ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 4 ભૂલી ગયા પછી (std 10 gujarati ch4) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 4 ભૂલી ગયા પછી

લેખકનુ નામ :- રઘુવીર ચૌધરી

સાહિત્યપ્રકાર :- એકાંકી

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું.?

(A) રીંછ (B) વાઘ (C) જંગલી ભૂંડ (D) દીપડો

ઉત્તર:-(A) રીંછના

(2) નરેને કઈ તાલીમ મેળવી હતી?

(A) ઘોડેસવારીની (B) વન સંરક્ષણની

(C) પોલીસની (D) પર્વતારોહણની

ઉત્તર:(B) વન રક્ષકની

2. એક વાક્યમાં ઉત્તર આપો.

(1) રીંછ માણસને જોઈને શું કરે છે?

ઉત્તર:ઝનૂનથી પ્રતિકાર કરે છે.

(2) નરેન લગ્નનાં માગાં પાછાં શા માટે ઠેલતો હતો?

ઉત્તર:કારણ કે, તે જે કન્યા પર કવિતાઓ લખતો, એણે લગ્નની ના પાડી હતી.

૩. બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો.

(1) નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી?

ઉત્તર:-નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી. તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી. તે ગરોળીથી પણ ડરતી હતી.

(2) વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે ……

ઉત્તર :વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા સુકુમાર છે અને ડરપોક છે. એક ગરોળી પણ નહિ પકડી લાવે. સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. આથી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી.

4. સાત-આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) મનીષાનું પાત્રચિત્રણ કૃતિને આધારે લખો.

ઉત્તર :મનીષા એક શિકારી પિતા વિરાટની પુત્રી છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ તેના પિતા મનીષાની ક્ષમતા જાણતા ન હોવાથી તેમની મંજૂરી મળી નહિ અને તેઓ બંને લગ્ન કરી શક્યાં નહિ. જોકે, તેમનો પ્રેમ જળવાઈ રહ્યો.

એક વખત આબુ ઉપર પર્વતારોહણ કરવા ગયા ત્યારે મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી છોડાવ્યું. ‘એક નાજુક અને નમણી કન્યા ખડતલ અને નિર્ભય ન થઈ શકે?’ એ વિષય પર મનીષાએ એક દિવસ ભાષણ આપેલું અને એની વિગત છાપામાં એના ફોટા સાથે છપાઈ હતી. આ હકીકતથી અજાણ નરેનને તેની ખબર પડી ત્યારે તેણે  ‘તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમસ્વરૂપ બની ગઈ, આત્મસ્વરૂપ બની ગઈ … ‘ એવા શબ્દોથી મનીષાને બિરદાવી.

મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદવિભોર થઈ ગયા. તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. “તે મારા કરતાં પણ ચડિયાતી છે; કારણ કે તે મારી દીકરી છે’’ એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને નરેનને “તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો!” એવા આશીર્વાદ આપ્યા. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો.


◊વ્યાકરણ વિભાગ◊

♦સમાનાર્થી શબ્દ♦

પ્રતિકાર – સામનો

અણધારી – ઓચિંતી

નૈસર્ગિક – કુદરતી

શૌર્ય – બહાદુરી,વીરતા

શુષ્ક – નીરસ

ગોપિત – છૂપી

તથ્ય – હકીકત

રઝા – મરજી,ઇચ્છા

બુલંદ – ભવ્ય, (અહીં) ઊંચી યોગ્યતાવાળું

સાર્ત્ર – એક મહાન ફ્રેંચ વિચારક

♦વિરુદ્ધાર્થી શબ્દો♦

અશક્ય × શક્ય

નિર્ભય × ભયભીત

સાહસ × દુ:સાહસ

♦રૂઢિપ્રયોગ♦

હૃદય છલકાઈ જવું – આનંદિત થઈ ઊઠવું

શિખરો સર કરવાં – સફળતા પ્રાપ્ત કરવી

ધ્વજ ફરકાવવો – વિજય મેળવવો

♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦

માનવનું ભક્ષણ કરનાર – માનવભક્ષી

શારીરિક રીતે સશક્ત – ખડતલ


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-1 વૈષ્ણવજન

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-2 રેસનો ઘોડો 

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-3 શીલવંત સાધુને

ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી

ધો.10 ગુજરાતી પ્ર – 5 દીકરી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર-6 વાઇરલ ઇન્ફેક્શન

ધો.10 ગુજરાતી પ્ર – 7 હું એવો ગુજરાતી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી

ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?

ધો.10 ગુજરાતી પ્ર – 10 ડાંગવનો અને …


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-1 વૈષ્ણવજન :- MCQ

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-2 રેસનો ઘોડો :- MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 5 દીકરી MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ-6 વાઇરલ ઇન્ફેક્શન MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 7 ‘હું એવો ગુજરાતી’ – MCQ


બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

 

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply