std 10 gujarati ch9 ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 9 માધવને દીઠો છે ક્યાંય? (std 10 gujarati ch9) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 9 માધવને દીઠો છે ક્યાંય?

કવિનુ નામ :- હરીન્દ્ર દવે

કાવ્યપ્રકાર :- ઊર્મિગીત

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ …

(A) કદંબની ડાળ (B) કૃષ્ણમિલન

(C) યમુનાનું વહેણ (D) કૃષ્ણ માટેનો વિરહ

ઉત્તર:-

(B) કૃષ્ણમિલન

(2) કવિ કોના ઊડતા આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે?

(A) મોરપિચ્છ (B) પક્ષીઓના

(C) સ્વર્ગનું વિમાન (D) મારગની ધૂળ

ઉત્તર:-

(A) મોરપિચ્છના

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.

(1) મારગની ધૂળને કવિ શું પૂછે છે?

ઉત્તર:- તમે મારા માધવને કયાંય દીઠો છે?

(2) પાતાળમાં કોણ પરખાય છે?

ઉત્તર:- હરિવર

3. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

(1) રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે …

ઉત્તર:-તેને બહાવરી રાત્રિના પગલાનો સ્પર્શ થયો છે.

(2) જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે?

ઉત્તર:-ચંદ્રના કિરણોનું

4. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં જવાબ આપો.

(1) માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :-‘માધવને દીઠો છે ક્યાંય?’ ગીતના આરંભનો પ્રશ્ન જ માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા સૂચવે છે. વાંસળીના સૂર અને કૃષ્ણ બંનેનો સંબંધ અવિનાભાવી છે. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ આદરી છે. એ બાળકૃષ્ણ સાથે જોડાયેલાં તમામ સજીવ નિર્જીવ તત્ત્વો પાસે જઈ ‘મારા માધવને દીઠો છે ક્યાંય?’ એવો પ્રશ્ન પૂછે છે. એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળશે જ.

એટલે સૌપ્રથમ કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી મારગની ધૂળને પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ ન મળતાં એ યમુનાનાં વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાનાં વહેણને મૂંગાં જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે. પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવરી રાત્રિનાં પગલાંના સ્પર્શથી રાતરાણીને ઝાકળમાં નહાતી જુએ છે, પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી.

કૃષ્ણના મુગટનું મોરપિચ્છ ઊડતું આવે તો એના સુંવાળા રંગ સાચવવાની એને ઇચ્છા થાય છે. અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે. સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઊગતો દેખાય છે અને એ ચંદ્રનાં કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં હરિવર (કૃષ્ણ) પરખાય (દેખાય) છે. અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે.

(2) કાવ્યપંક્તિ સમજાવો.

વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક

ઢૂંઢે કદંબની છાંય,

મારગની ધૂળને ઢંઢોળી પૂછે,

મારા માધવને દીઠો છે ક્યાંય?

ઉત્તર:-વાંસળીથી છૂટો પડીને આ એક સૂર કદંબની છાયામાં કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે એણે મારા માધવને કયાંય જોયો છે.?


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી શબ્દો

વિખૂટું – અલગ,જદું પડેલું

સૂર – સ્વર

કદંબ – એક વૃક્ષ (જેના પર બેસી શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હતા.)

લે’રખી – પવનની લહેર

વિભાવ૨ી – રાત્રી,નિશા

ઉજાસ – અજવાળું

પરખાય – ઓળખાય

માધવ – કૃષ્ણ,શ્યામ

મયંક – ચંદ્ર

તળપદા શબ્દો

મારગ – માર્ગ,રસ્તો

વિરુદ્ધાર્થી શબ્દો

સાંજ × સવાર

ઉજાસ × અંધકાર


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-1 વૈષ્ણવજન

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-2 રેસનો ઘોડો 

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-3 શીલવંત સાધુને

ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી

ધો.10 ગુજરાતી પ્ર – 5 દીકરી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર-6 વાઇરલ ઇન્ફેક્શન

ધો.10 ગુજરાતી પ્ર – 7 હું એવો ગુજરાતી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી

ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?

ધો.10 ગુજરાતી પ્ર – 10 ડાંગવનો અને …


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-1 વૈષ્ણવજન :- MCQ

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-2 રેસનો ઘોડો :- MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 5 દીકરી MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ-6 વાઇરલ ઇન્ફેક્શન MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 7 ‘હું એવો ગુજરાતી’ – MCQ


બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

 

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post
Exit mobile version