ધોરણ 10 ગુજરાતી પ્રકરણ – 10 ડાંગવનો અને …

std 10 gujarati ch10

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 10 ડાંગવનો અને … (std 10 gujarati ch10) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 10 ડાંગવનો અને …

લેખકનુ નામ :- મહેન્દ્રસિંહપરમાર

સાહિત્યપ્રકાર :- લલિત નિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1.નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.std 10 gujarati ch10

(1) અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા?

(A) અંકલ ઈશ્વર (B) ઔધોગિક મથક

(C) ગંદકેશ્વર (D) દૂર્ગધેશ્વર

ઉત્તર:- (C) ગંદકેશ્વર

(2) શેના કારણે સાગનાં ઝાડ શણગારેલાં લાગે છે?

(A) લાઈટના કારણે (B) આગિયાના કારણે

(C) બીજાં વૃક્ષોને કારણે (D) ફૂલ-ફળથી

ઉત્તર:- (B) આગિયાના કારણે

2.નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.std 10 gujarati ch10

(1) શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા?

ઉત્તર:- મૃત્યુના માનમાં

(2) ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો?

ઉત્તર:- ગિરા નદી પરથી

3.નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.std 10 gujarati ch10

(1) લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે …

ઉત્તર:- લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી, કારણ કેદરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહીડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્તા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું.

(2) લેખક પોતાને ટચૂકડાબુભુક્ષમાછીમારો સાથે સરખાવે છે કારણ કે …

ઉત્તર :- લેખક પોતાને ટચૂકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાંની રાહ જોતાં ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલાં નદી, ધોધ અને તળાવનાં રમ્ય રૂપને જોવા ઊભા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે ઊર્જા મળે છે!

4.નીચેના પ્રશ્નનો સાત – આઠ લીટીમાં જવાબ આપો.std 10 gujarati ch10

(1) આહવાનીવનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો.

ઉત્તર :- આહવાની વનસંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. એની રંગરમણા અદ્ભુત છે. નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતાં ધરો લાલ પર્ણોનાં હોય તેવાં લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી (રસ્તો) સાપના આકારની છે.સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ (લીલાશ) છે. એ બંનેનો તોર (મિજાજ) સૂર્યપ્રકાશથી ચડિયાતો છે. આ દશ્ય નયનરમ્ય છે.

પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગ – ગંધ – અવાજના ત્રિવિધ રૂપની, ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દશ્ય – શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે. થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાનીવનસંપદાની મનોહર દુનિયા છે.

♦ વ્યાકરણ વિભાગ ♦

♦સમાનાર્થી શબ્દો♦

ઘરોબો – નિકટતા,પરિવાર જેવો સંબંધ

આછેરો – થોડો

ક્ષિતિજ – પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, (અહીં) ક્ષિતિજ સુધી

ચિક્કાર – ખૂબ જ, અતિશય

ગાયબ – અદેશ્ય

અંજલિ – ખોબો

શંકિત – શંકાશીલ

આદિમ – પ્રારંભનું, મૂળનું

વનસંપદા – વનની સંપત્તિ

હેમ – સુવર્ણ, સોનું, કનક

છાક – નશો, કેફ

ઓથ – સહારો

સન્નિધિ – સમીપતા

ગજયૂથ – હાથીનું ટોળું

સાયુજ્ય – એક થઈ જવું તે

બુભુક્ષ -ભૂખ્યું

રૂબરૂ – પ્રત્યક્ષ

ગિરા- વાણી, ભાષા

ઘાયલ – જખમી (અહીં) પ્રેમથી ઓતપ્રોત

♦વિરુદ્ધાર્થી શબ્દો♦

પ્રત્યક્ષ × પરોક્ષ

નજીક × દૂર

અસમર્થ × સમર્થ

♦તળપદા શબ્દ♦

હાંઉં – બસ

♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦

આંખને ગમી જાય તેવું – નયનરમ્ય

મનને હરી લે તેવું – મનોહર


આ ઉપરાંત  નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply