ધોરણ 10 સામાજિક વિજ્ઞાન નવનીત ગાઈડ પ્રકરણ-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા (std10 social science ch2) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

(1) નીચેના પ્રશ્નોનાં ઉત્તર સવિસ્તાર લખો.

(1) પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.

ઉત્તર :માનવજીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે.ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ્ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડાં, ઘડા, કુલડી, કોડીયાં, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય.

એ સમયે ઘરોની દીવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું.પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવાં પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતાં. રસોઈનાં વાસણો પણ માટીનાં રહેતાં.લોથલ, મોહેં-જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયનાં માટીનાં લાલ રંગનાં પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યાં છે.

કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રીમાં ગરબા ( અંદર દીવો હોય તેવો માટીનો કાણાં પાડેલો ઘડો ) જોવા મળે છે.

કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા (ટેરાકૉટા) વાસણો તેમ જ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંઘણજ (મહેસાણા જિલ્લા) માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે.

(2) “ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.” તે સ્પષ્ટ કરો.

ઉત્તર :પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલાં પશુઓનાં ચામડાંનો ચર્મઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો.

→ ચામડાંને જૂની પદ્ધતિઓથી કમાવવામાં (Process) આવતાં.→ ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારાં, ઢોલક, તબલાં જેવાં સંગીતનાં સાધનો, લુહારની ધમણો, પગરખાં, પાલતુ પ્રાણીઓને બાંધવાનાં સાધો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતાં.

→ આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાનાં પાકીટ, પટ્ટા તેમજ ઊંટ-ઘોડાનાં સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવાં સાધનો ચર્મઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે.→ પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા.આમ, ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે.

(3) સંગીત રત્નાકરનો પરિચય આપો.

ઉત્તર :→ સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.→ સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે.→ તેઓ દેવગિરિ (દોલતાબાદ) માં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા.→ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ‘સંગીત રત્નાકર’ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.→ સંગીતનાં અંગો સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ બેજોડ ગણાય છે.

(4) કથકલી નૃત્ય વિશે સમજ આપો.

ઉત્તર :→ કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.→ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયાં.→ આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.→ તેનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ) ને સમજવું પડે છે.

→ કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે.→ એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકનાં પાત્રોને સજીવ કરે છે.→ ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ (સ્થાપિત કલામંડળમાં કથકલી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.

(2) નીચેના પ્રશ્નોનાં મુદ્દાસર જવાબ લખો.

(1) નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો.

ઉત્તર :નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ ‘નૃત્’ (નૃત્ય કરવું) પરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે.→ નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ-નટરાજ  કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે.→ ભારતમાં (1) ભરતનાટ્યમ્ (2) કૂચીપુડી (3) કથકલી (4) કથક (5) મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે.

1. ‘ભરતનાટ્યમ્’ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે. તેનું ઉદ્ભવસ્થાન તાંજોર જિલ્લો ગણાય છે.→ ભરતનાટ્યમનો મુખ્ય આધાર-સ્રોત ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વરરચિત ‘અભિનવદર્પણ’ નામના ગ્રંથો છે.→ ભરતનાટ્યના ખ્યાતનામ કલાકારોમાં મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમામાલિની વગેરે મુખ્ય છે.

2. ‘કૂચીપુડી’ નૃત્ય આંધ્ર પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15 મી સદી દરમિયાન થઈ છે.→ તે મુખ્યત્વે સ્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરે છે.→ કૂચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે.→ ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કૂચીપુડી નૃત્યશૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે.

3.→ કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.→ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયાં.→ આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.→ તેનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ) ને સમજવું પડે છે.

→ કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે.→ એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકનાં પાત્રોને સજીવ કરે છે.→ ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ (સ્થાપિત કલામંડળમાં કથકલી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.

(2) ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.

ઉત્તર :-→ ગરબો શબ્દ ‘ગર્ભ-દીપ’ પરથી બન્યો છે.→ કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું, તેને ગરબો કહેવામાં આવે છે.→ સમગ્ર ગુજરાતમાં નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 ( ક્યાંક સુદ-૧૦ કે શરદપૂનમ ) દરમિયાન ગરબા રમાય છે.

→ નવરાત્રી એ આદ્યશક્તિ મા જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે.→ સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી, તેની વર્તુળાકારે ફરતાં ફરતાં તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે.

→ આ ઉપરાંત, ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારાં સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતાં હોય છે.→ ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્તકવિ દયારામે ગોપીભાને શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે.

(3) ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીનાકારીગરી અંગે જણાવો.

ઉત્તર :→ ભારત આશરે 7517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે. તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે.→ ભારતના કારીગરોએ બનાવેલાં હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા.

→ ભારતના લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે.→ પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, અમીર-ઉમરાવો, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવાં કીમતી રત્નોનો ઉપયોગ કરતા.

→ પ્રાચીન સમયના રાજા-મહારાજાઓ અને બાદશાહો તેમનાં સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા.→ વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે.→ કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નનાં નાળિયેર, ઈંઢોણી, હાથપંખા, બળદ માટેના મોડિયાં, શીંગડાં, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે.

→ વિશ્વના દેશોમાં માત્ર ભારતદેશ જ સોના-ચાંદીની મીનાકારીની કલામાં મોખરાના સ્થાને છે.→ મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝૂમખો વગેરે સોના-ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. → ભારતમાં જયપુર, લખનઉ, દિલ્લી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે.

(4) ગુજરાતનાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો.

ઉત્તર :-ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને રિઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબનાં નૃત્યો કરે છે.→ તેમનાં મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને ફિઢ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે થતાં હોય છે.→ તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે.

→ આવાં નૃત્યોમાં  ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવાં પક્ષીઓની નકલ કરે છે.→ ડાંગના આદિવાસીઓ ‘માળીનો ચાળો’ તેમજ ‘ઠાકર્યા ચાળો’ જેવાં નૃત્યો કરે છે.→ ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે.

3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

(1) ‘સંગીત રત્નાકર’ અને ‘સંગીત પારિજાત’ ગ્રંથોની રચના કરનાર પંડિતોનાં નામ જણાવો.

ઉત્તર :→ ‘સંગીત રત્નાકર’ ની રચના પંડિત સારંગદેવે કરી છે.→ ‘સંગીત પારિજાત’ ની રચના  ‘પંડિત અહોબલે’ કરી છે.

(2) ‘કાંતણ’ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?

ઉત્તર :કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેચવા સાથે તેમને વળ ચડાવી એક બીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે.

(3) લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે?

ઉત્તર :લોથલના કારીગરો ધાતુઓમાંથી દાતરડાં, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવાં તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનુ જણાયુ છે.

(4) હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા?

ઉત્તર :હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.

(5) ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.

ઉત્તર:શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે. ભવાઈ એ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું.

મોટે ભાગે પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે), એ ભવાઈની  વિશેષતા રહી છે.ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો યોજાય છે.ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.

(1) નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ?

(A) ઊરુભંગ (B) કર્ણભાર (C) મેઘદૂતમ્ (D) દૂતવાક્યમ

ઉત્તર:(C) મેઘદૂતમ્

(2) વૈજ્યંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?

(A) મણિપુરી નૃત્યશૈલી (B) કુચીપુડી નૃત્યશૈલી (C) કથકલી નૃત્યશૈલી (D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી

ઉત્તર:(D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી

(3) ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?

(A) ઋગ્વેદ (B) સામવેદ (C) યજુર્વેદ (D) અથર્વવેદ

ઉત્તર:(B) સામવેદ

(4) ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિન્દ’ તરીકે કોણ જાણીતું હતું?

(A) તાનસેન (B) તુલસીદાસ (C) કબીર (D) અમીર ખુશરો

ઉત્તર:(D) અમીર ખુશરો

(5) ‘ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય?

(A) આદિવાસીઓનું નૃત્ય (B) ભરવાડોનું નૃત્ય(C) કોળીઓનું નૃત્ય (D) પઢારોનું નૃત્ય

ઉત્તર:(A) આદિવાસીઓનું નૃત્ય

(6) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?

(A) રાજસ્થાન (B) આંદામાન (C) આફ્રિકા (D) થાઇલેંડ

ઉત્તર:(C) આફ્રિકા

(7) વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

(A) 21 જૂન (B) 1 મે (C) 21 એપ્રિલ (D) 5 સપ્ટેમ્બર

ઉત્તર:(A) 21 જૂન


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ

 

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply