ધોરણ 10 સામાજિક વિજ્ઞાન નવનીત ગાઈડ પ્રકરણ-3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય (std10 social science ch3) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.

(1) પ્રાચીન ભારતનું નગર  આયોજન સમજાવો.

ઉત્તર :પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે.( 1 ) શાસક અધિકારીઓનો ગઢ (સિટડલ)(2) અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર(3) સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર

પ્રાચીન ભારતનાં નગરોની વિશેષતાઓ:-→ શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે.→ અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દીવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી બે-પાંચ ઓરડાવાળાં મકાનો મળી આવ્યાં છે.→ સામાન્ય નગરજનોના નીચલા નગરનાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોનાં બનાવેલાં છે.

(2) મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.

ઉત્તર :-

મોહેં-જો-દડો નગરના રસ્તાઓ:અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા હોવાનું મનાય છે.

નગરના રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહિ. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એક્બીજાને કાટખૂણે છેદતા હતા.

મોહેં-જો-દડો નગરની ગટર યોજના:→ પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીકના ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.→ નગરમાંથી ગંદા પાણીના  નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.દરેક મકાનમાં ખાળકૂવો હતો.

→ આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે.→ ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દૃષ્ટિનો ઉત્તમ નમૂનો છે.

→ ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા. મોહેં-જો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી.

(૩) ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો.

ઉત્તર :ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે.

1. જૂનાગઢ ગુફાઓ :-જૂનાગઢમાં આ ત્રણ ગુફાસમૂહ આવેલા છે.

(1) બાવાપ્યારાનો ગુફાસમૂહ : આ ગુફાઓ બાવાપ્યારાના મઠ પાસે આવેલી છે. તે ત્રણ હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજ સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં ચાર, બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ 16 ગુફાઓ છે. તે ઈ.સ.ની શરૂઆતની એક-બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે.

(2) ઉપરકોટની ગુફાઓ : આ ગુફાઓ બે માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે. તે ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે.

(૩) ખાપરા-કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઈ.સ. ત્રીજ સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.

2. ખંભાલીડા ગુફાઓ:-રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે ઈ.સ. 1959 માં શોધાઈ હતી. તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશમાર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બોધિસત્ત્વ (ભગવાન બુદ્ધ) અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ – આ બધાં સ્થાપત્યો ઈ.સ.ની બીજી સદીનાં છે.

૩. તળાજા ગુફાઓ :-ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગિરિ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંનાં એભલમંડપ (સભાખંડ) અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન છે. બૌદ્ધ ધર્મનાં સ્થાપત્યોની આ ગુફાઓ ઈ.સ.ની ત્રીજી સદીની છે.

4. સાણા ગુફાઓ :-આ ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.

5. ઢાંક ગુફાઓ :-આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગિરિ નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે.

6. ઝીંઝુરીઝર :-ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈ.સ.ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે.

7. કચ્છની ખાપરા – કોડિયાની ગુફાઓ :-આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈ.સ. 1967 માં શ્રી કે.કા.શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી.

8. કડિયાડુંગર ગુફા :-ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયાડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ ગુફાઓ સ્થાપત્યની દષ્ટિએ બેનમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે. સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે.

2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.

(1) ધોળાવીરા વિશે માહિતી આપો.

ઉત્તર :→ ધોળાવીરા ભૂજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે.→ તે હડપ્પાનગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે.

→ ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યારપછી ઈ.સ. 1990 માં પુરાતત્ત્વવિદ રવીન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.

→ ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.→ નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલ માટી, પથ્થર અને ઇંટોમાંથી બનાવેલ છે.→ નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધીકરણની આ વ્યવસ્થા અદભુત હતી.

આમ, ધોળાવીરાની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે.

(2) લોથલ ભારતનું અગત્યનું બંદર હતું.સમજાવો.

ઉત્તર :→ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 86 કિલોમીટર દૂર છે.→ લોથલનાં મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલનાં મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયાં હશે.

→ લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંઘરવા માટેનો એક મોટો ધક્કો(ડોક્યાર્ડ) મળી આવ્યો છે.→ આ ધક્કો, વખારો, દુકાનો આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે.આમ, લોથલમાંથી મળી આવેલ ધક્કો-ગોદી, વખારો-ગોદામો, દુકાનો , આયાત-નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.

(3) સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો.

ઉત્તર :-→ મૌર્યસમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા, શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા.→ આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે.→ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલાએ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા.

→ પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય!→ સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો, જેથી ત્યાં લેખ કોતરી શકાય.→ સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલાહાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય પ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે.

→ અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.→ આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને, એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.→ સારનાથએ ભગવાન બુદ્ધના ઉપદેશ (ધર્મચક્રપ્રવર્તન) નું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંક્તિ કરેલાં છે. આ ઉપરાંત, તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે.

→ 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે.

(4) મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો.

ઉત્તર :→ મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે.→ તે ઈ.સ. 1026 માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.→ આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે.

→ આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.→ આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલાં છે. તેમાં સવાર-સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દશ્ય સર્જાય છે.

3. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો :

(1) શિલ્પ એટલે શું ?

ઉત્તર :શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી-હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા.

(2) સ્થાપત્ય એટલે શું ?

ઉત્તર :મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે.

(3) મોહેં-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો.

ઉત્તર :મોહેં-જો-દડોનો અર્થ ‘મરેલાનો ટેકરો’ એવો થાય છે.

મોહેં-જો-દડો નગરના રસ્તાઓ:અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા હોવાનું મનાય છે.

નગરના રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહિ. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એક્બીજાને કાટખૂણે છેદતા હતા.

(4) સ્તૂપની સમજૂતી આપો.

ઉત્તર :સ્તૂપ એટલે ભગવાન બુદ્વના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

(1) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

(A) વાસ્તુ (B) કોતરણી (C) મંદિર (D) ખંડેર

ઉત્તર :(A) વાસ્તુ

(2) લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?

(A) ખીલો (B) થાંભલો (C) ધક્કો (D) જાળી

ઉત્તર :(C) ધક્કો

(3) સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

(A) હિન્દી (B) બ્રાહ્મી (C) ઉર્દૂ (D) ઉડીયા

ઉત્તર :(B) બ્રાહ્મી

(4) ગુજરાતના ……. ખાતે સૂર્યમંદિર આવેલું છે.

(A) મોઢેરા (B) વડનગર (C) ખેરાલુ (D) વિજાપુર

ઉત્તર :(A) મોઢેરા

(5) અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે?

(A) જામા મસ્જિદ (B) જુમ્મા મસ્જિદ  (C) સિપ્રીની મસ્જિદ (D) મસ્જિદે નગિના

ઉત્તર :(A) જામા મસ્જિદ


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ

 

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply