Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 1

Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 1

ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 1  અહી વિભાગ – B માં પ્રકરણ – 1  આપણી આસપાસમાં દ્વવ્ય ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

1. તરવૈયો સ્વીમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહી દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે.?

ઉત્તર :- દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે. તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહી દ્રવ્યનો આ ગુણધર્મ જોવા મળે છે.

2.નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો.

હવા , ચીમનીમાંથી નીકળતો ધુમાડો , મધ , પાણી , ચૉક , રૂ અને લોખંડ

ઉત્તર :  હવા < ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ < પાણી < મધ < ચૉક < લોખંડ

3. કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે?

ઉત્તર : પાણી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે.

ઘન – બરફ સ્વરૂપે, પ્રવાહી – પાણી સ્વરૂપે, વાયુ – વરાળ સ્વરૂપે

4. વાયુનુ પ્રવાહીકરણ એટલે શુ?

ઉત્તર : નિયત જથ્થાના વાયુનુ દબાણ વધારવાથી અથવા તાપમાન ઘટાડવાથી તેનુ પ્રવાહીમા રૂપાંતરણ થવાની ક્રિયાને વાયુનુ પ્રવાહીકરણ કહે છે.

5.નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમા ફેરવો.(a) 25 C (b) 373 C

ઉત્તર : (a) 25 C = 25 + 273 = 298 K

(b) 373 C = 373 + 273 = 646 K

6. ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે.શા માટે ?

ઉત્તર :  ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે.

7. નીચેના પદાર્થોનુ દ્વવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો: તેલ, ચોક, કેરોસીન, નાઇટ્રોજન, સ્ટીલ, હવા

ઉત્તર : ઘન –ચોક, સ્ટીલ

પ્રવાહી –તેલ, કેરોસીન

વાયુ – નાઇટ્રોજન, હવા


વિભાગ – B માં પ્રકરણ – 1  આપણી આસપાસમાં દ્વવ્ય ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply