GSEB 10th & 12th RESULT 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા – 2024 તારીખ 11-03-2024 થી 26-03-2024 સુધી લેવામાં આવેલ હતી. આ પરીક્ષાઓના પરિણામો વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ, વોટ્સએપ અને SMS દ્વારા જાણી શકશે. GSEB 10th & 12th RESULT 2024

ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ whatsapp દ્વારા કઈ રીતે તપાસવું

સૌપ્રથમ તમારા મોબાઇલ ફોન કોન્ટેક્ટમાં GSEB RESULT whatsapp નંબર 6357300971 સેવ કરો.

ત્યારબાદ whatsapp ખોલો અને આ સાચવેલા whatsapp સાથે નવી ચેટ શરૂ કરો આ નંબર પર માત્ર હાય Hi શબ્દ લખીને મેસેજ મોકલો. હાય સંદેશ મોકલ્યા પછી તમને whatsapp નંબર પરથી નીચે મુજબનો મેસેજ પ્રાપ્ત થશે.

નમસ્કાર,

ધોરણ-૧૦ (એસ. એસ. સી.) માર્ચ-૨૦૨૪ પરીક્ષાનું પરિણામ જાણવા માટે બેઠક ક્રમાંક નિયત નમૂનામાં મોકલો. (ઉ.દા: A0000000 અથવા B0000000 અથવા C0000000)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

Namskar,

To Know Result of Standard 10th (S.S.C.) March-2024 Examination, Please Send Seat Number in Proper Format. (Example: A0000000 or B0000000 or C0000000)

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar

હવે તમારે તમારા ધોરણ 10 અથવા 12 નો પરીક્ષાઓ દરમિયાન બોર્ડ દ્વારા આપવામાં આવેલ સાચો સીટ નંબર લખીને મેસેજ મોકલવાનો છે. તમારો  સીટ નંબર દાખલ કરવાની ખાતરી કરો. એકવાર તમે તમારો સીટ નંબર મોકલી દો પછી તમને તમારો ધોરણ 10 માં અથવા 12 નું પરિણામ ધરાવતો બીજો મેસેજ પ્રાપ્ત થશે.

 

વેબસાઈટની મદદથી રીઝલ્ટ કઈ રીતે તપાસવું

સૌ પ્રથમ તમારા વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં www.gseb.org ટાઈપ કરીને અને એન્ટર દબાવીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાવ. આ વેબસાઈટના હોમપેજ પર  પરિણામ 2024 ની લીંક શોધો. આ હોમપેજ પર આપેલી લીંક પર ક્લિક કરો.

આ લીંક પર તમને એવા પેજ પર લઈ જશે જ્યાં તમે તમારું પરિણામ તપાસવા માટે તમારી વિગતો દાખલ કરી શકો છો. પરિણામ પોર્ટલ પેજ પર તમને તમારો સીટ નંબર  દાખલ કરવા માટે કહેવામાં આવશે. તમારો  સીટ નંબર દાખલ કરવાની ખાતરી કરો. એકવાર તમે તમારો સીટ નંબર લખીને એન્ટર કરશો એટલે તમને તમારો ધોરણ 10 માં અથવા 12 નું પરિણામ જોઇ શકશો.

આ લિંક પર ક્લિક કરીને ડાયરેક્ટ પરિણામ મેળવી શકશો. CLICK HERE

GSEB 10th & 12th RESULT 2024


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડ પરીક્ષા – 2024 ના તમામ વિષયોના પ્રશ્નપત્રો અને તેની આન્સર કી GSEB SSC 10TH ANSWER KEY 2024 અહીં મૂકવામાં આવેલ છે.

GSEB SSC 10TH ANSWER KEY 2024


♦ આ પણ વાંચો ♦

⇒ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની યોજના એટલે “નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના – NAMO SARASWATI VIGYANSADHANA YOJANA”

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના

⇒ રાજયની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તાં વિદ્યાર્થીઓ માટે “શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana”.

શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana

નાણાં વિભાગના ઠરાવથી ધો. 1 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojana ની જોગવાઈ નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે શાળામાં વિદ્યાર્થીનું આકસ્મિક અવસાન થતાં શાળા દ્વારા આ કચેરીને વિદ્યાદીપ વીમા યોજના  Vidyadip Vima Yojana અંગેની દરખાસ્ત મોકલી આપવામાં આવે છે.

વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojna

⇒ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય આપવાની યોજના એટલે નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA” 

નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA


હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post
Exit mobile version