Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 2

Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 2

ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 2  અહી વિભાગ – B માં પ્ર– 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે? ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

1. નીચે દર્શાવેલ દરેકને સમાગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો :

સોડાવૉટર, લાકડું, હવા, જમીન

ઉત્તર : સમાંગ મિશ્રણ : સોડાવૉટર, હવા

વિષમાંગ મિશ્રણ : લાકડું, જમીન

2. નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો.

તિજોરીને કાટ લાગવો, પાણી ઉકાળીને વરાળ બનાવવી, કાગળ અને લાકડાનું સળગવું, તવીમાં માખણનું પીગળવું.

ઉત્તર :-

ભૌતિક ફેરફારો :- પાણી ઉકાળીને વરાળ બનાવવી, તવીમાં માખણનું પીગળવું.

રાસાયણિક ફેરફારો :-  તિજોરીને કાટ લાગવો, કાગળ અને લાકડાનું સળગવું.

3. ટિંડલ અસર એટલે શુ? તમારી આસપાસ જોવા મળતી ટિંડલ અસર ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો.

ઉત્તર :- કલિલ વિષમાંગ મિશ્રણ છે. કલિલના કણો નરી આંખે જોઇ શકાતા નથી. કલિલના કણો પ્રકાશનાં કિરણોનું  પ્રકિર્ણન કરે છે. તેથી તેમાં પ્રકાશનો માર્ગ જોઇ શકાય છે.આ અસરને ટિંડલ અસર કહે છે.

ઉદાહરણ :- વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનુ  પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે.

4. મિશ્રધાતુ એટલે શુ? ઉદાહરણ આપી સમજાવો.

ઉત્તર :- બે કે તેથી વધુ ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના મિશ્રણને મિશ્રધાતુ કહે છે.

ઉદાહરણ :- પિત્તળ આશરે 30% જસત(Zn) અને 70% તાંબુ(Cu) નુ મિશ્રણ છે.

5. અર્ધધાતુ તત્ત્વો એટલે શુ? ઉદાહરણ આપો.

ઉત્તર :- અમુક તત્ત્વો ધાતુ અને અધાતુની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે, તેને અર્ધધાતુ તત્ત્વો કહે છે.

ઉદાહરણ :- બોરોન, સિલિકોન, જર્મેનિયમ

6. દ્વવ્યનો ભૌતિક ફેરફાર એટલે શુ? ત્રણ ઉદાહરણ આપો.

ઉત્તર :- પદાર્થની એક અવસ્થાનુ બીજી અવસ્થામાં રૂપાંતર થવુ એ ભૌતિક ફેરફાર છે.

ઉદાહરણ :- બરફનુ પાણીમાં રૂપાંતર, પાણી ઉકાળીને વરાળ બનાવવી, તવીમાં માખણનું પીગળવું.

7. ટિંક્ચર આયોડિન એટલે શુ? તેનો ઉપયોગ જણાવો.

ઉત્તર :- આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્વાવણને ટિંક્ચર આયોડિન કહે છે.

ઉપયોગ :- જીવાણુનાશક તરીકે

8. નીચેનાને તત્ત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો.

રુધિર, સિલ્વર, કોલસો, મિથેન, સાબુ, સોડિયમ

ઉત્તર : તત્ત્વ :- સોડિયમ, સિલ્વર

સંયોજન :- સાબુ, મિથેન

મિશ્રણ :- કોલસો, રુધિર

9. તફાવત આપો. મિશ્રણ અને સંયોજન

મિશ્રણ

સંયોજન

તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઇ મિશ્રણ બનાવે છે. તત્વો એકબીજા સાથેની પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે.
તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ ચોક્કસ હોતા નથી. તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ ચોક્કસ હોય છે.
તેના ઘટક તત્વોને ભૌતિક પદ્વતિથી અલગ કરી શકાય છે. તેના ઘટક તત્વોને રાસાયણિક અથવા વીજરાસાયણિક પદ્વતિથી અલગ કરી શકાય છે.

10. મિશ્રણનુ વર્ગીકરણ શાના આધારે કરવામા આવે છે? તેના પ્રકાર જણાવો.

ઉત્તર :- મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે વર્ગીકરણ  કરવામા આવે છે.

તેના બે પ્રકાર છે. (1) સમાંગ મિશ્રણ (2) વિષમાંગ મિશ્રણ

10. જેલ અને સોલના બે બે ઉદાહરણ આપો.

ઉત્તર :- જેલના ઉદાહરણ –  માખણ, ચીઝ

સોલના ઉદાહરણ – કાદવ, મિલ્ક ઓફ મેગ્નેશિયા


વિભાગ – B માં પ્રકરણ – 1  આપણી આસપાસમાં દ્વવ્યના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply