ધો.10 સામાજિક વિજ્ઞાન પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

std10 social science ch4

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડપ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો (std10 social science ch4) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:-std10 social science ch4

(1) ભારતમાં વેદો કેટલા છે અને ક્યા ક્યા છે તે સમજાવો.

ઉત્તર :ભારતમાં વેદો ચાર છે.(1) ઋગ્વેદ (2) યજુર્વેદ  (૩) સામવેદ અને (4) અથર્વવેદ

→ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદભૂત ગ્રંથ છે.તેમાં કુલ 1028 ઋચાઓ (સૂક્તો) છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓછે.આ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે.

→ યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.

→સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને ‘સંગીતની ગંગોત્રી ’ કહે છે.

→અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.

(2) તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.

ઉત્તર :→ તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.→ સાતમા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું.

→ એક દંતકથા (મૌખિક વાર્તા) પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાયછે.

→તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું.

→ વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરનાં શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા. →ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું.

→ અર્થશાસ્ત્રના રચિયતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્તમૌર્યે, કૌશલના રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.

→તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું. →પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

(3) મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો.

ઉત્તર :→ મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું. → આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો. → મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું.

→ આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું તેમજ વ્યાકરણગ્રંથો, વિજ્ઞાનવિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો રચાયા. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું.

→ દિલ્લીના સલ્તનતકાળ દરમિયાન હિંદી ભાષાનાં બે સ્વરૂપો વ્રજ અને ખડીબોલીમાં અનેક ભક્તિગીતોરચાયાં.→રાજસ્થાની ભાષામાં ‘આલ્હા’, ‘ઉદલ’, ‘બીસલદેવરાસો’ નામની પ્રખ્યાત વીરગાથાઓરચાઈ.

→ મુલ્લા દાઉદરચિત ‘ચંદ્રાયન’ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો (ટીકા ગ્રંથો) સંસ્કૃત ભાષામાં રચાયા હતા.→ સલ્તનતકાળમાં ફારસી દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.

→ તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે. કબીર જેવા ભક્તિમાર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા લોકસાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે.

→ આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મ્દજાયસીએ પજ્ઞ્નાવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો.→ બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃત્તિવાસે ‘રામાયણ’, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્યે ભક્તિગીતો રચ્યાં.

→ નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાંબાઈએરાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિ પદો રચ્યાં. →કશ્મીરમાં જૈનુલઅબિદિનના આશ્રયે મહાભારત અને ‘રાજતરંગિણી’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.

→ વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે  ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ રચ્યો.→મુઘલ બાદશાહ બાબરે ‘તુઝુકે બાબરી’ અને બાદશાહ જહાંગીરે ‘તુઝુકે જહાંગીરી’ નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા ‘હુમાયુનામા’ લખી.

→ બાદશાહ અકબરના સમયમાં અબુલફઝલે ફારસી ભાષામાં ‘આયને – અકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અકબરની આત્મકથા ‘અકબરનામા’ લખી. અબુલફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા.→ અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા.

→ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુરશાહઝફર ઉર્દૂ ભાષાનો કવિ હતો.→મધ્યયુગ દરમિયાન ઉર્દૂ ભાષાનો જન્મ થયો, જે ભાષા – સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થઈ ગયા.

→ 18 મી સદી દરમિયાન ઉર્દૂ ગ્રંથો લખાયા, જેમાં મુહંમદહુસેન આઝાદનો દરબારે અકબરી એક મહત્ત્વનો ગ્રંથ છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:-std10 social science ch4

(1) વલભી વિદ્યાપીઠની માહિતી આપો.

ઉત્તર :→ વલભી વિદ્યાપીઠ ઈ.સ. 7 મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું.→ ભાવનગર પાસેનું વલભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું.→ વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો – શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો.

→ વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા; છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથીવિદ્યાલયનો નિભાવ થતો હતો.→ વલભીવિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ – વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા.

→ એ સમયે વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં, બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું.→ 7 મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનોસ્થિરમતિ અને ગુણમતિ આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોનાં નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા.

→ આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદા પર નિમણૂક થતી.→વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર, આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.

→ ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે, વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી.→ આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો.

(2) નાલંદા વિદ્યાપીઠ વિશે માહીતી આપો.

ઉત્તર:→ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે.→ ભારતીય સંસ્કૃતિમાં બૌદ્વ અને જૈન પરંપરામાં નાલંદાનુ મહત્વ ઘણુ છે.

→ મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું.→ ઈસુની5 મીથી7 મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ-પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા.

→ આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજનાનામથીઓળખાતો હતો.→ 7 મી સદીમાં ચીની પ્રવાસી યુઅન – સ્વાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મનાંશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો.

→ નાલંદાવિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાનખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મો હતા વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલાં અનેક ગામોનીઆવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રોવિનામૂલ્યે પૂરાં પાડવામાં આવતાં હતાં.

→ નાલંદાવિદ્યાપીઠમાં તત્ત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.→લગભગ 700 વર્ષ સુધી દેશ – પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદાવિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે.

3. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો:-std10 social science ch4

(1) યજુર્વેદ વિશે સમજૂતી આપો.

ઉત્તર :-યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપોમાંરચાયેલ છે. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રોક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

(2) અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે?

ઉત્તર:અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.

(3) શ્રીમદભગવદગીતામાં ક્યા દર્શનિકસિદ્ધાંતોનું વિવેચન છે?

ઉત્તર: શ્રીમદભગવદગીતામાં ગહન દર્શનિકસિદ્ધાંતોનું વિવેચન છે.તેમાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભકિત માર્ગનુ વિવેચન કરવામાં આવ્યુ છે.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:-std10 social science ch4

(1) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ……. છે.

(A) ઋગ્વેદ (B) યજુર્વેદ (C) સામવેદ (D) અથર્વવેદ

ઉત્તર: (A) ઋગ્વેદ

(2) બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?

(A) પાલી (B) હિન્દી (C) બ્રાહ્મી (D) ગુજરાતી

ઉત્તર:(A) પાલી

(3) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે ?

(A) તમિલ (B) તેલુગુ (C) કન્નડ (D) મલયાલમ

ઉત્તર:(A) તમિલ

(4) કવિ ચંદબરદાઈનોક્યો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?

(A) પૃથ્વીરાજરાસો (B) વિક્રમાંકદેવચરિત (C) કવિરાજમાર્ગ (D) ચંદ્રાયન

ઉત્તર:(A) પૃથ્વીરાજરાસો

(5) મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?

(A) અષ્ટાધ્યાયી (B) પૃથ્વીરાજરાસો  (C) વિક્રમાકદેવચરિત  (D) ચંદ્રાયન

ઉત્તર:(A) અષ્ટાધ્યાયી

આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2
ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 સાચુ કે ખોટું
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ
ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું
ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


Plz share this post

Leave a Reply