વિદ્યાર્થી મિત્રો , અહીં ધો.1 થી 8 જ્ઞાનસેતુ(બ્રીજ કોર્ષ કલાસ રેડીનેશ) ની પીડીએફ ફાઈલ મૂકવામાં આવી છે.તમે તેને ડાઉનલોડ કરી શકશો.
હોમ લર્નિંગ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક વર્ષ પૂર્ણ થાય છે . હવે જયારે વિદ્યાર્થી નવા શૈક્ષણિક વર્ષમાં આવે છે ત્યારે તેમના આગળના શૈક્ષણિક વર્ષના પ્રારંભે તેમને ગયા વર્ષના ધોરણના અભ્યાસક્રમનો બ્રીજ કોર્સ થાય તે હેતુસર તેમજ આ વર્ષના અભ્યાસક્રમની સમજણ માટે આગલા ધોરણની જે – જે અધ્યયન નિષ્પત્તિની સમજની જરૂર પડે તે દરેક અધ્યયન નિષ્પત્તિની સમજ માટે આ “ જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ ક્લાસરેડીનેસ ‘ પુસ્તિકાનું નિર્માણ થયેલ છે .
આ ‘ જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ – ક્લાસરેડીનેસ ’ પુસ્તિકાનો અર્થસભર ઉપયોગ કરી શકાય તે માટેની અગત્યની બાબતો આ મુજબ છે :
આ પુસ્તિકા ગત વર્ષની કક્ષાના અભ્યાસક્રમને ધ્યાને લઈ નિર્માણ થયેલ છે . એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન હોમ લર્નિગ અંતર્ગત ઘરે રહીને પૂરા વર્ષ દરમ્યાન અભ્યાસ કરેલ ધોરણનો અભ્યાસક્રમ આગળના ધોરણમાં જતા પહેલાં બીજકોર્સ તરીકે પૂર્ણ કરશે અને પછીજ આગળના નવા ધોરણનો અભ્યાસક્રમ ચાલુ કરશે .
આ પુસ્તિકાનું વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિ અને અભ્યાસક્રમની અગ્રિમ બાબતોને ધ્યાને લઈ નિર્માણ કરેલ હોવાથી પુસ્તિકાના વિષયવસ્તુના દરેક ઉદાહરણોનો પૂર્ણ મહાવરો વિદ્યાર્થી દ્વારા સમયમર્યાદામાં થાય તે જરૂરી છે .
આપે આ પુસ્તિકાનો ઉપયોગ ગત વર્ષના પાઠ્યપુસ્તક સાથે રાખી કરવાનો છે . આ પુસ્તિકાનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે આપના શિક્ષક દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્ગદર્શન આપવામાં આવશે . આ પુસ્તિકાના વિષયવસ્તુ આધારિત સમજ નિર્માણ કરવામાં સહાયક વિડીઓ સામગ્રી પણ નિર્માણ થયેલ છે જેથી તેનું પ્રસારણ ટીવી , મોબાઈલ અને અન્ય ડીજીટલ માધ્યમો દ્વારા પ્રસારિત થનાર છે .
તારીખવાર ચોક્કસ સમયપત્રક પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રસારણ ધ્યાનથી નિહાળે તે જરૂરી છે . એપિસોડનાં પ્રસારણ દરમ્યાન “ જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ – ક્લાસરેડીનેસ ‘ પુસ્તિકામાંથી શક્ય હોય તેટલા ઉદાહરણો દ્વારા સમજ આપવાનો પ્રયાસ તજજ્ઞ દ્વારા થશે પરંતુ પુસ્તિકાના અન્ય બાકી રહેતા ઉદાહરણોનો મહાવરો વિદ્યાર્થીએ જાતે વાલી, મોટા ભાઈબહેન ,શિક્ષકની મદદથી કરવાનો રહેશે .
ધો.1 થી 8 જ્ઞાનસેતુ(બ્રીજ કોર્ષ કલાસ રેડીનેશ) તમામ પીડીએફ ફાઈલ એક જ કલિકમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.