વિદ્યાર્થી મિત્રો , અહીં ધો.9 જ્ઞાનસેતુ(બ્રીજ કોર્ષ કલાસ રેડીનેશ) વિષય:- ગણિત , ગુજરાતી , અંગ્રેજી ની પીડીએફ ફાઈલ મૂકવામાં આવી છે.તમે તેને ડાઉનલોડ કરી શકશો.
વર્તમાન સમયમાં છેલ્લા એક વર્ષથી આપણે સૌ કોરોનાની મહામારી સાથે ઝઝૂમી રહ્યા છીએ . આ વિષમ પરિસ્થિતિમાં મોટેભાગે વિદ્યાર્થીઓને શાળામાં હાજર રાખી શકાયા નથી પરંતુ આપણે શિક્ષણકાર્ય બંધ રાખ્યું નથી .
આપણે વર્ચ્યુઅલ રીતે આપણું શિક્ષણકાર્ય સાતત્યપૂર્ણ રીતે થાય એવા શુભાશયથી ધોરણ ૧ થી ૧૨ સુધીના સમગ્ર અભ્યાસક્રમને એપિસોડ ( તાસ ) માં વિભાજિત કરીને દૂરદર્શન કેન્દ્રની ડી.ડી. ગિરનાર ચેનલ તેમજ બાયસેગ મારફતે શિક્ષણ ઘરે -ઘરે પહોંચે તેવા પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવ્યાં.
સાથે – સાથે શિક્ષકમિત્રો દ્વારા સમયાંતરે સ્માર્ટ ફોન દ્વારા શિક્ષણ , ઘરે – ઘરે વાલી વિદ્યાર્થીઓનો સંપર્ક કરી ને પાઠ્યપુસ્તક વિતરણ , એકમ કસોટી , નિદાન કસોટી , શેરીશિક્ષણ તેમજ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પ્રત્યક્ષ શૈક્ષણિક માર્ગદર્શન આપવાના સાર્થક પ્રયાસો કરવામાં આવ્યા . ગુજરાત વર્ચ્યુઅલ શાળા ( GUS ) અંતર્ગત ઓન લાઈન ક્લાસ પણ ચલાવવામાં આવ્યા .
હોમલર્નિગ અંતર્ગત આ તમામ સામગ્રી સમગ્ર શિક્ષા , ગાંધીનગરની વેબસાઈટ , Diksha પ્લેટફોર્મ અને ગુજરાત ઈ ક્લાસ સમગ્ર શિક્ષા યુ – ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે . તેનાથી આપ સૌ અવગત છો .
આ “ જ્ઞાનસેતુ ‘ સાહિત્યમાં આપે ગત વર્ષ દરમિયાન પોતાના ધોરણનું શિક્ષણ હોમ લર્નિંગ અને અન્ય માધ્યમથી પ્રાપ્ત કર્યું છે . ત્યારે તેને બળવત્તર બનાવવાના હેતુથી આ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે . જેમાં આપવામાં આવેલ પ્રશ્નો , દાખલા અને ઉકેલ જેવી બાબતોનું લેખન કરવાનું છે. જ્યાં જરૂર જણાય ત્યાં પોતાની નોટબૂકમાં લખવાનું – ગણવાનું રહેશે .
આગામી નવીન શૈક્ષણિક સત્ર જ્યારે શરૂ થાય ત્યારે આ ‘ જ્ઞાનસેતુ ‘ સાહિત્ય અને તેને આધારે વિદ્યાર્થીઓએ કરેલ લેખનની નોટબૂક આપના શિક્ષકો દ્વારા ચકાસી જરૂરી ઉપચારાત્મક કાર્ય પણ કરાવવામાં આવશે . આ “ જ્ઞાનસેતુ ‘ સાહિત્ય વિદ્યાર્થીઓ માટે તેમને પ્રાપ્ત કરેલ જ્ઞાન અને શીખવાના જ્ઞાન વચ્ચે મહત્વના સેતુરૂપ બની રહેશે . એવી શ્રદ્ધા છે .
ગણિત વિષયની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ગુજરાતી વિષયની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
અંગ્રેજી વિષયની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.