ધોરણ 10 ગુજરાતી ગાઈડ પીડીએફ પ્રકરણ-2 રેસનો ઘોડો

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 2 રેસનો ઘોડો સ્વાધ્યાયના (std 10 gujarati ch2) તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 2 રેસનો ઘોડો

લેખિકાનુ નામ :- વર્ષા અડાલજા

સાહિત્યપ્રકાર :- નવલિકા

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. સાચો વિકલ્પ પસંદ કરો.

(1) વિનુકાકા વાતવાતમાં કહેતા …..

(A) નિશાન ઊંચું રાખવું.

(B) નિશાન નીચું રાખવું.

(C) અન્યને નિશાન બનાવવું.

(D) ક્યારેય કોઈ નિશાન ન રાખવું.

ઉત્તર :

(A) નિશાન ઊંચું રાખવું.

(2) અંકિતનાં માતા-પિતાનું સ્વપ્ન હતું કે ….

(A) તે માત્ર ડિગ્રીઓ મેળવે.

(B) તે ઉમદા માણસ બને.

(C) તે ડૉક્ટર બને.

(D) તે ખૂબ પૈસાવાળો બને.

ઉત્તર :

(B) તે ઉમદા માણસ બને.

2. એક-એક વાક્યમાં ઉત્તર આપો.

(1) અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી?

ઉત્તર :અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે તેના માતાપિતા માટે સમય નથી.

(2) અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયાં પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં?

ઉત્તર :અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ-મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં.

3. બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો.

(1) “બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું” વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો.

ઉત્તર :બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુકાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણીગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતાપિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું.

(2) ‘હવે અમેરિકા ક્યારે જશો?’ પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર :હવે અમેરિકા ક્યારે જશો? એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધુણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો.

4. સાત આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) ‘રેસનો ઘોડો’ વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો.

ઉત્તર :‘રેસનો ઘોડો’ વાર્તામાં સંજય-નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા-મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ-ઘડતરની વાત લેખકે સરસ કથાગૂંથણી દ્વારા રજૂ કરી આપી છે.

વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ, શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબહેન સિફતપૂર્વક અંક્તિને પોતાની તરફ લઈને, એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે. આમ, બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે.

વિનુકાકા સૌરભને, રેસના ઘોડાની જેમ, એનાં સ્વતંત્રતા અને બાળપણને ભોગે, પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે, પણ મા-બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબહેન અંક્તિને, એનાં સ્વતંત્રતા અને બાળપણ આપીને, મા-બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. તે સારો માણસ બને છે. પરિવાર સાથે રહે છે. પ્રેમ, સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા, બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોનું નિરૂપણ કર્યું છે.

(2) ‘આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.’ આ વિધાન વિગતે સમજાવો.

ઉત્તર :-આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન અંકિતનાં મમ્મી નીનાબહેનનુ છે. નીનાબહેન પોતાના પુત્ર અંક્તિને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યાં. સાથે રહીને બાળસહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુમ્બિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું.

બાળકને (અંકિતને) ટોકતા રહેવાનું, ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું. નીનાબહેન માનતાં હતાં કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું.

(3) ‘રેસનો ઘોડો’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.

ઉત્તર :‘રેસનો ઘોડો’ એટલે ઘોડદોડની રેસ. એમાં જે ઘોડો પ્રથમ આવે તે વિજેતા ગણાય. આ વાર્તામાં વિનુકાકાના વિચારો આ જ વાતને સ્વીકારે છે. એ માટે તેમણે પોતાના પુત્ર સૌરભ અને પડોશીના પુત્ર અંક્તિ બંનેની શૈક્ષણિક કારકિર્દી ઘડવા સવિશેષ ધ્યાન આપ્યું. તેઓ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક મેળવે, અખબારમાં તેમની મુલાકાત લેવાય, તેમના ફોટા આવે એવું તેઓ ઇચ્છતા હતા. એ માટે તેઓ આ બાળકોને ટપારતા, ઓછા માર્ક્સ આવે તો ઉતારી પાડતા. આવી તો કંઈ કેટલીય હરકતો તેમના દ્વારા બાળકો પર થતી.

એમાં તેમની મહેનત તેમના પુત્ર સૌરભ પર સફળ થઈ. તે રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હૉસ્પિટલમાં કામે લાગી ગયો. એની નામના વધી. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી; પરંતુ ધીરે ધીરે તેના વર્તનથી માબાપ દુઃખી થઈ ગયાં. ઘડપણનો સહારો છૂટી ગયો અને સૌરભે સંપત્તિને વહાલી ગણી. આમ, સૌરભ શિક્ષણક્ષેત્રે ‘રેસનો ઘોડો’ જીતી ગયો, પણ સંસ્કારક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ ‘રેસનો ઘોડો’ શીર્ષક યથાર્થ છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦સમાનાર્થી શબ્દો♦

નિર્દોષ – દોષ વિનાનું

ઉમળકો – હેતનો ઊભરો

લિજ્જત – લહેજત, મજા

માયકાંગલું – નબળું , માવડિયું

♦રૂઢિપ્રયોગ♦

ભારે હૃદયે – દુઃખી હૃદયે

આંખ ભીની થવી – લાગણીસભર થવું

મોંમાં ઘી-સાકર – સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી

માથું ધુણાવવું – માથું હલાવી ‘હા’ કે ‘ના’નો ઈશારો કરવો


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-1 વૈષ્ણવજન

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-2 રેસનો ઘોડો 

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-3 શીલવંત સાધુને

ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી

ધો.10 ગુજરાતી પ્ર – 5 દીકરી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર-6 વાઇરલ ઇન્ફેક્શન

ધો.10 ગુજરાતી પ્ર – 7 હું એવો ગુજરાતી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી

ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?

ધો.10 ગુજરાતી પ્ર – 10 ડાંગવનો અને …


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-1 વૈષ્ણવજન :- MCQ

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-2 રેસનો ઘોડો :- MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 5 દીકરી MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ-6 વાઇરલ ઇન્ફેક્શન MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 7 ‘હું એવો ગુજરાતી’ – MCQ


બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

 

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply