Std 10 Science Section A Quiz 12 Std 10 Science Section A Quizવિભાગ A હેતુલક્ષી પ્રશ્નોકુલ ગુણ - 24 પોતાનું નામ લખો. 1 / 24 મંદ HCl ને Znના ટુકડા રાખેલી કસનળીમા ઉમેરતા ________ . A) વાયુની ખરાબ વાસ અનુભવાય છે B) ધાતુની સપાટી ચમકવાળી બને છે C) રંગવિહીન તેમજ ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય છે D) પ્રક્રિયા મિશ્રણ દુધિયુ બને છે 2 / 24સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમા સંઘરવામા આવે છે,કારણ કે..... A) તે રેડોક્ષ પ્રક્રિયા આપે છે B) આપેલ પૈકી એક પણ નહિ C) તેને સુર્યપ્રકાશની અસરથી બચાવી શકાય D) તે સફેદ ઘન પદાર્થ છે 3 / 24જો સાંદ્ર ઍસિડનાં થોડાં ટીપાં અકસ્માતે એક વિદ્યાર્થીના હાથ પર ઢોળાય છે. તો શું કરવું જોઈએ? A) હાથને તાત્કાલિક પુષ્કળ પાણી વડે ધોવો જોઈએ અને સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટની લૂગદી (પેસ્ટ) લગાવવી જોઈએ. B) મીઠાના દ્રાવણ વડે હાથને ધોવો જોઈએ. C) હાથને પુષ્કળ પાણી વડે ધોયા પછી હાથ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લગાવવું જોઈએ. D) ઍસિડને પ્રબળ બેઈઝ (આલ્કલી) વડે તટસ્થ કરવો જોઈએ. 4 / 24 કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણ (tooth enamel)માં હાજર છે. તેનો સ્વભાવ ______ છે. A) બેઝિક B) તટસ્થ C) ઊભયગુણી D) એસિડિક 5 / 24સામાન્ય રીતે અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. નીચેના પૈકી કયું વિદ્યુતનું સુવાહક છે ? A) હીરો B) સલ્ફર C) ગ્રૅફાઇટ D) ફુલેરીન 6 / 24તત્વો X, Y અને Z નાં ઇલેક્ટ્રૉનીય બંધારણ X → 2,8; Y → 2, 8, 7 અને Z → 2,8,2 છે. નીચેનામાંથી કયું સાચું છે ? A) Z અધાતુ છે. B) X ધાતુ છે. C) Y અધાતુ છે અને Z ધાતુ છે. D) Y ધાતુ છે. 7 / 24 ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ? A) સૂર્યપ્રકાશની હાજરીમાં B) સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં C) પાણીની હાજરીમાં D) હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં 8 / 24બે કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનો નીચેના પૈકી કયા છે?(i) એસિટીક એસિડ (ii) ફોર્માલ્ડિહાઇડ (iii) એસિટોન (iv) ઇથેનોલ A) (i) અને (iv) B) (i), (ii) અને (iv) C) (ii) અને (iii) D) માત્ર (iv) 9 / 24ખોરાકનું અભિશોષણ અને વહન રસાંકુરોમાં આવેલી કઈ રચના દ્વારા થાય છે? A) શિરા B) રુધિર વાહિનીઓ C) ધમની D) લસિકા 10 / 24વાયુરંધ્ર ખૂલવાની અને બંધ થવાની ક્રિયા શેને આધારિત છે? A) તાપમાન B) રક્ષકકોષોમાં રહેલ પાણી C) O2 D) વાયુરંધ્રમાં રહેલ CO2ની સાંદ્રતા 11 / 24નીચેના પૈકી કયું પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ નથી? A) ગરમ વસ્તુને હાથ અડતા હાથ વસ્તુથી દૂર જવો. B) મનગમતુ પુસ્તક વાંચવું. C) છીંક આવવી. D) પ્રકાશની માત્ર સામે આંખની કીકી નાની-મોટી થવી. 12 / 24પ્રાણીઓ કયા તંત્ર દ્વારા નિયંત્રણ અને સંકલન કરે છે? A) ઉપરોક્ત બંને તંત્રો B) ચેતાતંત્ર C) અંતઃસ્રાવીતંત્ર D) એકપણ નહી 13 / 24બેકટેરિયા દ્વારા થતા જાતીય રોગોનુ જૂથ કયું છે? A) ગોનોરિયા - એઇડસ B) એઇડસ – મસા C) સિફિલિસ – ગોનોરિયા D) સિફિલિસ - એઇડસ 14 / 24સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે? A) અંડવાહિનીમાં B) ગર્ભાશયમાં C) યોનિમાર્ગમાં D) અંડપિંડમાં 15 / 24વટાણાના ઊંચા (TT) છોડ અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરતાં બધી સંતતિમાં ઊંચા પર્ણોની અભિવ્યક્તિ જોવા મળે છે. કારણકે............. A) નીચાપણાની અભિવ્યક્તિ પ્રભાવી છે. B) ઊંચાપણાની અભિવ્યક્તિ પ્રભાવી છે. C) વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ T કે t વડે નિયંત્રિત નથી. D) ઊંચાપણાની અભિવ્યક્તિ પ્રચ્છન્ન છે. 16 / 24કારની હેડ લાઇટ માં ………. અરીસો વપરાય છે. A) માત્ર બહિર્ગોળ B) સમતલ અથવા બહિર્ગોળ C) માત્ર અંતર્ગોળ D) માત્ર સમતલ 17 / 24 અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો………..હશે. A) માત્ર સમતલ B) સમતલ અથવા બહિર્ગોળ C) માત્ર બહિર્ગોળ D) માત્ર અંતર્ગોળ 18 / 24નીચેનામાંથી કઈ અસર પ્રકાશના પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતી નથી? A) સ્વચ્છ આકાશ વાદળી રંગનું દેખાવું. B) બપોરે સૂર્યનું સફેદ દેખાવું. C) મોડો સૂર્યાસ્ત D) ભયદર્શક સિગ્નલમાં વપરાતો લાલ રંગનો પ્રકાશ. 19 / 24ઓહ્મના નિયમ મુજબનું સુત્ર કયું છે? A) I= V/R B) V=IR C) R=V/I D) આપેલ તમામ 20 / 24વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ___________ છે. A) કુલંબ B) વોટ C) વોલ્ટ D) ઓહમ 21 / 24ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ શું શોધવા માટે થાય છે? A) ચુંબકીય ક્ષેત્રની દિશા B) ચુંબકની દિશા C) વાહકની ગતિની દિશા D) પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા 22 / 24અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને ______ કહે છે. A) સોલેનોઈડ B) વિદ્યુત જનરેટર C) ચુંબક D) ફ્યુઝ 23 / 24પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિ દ્વારા શોષાયેલ સૈરઊર્જાનું પ્રતિશત પ્રમાણ આશરે કેટલું હોય છે? A) 10 % B) 8 % C) 5 % D) 1 % 24 / 24કોઈ આહારશૃંખલામાં તૃતિય પોષક સ્તર પર હંમેશા કોણ હોય? A) વિઘટકો B) ઉત્પાદકો C) માંસાહારી પ્રાણી D) તૃણાહારી પ્રાણી Your score is 0% Like this:Like Loading...RelatedPlz share this post Email