર             (A) મધ્યપ્રદેશ

(2) વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ  (B) તમિલનાડુ

(3) બૃહદેશ્વર મંદિર                   (C) કર્ણાટક

(4) ખજુરાહોનાં મંદિર               (D) ઓડિશા

(A) 1-D  2-C  3-B  4-A

(B) 1-C  2-D  3-A  4-B

(C) 1-C  2-D  3-B  4-A

(D) 1-C  2-B  3-D  4-A

ઉત્તર:(A) 1-D  2-C  3-B  4-A

(4) તાજમહેલઃ શાહજહાંઃ હુમાયુનો મકબરો: …….

(A) જહાંગીર (B) હુમાયુ(C) હમીદા બેગમ (D) શાહજહાં

ઉત્તર:(C) હમીદા બેગમ

(5) ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી?

(A) હુમાયુ  (B) શાહજહાં(C) બાબર (D) અકબર

ઉત્તર:(D) અકબર

(6) ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં ક્યો ક્રમ સાચો ગણાય?

(A) તાજમહેલ, ખજુરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર, ઈલોરાની ગુફાઓ

(B) ઈલોરાની ગુફાઓ, તાજમહેલ, ખજુરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર

(C) તાજમહેલ, બૃહદેશ્વર મંદિર, ખજુરાહોનાં મંદિર, ઈલોરાની ગુફાઓ

(D) તાજમહેલ, ખજુરાહોનાં મંદિર, ઈલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર

ઉત્તર:(D) તાજમહેલ, ખજુરાહોનાં મંદિર, ઈલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર

(7) નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.

મંદિર                                     રાજય

(1) ઉપરકોટ                      (A) અમદાવાદ   

(2) સીદી સૈયદની જાળી    (B) પાટણ

(3) રાણીની વાવ               (C) ખદીરબેટ

(4) ધોળાવીરા                   (D) જૂનાગઢ

(A) 1-D  2-C  3-B  4-A

(B) 1-D  2-A  3-B  4-C

(C) 1-C  2-D  3-B  4-A

(D) 1-C  2-B  3-D  4-A

ઉત્તર:(B) 1-D  2-A  3-B  4-C

(8) નીચેનામાંથી ક્યો વાવનો પ્રકાર નથી ?

(A) નંદા (B) ભદ્રા (C) તદા (D) વિજ્યા

ઉત્તર:(C) તદા

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

(1) સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો.

(1) શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય                    (A) મુંબઈ

(2) ભારતીય સંગ્રહાલય                           (B) ભોપાલ 

(3) છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય  (C) પાટણ

(4) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય                 (D) કોલકાતા

(A) (1 – C), (2 – D), (3 – A), (4 – B)

(B) (1 – A), (2 – B), (3 – D), (4 – C)

(C) ( 2 – A), (4 – C), (1 – B), (3 – D)

(D) (4 – B), (1 – D), (3 – C), (2 – A)

ઉત્તર:-(A) (1 – C), (2 – D), (3 – A), (4 – B)

(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

(A) ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

(B) “મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે”- સ્વામી વિવેકાનંદ

(C) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.

(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.

ઉત્તર:-(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.

(3) તાજમહેલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું?

(A) ભૂમિપ્રદૂષણ (B) જળપ્રદૂષણ (C) વાયુપ્રદૂષણ (D) ધ્વનિપ્રદૂષણ

ઉત્તર:-(C) વાયુપ્રદૂષણ

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

(1) દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન …….

(A) સર્વ સુલભ સંસાધન (B) સામાન્ય સુલભ સંસાધન(C) વિરલ સંસાધન (D) એકલ સંસાધન

ઉત્તર:-(D) એકલ સંસાધન

(2) જમીનનું નિર્માણ મૂળ ખડકોના ……. મળવા વાળા પદાર્થોથી થાય છે.

(A) ખવાણ અને ઘસારાથી(B) સ્થળાંતર અને સ્થગિતતાથી(C) અનુક્રમ અને વિક્રમથી(D) ઉર્ધ્વ અને શીર્ષથી

ઉત્તર:-(A) ખવાણ અને ઘસારાથી

(3) પડખાઉ જમીનનું અન્ય નામ શું છે ?

(A) કાંપની જમીન  (B) લેટેરાઈટ જમીન(C) કાળી જમીન (D) રાતી અથવા લાલ જમીન

ઉત્તર:-(B) લેટેરાઈટ જમીન

(4) હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ……. પ્રકારોમાં વહેંચવામાં આવી છે .

(A) સાત (B) સોળ  (C) પાંચ  (D) આઠ

ઉત્તર:-(D) આઠ

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

(1) ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કર્યો છે?

(A) ઘૂડખર (B) રીંછ (C) વાધ (D) દીપડા

ઉત્તર:-(C) વાધ

(2) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો …

(A) ગ્રામ્ય વનો (B) અભયારણ્ય(C) સામુદાયિક જંગલ (D) ઝૂમ જંગલ

ઉત્તર:-(C) સામુદાયિક જંગલ

(3) વિશ્વમાં પશુ – પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?

(A) બાર લાખ (B) એકવીસ લાખ(C) સાત લાખ  (D) પંદર લાખ

ઉત્તર:-(D) પંદર લાખ

પ્રકરણ -10 ભારત – કૃષિ

(1) નીચેનામાંથી કઈ ખેતીમાં હૅક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે?

(A) બાગાયતી ખેતી (B) ઝૂમ ખેતી(C) સઘન ખેતી (D) આર્દ્ર ખેતી

ઉત્તર:-(B) ઝૂમ ખેતી

(2) નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી.

(A) સજીવ ખેતી (B) મિશ્ર ખેતી(C) બાગાયતી ખેતી (D) ટકાઉ ખેતી

ઉત્તર:-(A) સજીવ ખેતી

(3) મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

(A) કેરલ (B) તામિલનાડુ(C) મધ્ય પ્રદેશ (D) ગુજરાત

ઉત્તર:-(D) ગુજરાત

(4) ચૉકલેટ શાનામાંથી બને છે?

(A) તલ (B) કોકો (C) રબર (D) ચા

ઉત્તર:-(B) કોકો

(5) નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે?

(A) ઈસબગુલ (B) મેથી (C) સરસવ (D) ધાણા

ઉત્તર:-(A) ઈસબગુલ

(6) નીચેનામાંથી ક્યું કઠોળ રવી પાક છે?

(A) અડદ (B) મગ (C) ચણા (D) મઠ

ઉત્તર:-(C) ચણા

Std 10 Social Science Imp Questions Section A

પ્રકરણ-11 ભારત : જળ સંસાધન

(1) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત કયો છે ?

(A) વૃષ્ટિ

(B) તળાવો

(C) નદીઓ

(D) સરોવરો

ઉત્તર :- (A) વૃષ્ટિ

(2) નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો.

(1) ભાખરા-નાંગલ      (a) બિહાર

(2) કોસી                     (b) પંજાબ

(3) નાગાર્જુન સાગર   (c) ગુજરાત

(4) નર્મદા                  (d) આંધ્રપ્રદેશ

(A) (1 – b), (2 – a), (3 – c), (4 – d)

(B) (1 – b), (2 – a), (3 – d), (4 – c)

(C) (1 – d), (2 – e), (3 – b), (4 – a)

(D) (1 – c), (2 – d), (3 – a), (4 – b)

ઉત્તર :- (B) (1 – b), (2 – a), (3 – d), (4 – c)

(3) નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

(A) ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે.

(B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.

(C) જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.

(D) પંજાબ અને હરિયાણા સિંચાઈક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.

ઉત્તર :- (B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.

(4) વર્ગખંડમાં ‘ખેત તલાવડી’ વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન

(A) જય : તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે.

(B) યશ : તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે.

(C) યુગ : તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનીક છે.

(D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે.

ઉત્તર :- (D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે.

(5) નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે ?

(A) ચંબલ ખીણ, ભાખરા-નાંગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર

(B) ભાખરા-નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ

(C) નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખરા-નાંગલ

(D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર

ઉત્તર :- (D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર

પ્રકરણ-12 ભારત : ખનિજ અને શક્તિ સંસાધનો

(1) પાલનપુરની એક શાળા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને બાયોગૅસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે ?

(A) ધુવારણ

(B) દાંતીવાડા

(C)  મેથાણ

(D) ઉન્દ્રેલ 

ઉત્તર :- (B) દાંતીવાડા

(2) ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારુ મોજણી કરવા ભારત સરકારના કેટલાક તે અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ સમય તેમની પાસે છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ ?

(A) તુલસીશ્યામ

(B) ઉનાઇ

(C)  સાપુતારા

(D) લસુંદ્રા

ઉત્તર :- (C)  સાપુતારા

(3) નીચેનાં જોડકાં સાચાં જોડી ઉત્તર શોધો.

(a) ચાંદી, પ્લેટિનિયમ         (1) સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ

(b) મૅગ્નેશિયમ, ટીટાનિયમ (2) મિશ્રધાતુરૂપે વપરાતી ખનીજ

(c) સીસું, નિકલ                   (3) કીમતી ધાતુમય ખનીજ

(d) ટંગસ્ટન, વેનેડિયમ        (4)  હલકી ધાતુમય ખનીજ

(A)  (a – 1), (b – 3), (c – 2), (d – 4)

(B)  (a – 3), (b – 4), (c – 1), (d – 2)

(C)  (a – 2), (b – 2), (c – 4), (d – 3) 

(D) (a – 4), (b – 1), (c – 3), (d – 2)

ઉત્તર :- (B)  (a – 3), (b – 4), (c – 1), (d – 2)

પ્રકરણ-13 ઉત્પાદન ઉદ્યોગો

(1) નીચેનાં નગરોમાંથી ક્યા નગરને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે ?

(A) ઈંદોર

(B) મુંબઈ

(C)  અમદાવાદ

(D) નાગપુર

ઉત્તર :- (B) મુંબઈ

(2) વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ ક્યો છે ?

(A) દ્વિતીય

(B) પ્રથમ

(C) તૃતીય

(D) એક પણ નહિ

ઉત્તર :- (A) દ્વિતીય

(3) ભારતનું ક્યું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે ?

(A) દિલ્લી

(B) બેંગાલુરુ

(C)  જયપુર

(D) નાગપુર

ઉત્તર :-  (B) બેંગાલુરુ

(4) ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે ?

(A) કંડલા

(B) ઓખા

(C) દ્વારકા

(D) હજીરા

ઉત્તર :-  (D) હજીરા

(5) નીચેનામાં કઈ જોડી ખોટી છે ?

(A) બંગાળ-કુલ્ટી

(B) ઝારખંડ-જમશેદપુર

(C) કર્ણાટક-ભદ્રાવતી

(D) આંધ્રપ્રદેશ-બર્નપુર

ઉત્તર :- (D) આંધ્રપ્રદેશ-બર્નપુર

Std 10 Social Science Imp Questions Section A

પ્રકરણ-14 પરિવહન : સંદેશા વ્યવહાર અને વ્યાપાર

(1) ઍવરેસ્ટના આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે ?

(A) નેપાળી

(B) ભોટિયા

(C) ભૈયાજી

(D) એકપણ નહિ

ઉત્તર :- (B) ભોટિયા

(2) ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે ?

(A) 3 નંબર

(B) 8 નંબર

(C) 44 નંબર

(D) 15 નંબર

ઉત્તર :- (C) 44 નંબર

(3) રાષ્ટ્રીય ધોરી માર્ગ નિર્માણની જવાબદારી કોની છે ?

(A) રાજ્ય સરકાર

(B) કેન્દ્ર સરકાર

(C) જિલ્લા પંચાયત

(D) એકપણ નહિ

ઉત્તર :- (B) કેન્દ્ર સરકાર

પ્રકરણ -15 આર્થિક વિકાસ

(1) આર્થિક રીતે ભારત કેવો દેશ છે?

(A) વિકસિત (B) પછાત (C) વિકાસશીલ (D) ગરીબ

ઉત્તર:- (C) વિકાસશીલ

(2) વિશ્વબેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય?

(A) 480$ (B) 520$ (C) 735$ (D) 250$

ઉત્તર:- (C) 735$

(3) કઇ પદ્વતિને મુકત અર્થતંત્ર કહે છે? 

(A) સમાજવાદી પદ્વતિ (B) મિશ્ર અર્થતંત્ર (C) બજાર પદ્વતિ (D) એક પણ નહિ

ઉત્તર:- (C) બજાર પદ્વતિ

(4) પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે.? 

(A) માધ્યમિક (B) પ્રાથમિક (C) સેવા ક્ષેત્ર (D) આપેલ ત્રણેય

ઉત્તર:- (B) પ્રાથમિક

પ્રકરણ-16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

( 1 ) વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?

( A ) સ્ટોકહોમ ( B ) જીનીવા ( C ) લંડન ( D ) કોલકાત્તા

ઉત્તર : ( B ) જીનીવા

( 2 ) પર્યાવરણીય જાગૃતિ અંગે ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?

( A ) 1972 ( B ) 1951 ( C ) 1992 ( D ) 2014

ઉત્તર : ( A ) 1972

( 3 ) વિશ્વમાં ક્યા દિવસને ‘વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઊજવવામાં આવે છે?

( A ) 8 માર્ચ ( B ) 11 જુન ( C ) 5 જૂન ( D ) 12 માર્ચ

ઉત્તર : ( C ) 5 જૂન

( 4 ) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે …

( A ) ખાનગીકરણ ( B ) વૈશ્વિકીકરણ ( C ) ઉદારીકરણ   ( D ) એક પણ નહિ

ઉત્તર : ( B ) વૈશ્વિકીકરણ

પ્ર – 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી

(1) ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ ક્યા રાજ્યમાં છે ?

(A) ઉત્તરપ્રદેશ

(B) ઓડિશા

(C) છત્તીસંગઢ

(D) બિહાર

ઉત્તર:- (C) છત્તીસંગઢ

(2) ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું (કરોડમાં) ?

(A) 21.65

(B) 26.93

(C) 36.93

(D) 21.92

ઉત્તર:- (B) 26.93

(3) મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ?

(A) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના

(B) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના

(C) મિશન મંગલમ્ યોજના

(D) એગ્રો બિઝનેસ પોલિસી – 2016

ઉત્તર:- (C) મિશન મંગલમ્ યોજના

(4) ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું ?

(A) બિહાર

(B) ઝારખંડ

(C) કેરાલા

(D) હરિયાણા

ઉત્તર:- (C) કેરાલા

(5) અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી ?

(A) મા અન્નપૂર્ણા યોજના

(B) મનરેગા

(C) અંત્યોદય યોજના

(D) સુકન્યા સમૃદ્ધિ યોજના

ઉત્તર:- (A) મા અન્નપૂર્ણા યોજના

(6) યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે ?

(A) મેક-ઇન-ઇન્ડિયા

(B) સ્ટાર્ટ અપ ઇન્ડિયા

(C) ડિજીટલ ઇન્ડિયા

(D) સ્વચ્છ ભારત અભિયાન

ઉત્તર:- (B) સ્ટાર્ટ અપ ઇન્ડિયા

(7) બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા.

(A) રોજગાર વિનિમય કેન્દ્ર

(B) શ્રમ મંત્રાલય

(C) મોડેલ કેરિયર સેન્ટર

(D) ગ્રામ પંચાયત

ઉત્તર:- (A) રોજગાર વિનિમય કેન્દ્ર

Std 10 Social Science Imp Questions Section A

પ્ર – 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

(1) સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે ?

       (A) શાકભાજી

       (B) દાકતરી સારવાર

       (C) પેટ્રોલ-ડીઝલ

       (D) હોટલમાં જમણ

ઉત્તર :- (C) પેટ્રોલ-ડીઝલ

(2) સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે ?

      (A) ચીજવસ્તુઓ

      (B) અનાજ

     (C) કાચોમાલ

     ( D) નાણાં

ઉત્તર :- ( D) નાણાં

(3) ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે ?

     (A) કાળાબજાર

      (B) નફાખોરી

      (C) સટ્ટાખોરી

      (D) સંગ્રહખોરી

ઉત્તર :- (D) સંગ્રહખોરી

(4) 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઊજવાય છે ?

      (A) ગ્રાહક અધિકાર દિન

      (B) વિશ્વ ગ્રાહકદિન

      (C) ગ્રાહક જાગૃતિ દિન

      (D) રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન

ઉત્તર :- (B) વિશ્વ ગ્રાહકદિન

(5) કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે ?

     (A) ગ્રાહક તકરાર નિવારણ તંત્ર

     (B) રાષ્ટ્રીય ઉપભોકતા આયોગ

     (C) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન

     (D) ગ્રાહક સુરક્ષા આયોગ

ઉત્તર :- (B) રાષ્ટ્રીય ઉપભોકતા આયોગ

(6) ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે

     (A) ઇનસાઇટ

     (B) ગ્રાહક જાગૃત મંચ

     (C) ગ્રાહક શિક્ષણ

     (D) કન્ઝ્યુમર ઍક્ટ

ઉત્તર :- (A) ઈનસાઈટ

(7) ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે. ?

     (A) BIS

     (B) CAC

     (C) ISO

     (D) FPO

ઉત્તર :- (A) BIS

પ્ર – 19 માનવ વિકાસ

(1) માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે ?

     (A) UNESCO

     (B) UNICEF

     (C) FAO

     (D) UNDP

ઉત્તર:- (D) UNDP

(2) નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ ક્યો છે ?

     (A) ભારત

     (B) નાઈઝર

     (C) નોર્વે

     (D) બ્રાઝીલ

ઉત્તર:- (C) નોર્વે

(3) નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે ?

    (A) ભારત, શ્રીલંકા, નેપાળ, ભુતાન

    (B) શ્રીલંકા, ભુતાન, ભારત, નેપાળ

    (C)શ્રીલંકા, ભારત, ભુતાન, નેપાળ

    (D) શ્રીલંકા, ભારત, નેપાળ, ભુતાન

ઉત્તર:- (C)શ્રીલંકા, ભારત, ભુતાન, નેપાળ

(4) ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ક્યા વર્ષને ઉજવવામાં આવેલ ?

     (A) 1975

     (B) 2002

     (C) 1985

     (D) 1999

ઉત્તર:- (B) 2002

(5) ભારતીય મૂળના ક્યા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે ?

     (A) મહબૂબ ઊલ હક

     (B) અમર્ત્ય સેન

     (C) રવીન્દ્રનાથ ટાગોર

     (D) સી. વી. રામન

ઉત્તર:- (B) અમર્ત્ય સેન

Std 10 Social Science Imp Questions Section A

પ્ર – 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

(1) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

   (A) સાંપ્રદાયિક્તા

   (B) જ્ઞાતિવાદ

   (C) ભાષાવાદ

   (D) જૂથવાદ

ઉત્તર :- (B) જ્ઞાતિવાદ

(2) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે ?

   (A) અસ્પૃશ્યતા

   (B) ધર્મ

   (C) સંપ્રદાય

  (D) આમાંનું એક પણ નહિ

ઉત્તર :- (A) અસ્પૃશ્યતા

(3) બંધારણના ક્યા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?

   (A) આર્ટિકલ 25

   (B) આર્ટિકલ 29

   (C) આર્ટિકલ 17

   (D) આર્ટિકલ 46

ઉત્તર :- (C) આર્ટિકલ 17

(4) નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે ?

   (A) જ્ઞાતિવાદ

  (B) સાંપ્રદાયિકતા

  (C) ભાષાવાદ

  (D) આતંકવાદ

ઉત્તર :- (D) આતંકવાદ

(5) જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.

રાજ્ય                 બળવાખોરી સંગઠન

(1) ત્રિપુરા         (A) ઉલ્ફા

(2) મણીપુર      (B) એન. એસ. સી. એન.

(3) નાગાલેન્ડ  (C) એ. ટી. ટી. એફ.

(4) આસામ      (D) કે. એન. એફ.

   (A) 1 – A, 2 – D, 3 – C, 4 – B

   (B) 1 – C, 2 – D, 3 – B, 4 – A

   (C) 1 – C, 2 – D, 3 – B, 4 – A

   (D) 1 – C, 2 – B, 3 – D, 4 – A

ઉત્તર :- (C) 1 – C, 2 – D, 3 – B, 4 – A

પ્રકરણ-21 સામાજિક પરિવર્તન

(1) ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે ?

(A) રૂઢિઓ-પરંપરાઓ

(B) લોકમત

(C) પશ્ચિમીકરણ

(D) સાક્ષરતા

ઉત્તર :- (C) પશ્ચિમીકરણ

(2) માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું ?

(A) ગ્રેટબ્રિટન

(B) સંયુક્ત રાષ્ટ્રો

(C) યુનિસેફ

(D) વિશ્વબેંક

ઉત્તર :- (B) સંયુક્ત રાષ્ટ્રો

(3) ‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે ?

(A) 8 માર્ચ

(B) 1લી ઑક્ટોબર

(C) 1લી એપ્રિલ

(D) 15મી જૂન

ઉત્તર :- (B) 1લી ઑક્ટોબર

(4) નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે ?

(A) ચૂંટણીપંચ

(B) સરકારી યોજનાઓ

(C) ન્યાયિક ચુકાદા

(D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો

ઉત્તર :- (D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો

(5) મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે ?

(A) જન્મના દાખલા વગર પ્રવેશ

(B) ખાસ તાલીમની સુવિધા

(C) પ્રવેશ કસોટી વિના પ્રવેશ

(D) પ્રવેશ સમયે કેપિટેશન ફી

ઉત્તર :- (D) પ્રવેશ સમયે કેપિટેશન ફી

(6) જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે ?

(A) બારકોડેડ રેશનકાર્ડ

(B) એટીએમકાર્ડ

(C) બાયોમેટ્રીક ઓળખ

(D) ચૂંટણીનું ઓળખપત્ર

ઉત્તર :- (C) બાયોમેટ્રીક ઓળખ

Std 10 Social Science Imp Questions Section A


વિભાગ C ના પ્રશ્નો અને તેના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

વિભાગ D ના પ્રશ્નો અને તેના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post
Exit mobile version