ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પીડીએફ પ્રકરણ-3 શીલવંત સાધુને

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – ૩ શીલવંત સાધુને સ્વાધ્યાયના (std 10 gujarati ch3) તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – ૩ શીલવંત સાધુને

કવયિત્રીનુ નામ :- ગંગાસતી

કાવ્યપ્રકાર :- પદ-ભજન

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.

(1) ‘જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં’ – પંક્તિનો ભાવ શો છે?

(A) બધા દુશ્મનો હોવાનો ભાવ (B) બધા મિત્રો હોવાનો ભાવ

(C) જીવનથી નિર્લેપ બનવાનો ભાવ (D) શત્રુને મિત્ર બનાવવાનો ભાવ

ઉત્તર :

(C) જીવનથી નિર્લેપ બનવાનો ભાવ

(2) ‘શીલવંત સાધુ’નો શબ્દાર્થ

(A) ચારિત્ર્યવાન (B) શરમાળ (C) નાશવંત (D) લજ્જાશીલ

ઉત્તર :

(A) ચારિત્ર્યવાન

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો.

(1) ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે?

ઉત્તર :-ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી પાનબાઇને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે.

(2) શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે?

ઉત્તર :-શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે.

3. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

(1) ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે?

ઉત્તર :જે સંતનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય; જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય; જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પાનબાઈને કહે છે.

(2) કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે?

ઉત્તર :-શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.

4. નીચેના પ્રશ્નનો સાત – આઠ લીટીમાં જવાબ આપો.

(1) ‘શીલવંત સાધુ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.

ઉત્તર :-‘શીલવંત સાધુને’ પદમાં ગંગાસતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતાં ‘શીલવંત સાધુ’નાં લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યાં છે.

સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ હંમેશાં નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માનાં વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે . એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહમાયાથી પર હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦સમાનાર્થી શબ્દો♦

શીલવંત – શીલવાળું, સદાચારી, ચારિત્રવાન

ઉર – હૈયું

મિથ્યા – ફોગટ, વ્યર્થ

પ્રહર – ત્રણ કલાક, સાડા સાત ઘડી

♦તળપદા શબ્દો♦

નિરમળ – નિર્મળ

રૂડી – સારી

મા’રાજ – મહારાજ

પરમારથ – પરમાર્થ

રે’વે – રહે

વચનુંમાં – વચનોમાં

વ્યાપાર – વ્યવહાર

પો’ર – પ્રહર

સંગતું – સંગત

♦વિરુદ્ધાર્થી શબ્દો♦

નિર્મળ × મલિન

શત્રુ x મિત્ર

વ્યવહાર × દુર્વ્યવહાર

♦રૂઢિપ્રયોગ♦

નામ ને રૂપ મિથ્યા કરવું – નિર્મોહી થઈને જીવવું

તુરિયાનો તાર જાગી ઊઠવો – સમજણશક્તિનો ઉદય થવો. (ચોથી અવસ્થા,બ્રહ્મ અવસ્થા)

આઠે પહોર આનંદ – હમેશા પ્રસન્ન રહેવું

♦શબ્દસમૂહ માટે એક શબ્દ♦

પારકાના હિત માટે કાર્ય કરવું – પરમાર્થ

મલિન નથી તેવું – નિર્મળ


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-1 વૈષ્ણવજન

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-2 રેસનો ઘોડો 

ધો.10 ગુજરાતી નવનીત ગાઈડ પ્રકરણ-3 શીલવંત સાધુને

ધો.10 ગુજરાતી પ્ર – 4 ભૂલી ગયા પછી

ધો.10 ગુજરાતી પ્ર – 5 દીકરી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર-6 વાઇરલ ઇન્ફેક્શન

ધો.10 ગુજરાતી પ્ર – 7 હું એવો ગુજરાતી

ધોરણ 10 ગુજરાતી ગાઈડ પ્ર – 8 છત્રી

ધો.10 ગુજરાતી પ્ર – 9 માધવને દીઠો છે ક્યાંય?

ધો.10 ગુજરાતી પ્ર – 10 ડાંગવનો અને …


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-1 વૈષ્ણવજન :- MCQ

ધો.10 ગુજરાતી :- પ્રકરણ-2 રેસનો ઘોડો :- MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 5 દીકરી MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ-6 વાઇરલ ઇન્ફેક્શન MCQ

ધો.10 ગુજરાતી પ્રકરણ – 7 ‘હું એવો ગુજરાતી’ – MCQ


બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

 

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply