ધો.10ની બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત

શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધો.10ની બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પો આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ ૧૦ માં – વિદ્યાર્થીઓએ કુલ – ૭ વિષયનો અભ્યાસ કરવાનો હોય છે . જેમાં ત્રણ ભાષાઓ અને ગણિત , વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ફરજિયાત હોય છે . સાતમાં વિષય તરીકે વૈકલ્પિક વિષયો હોય છે .

જે વિદ્યાર્થીઓ ધોરણ -૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતા નથી તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ -૧૦ માં ગણિત વિષયમાં અનુત્તીર્ણ થવાને કારણે આગળનો અભ્યાસ કરી શકતા નથી . આવા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસની તક મળવી જોઈએ .

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ માં ગણિત જેવા વિષયોમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં બે વિકલ્પો આપવાની બાબત દર્શાવેલ છે . ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ -૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ -૧૦ ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપવા બોર્ડ દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક ( ૧ ) સામેના તા . ૦૯ / ૧૦ / ૨૦૧૯ ના પત્રથી દરખાસ્ત કરવામાં આવેલ હતી . જે બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી .

ઠરાવ :

પુખ્ત વિચારણાને અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી ધોરણ -૧૦ ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝીક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવે છે .

૧. ધોરણ -૧૦ નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એકસરખું જ રહેશે . શાળાકક્ષાએ કે વર્ગખંડકક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહિ .

૨ .ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ -૧૦ ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ પ્રકારના પ્રશ્નપત્રો આપવામાં આવશે . વિદ્યાર્થીએ જે તે વિકલ્પની પસંદગી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે કરવાની રહેશે . આ પ્રકારનો વિકલ્પ માત્ર ધોરણ – ૧૦ ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે આપવાનો રહેશે . જે વિકલ્પ આખરી રહેશે . ધોરણ -૯ માં ગણિત વિષયમાં આ પ્રકારનો વિકલ્પ આપવામાં આવશે નહિ .

૪. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ અલગ – અલગ રહેશે . બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર , પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામાં આવશે .

૫ . જે વિદ્યાર્થી ધોરણ -૧૦ માં ગણિત સ્ટાન્ડર્ડ રાખશે તે ધોરણ -૧૧ માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે .

6. જે વિદ્યાર્થી ધોરણ -૧૦ માં ગણિત બેઝિક રાખશે તે ધોરણ -૧૧ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહિ .

૭ . ધોરણ -૧૦ માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમ્યાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે .

૮. ધોરણ -૧૦ માં ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષાના નિયમોને આધિન પુનઃ ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક વિકલ્પ આપી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે . શાળા કક્ષાએ આચાર્યશ્રીએ તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ અંગે પૂરેપૂરી સમજ આપવાની રહેશે તેમજ વિદ્યાર્થીએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સંમતિ લેવાની રહેશે .

ઑફિશિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ધો.10 સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત

Plz share this post

Leave a Reply