Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 4

Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 4

ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 4  અહી વિભાગ – B માં પ્ર– 4 પરમાણુનું બંધારણના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

1. ઓક્સિજન અને મેગ્નેશિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો.

ઉત્તર :- ઓક્સિજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી : 2,6

મેગ્નેશિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી : 2,8,2

2.સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે? સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો.

ઉત્તર :- તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે.

પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મ સમજાવી શકાય છે.

3. જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો (i) પરમાણુનો પરમાણવીય ક્રમાંક કેટલો થાય ?અને (ii) પરમાણુનો વીજભાર કેટલો થાય?

ઉત્તર :- (i) પરમાણુનો પરમાણવીય ક્રમાંક 8 થાય. (ii) પરમાણુનો વીજભાર -2 થાય.

4. સમદળીય અથવા સમભારીય તત્વો એટલે શું.?

ઉત્તર :- જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક અસમાન પરંતુ પરમાણ્વીય દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય અથવા સમભારીય તત્વો કહે છે.

5. તફાવત આપો. પ્રોટોન અને ન્યુટ્રોન

ઉત્તર :- પ્રોટોન :- → તે કેન્દ્રમાં રહેલા કણ છે. → તે ધન વીજભારિત કણ છે.

ન્યુટ્રોન :- → તે કેન્દ્રમાં રહેલા કણ છે. → તે વીજભાર રહિત કણ છે.

6. ક્લોરિન અને સિલિકોનની ઇલેક્ટ્રોન રચના દર્શાવી તેમની સંયોજકતા જણાવો.

ઉત્તર :- સિલિકોનની બાહ્ય કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે.

ક્લોરિનની બાહ્ય કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે.

આમ, કોઈપણ તત્વની બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે.

7. બે પરમાણ્વીય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે દર્શાવેલી છે.

સ્પીસીઝ

XY

પ્રોટોન

6

6

ન્યુટ્રોન6

8

અહીં X તથા Y ના પરમાણુદળાંકની ગણતરી કરો. બે સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો.

ઉત્તર :- પરમાણુ X નો દળાંક = 6 + 6 =12

પરમાણુ Y નો દળાંક = 6 + 8 =14

પરમાણુ X અને Y માટે પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ પરમાણુદળાંક અસમાન હોવાથી X અને Y સમસ્થાનિક તત્વો છે.

Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 4


વિભાગ – B માં પ્રકરણ – 1  આપણી આસપાસમાં દ્વવ્ય ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply