ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 11 અહી વિભાગ – B માં પ્ર– 11 ધ્વનિ ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
1.ધ્વનિ એટલે શું? તે કેવી રીતે ઉદભવે છે?
ઉત્તર :- ધ્વનિ એ ઊર્જાનું સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે.
ધ્વનિ જુદી જુદી વસ્તુઓના કમ્પનને કારણે ઉત્પન્ન થાય છે.
2. કારણ આપો. મધમાખીઓ વડે ઉદભવેલો ધ્વનિ સાંભળી શકાય છે પણ દોલન કરતા લોલક વડે ઉદભવતો ધ્વનિ સાંભળી શકાતો નથી.
ઉત્તર :- મધમાખીઓ વડે ઉદભવેલો ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ હોય છે તેથી તે સાંભળી શકાય છે. પણ દોલન કરતાં લોલક વડે ઉદભવતો ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ હોય છે તેથી તે સાંભળી શકાતો નથી.
3. અનુરણન શું છે? તેને કેવી રીતે ઘટાડી શકાય છે?
ઉત્તર :- કોઈ સભા ગૃહમાં ધ્વનિ પડઘાનું વારંવાર પરાવર્તન થવાને કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે તેને અનુરણન કહે છે.
અનુરણન ઓછું કરવા માટે હોલની છત તથા દીવાલો પર ધ્વનિ શોષક પદાર્થો લગાવવા જોઈએ અથવા વધારે ગડીવાળા પડદા લટકાવવા જોઈએ.
4. ધ્વનિ તરંગોના કિસ્સામાં પરાવર્તનના નિયમો લખો.
ઉત્તર :- (1) આપાતકોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે.
(2) આપાત ધ્વનિ, આપાતબિંદુએ પરાવર્તન સપાટીને દોરેલો લંબ તથા પરાવર્તિત ધ્વનિ એક જ સમતલમાં હોય છે.
5. સંગત તરંગના આવર્તકાળ વિશે સમજ આપો.
ઉત્તર :- માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે.
આવર્તકાળને T સંજ્ઞાથી દર્શાવાય છે. આવર્તકાળનો SI એકમ સેકન્ડ છે. આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે.
v=1/T
6. તફાવત આપો. સંગત તરંગ અને લંબગત તરંગ
ઉત્તર :-
સંગત તરંગ લંબગત તરંગ
તેમાં માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણની દિશામાં જ થાય છે. તેમાં માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણોની દિશાને લંબ દિશામાં થાય છે.
તેમાં માધ્યમના કણો આગળ પાછળ ગતિ કરે છે. તેમાં માધ્યમના કણો ઉપર નીચે ગતિ કરે છે.
તે સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. તે શૃંગ અને ગત દ્વારા આગળ વધે છે
ઉદાહરણ :- ધ્વનિ તરંગો ઉદાહરણ :- વિદ્યુત ચુંબકીય તરંગ
Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 11
વિભાગ – B માં પ્રકરણ – 1 આપણી આસપાસમાં દ્વવ્યના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.