ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

std 9 gujarati ch1

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 1 સાંજ સમે શામળિયો (std 9 gujarati ch1) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 1 સાંજ સમે શામળિયો

કવિનુ નામ :- નરસિંહ મહેતા

કાવ્યપ્રકાર :- પદ – ભક્તિગીત

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

(1) પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે?

(A) હળધર જેવા

(B) તારામંડળમાં ચંદ્ર જેવા

(C) સોનામાં જડેલા હીરા જેવા

(D) ઉપરના (B) અને (C) બંને જેવા

ઉત્તર:-

(D) ઉપરના (B) અને (C) બંને જેવા

(2) ‘હિર હળધરનો વીરો’ એટલે?

(A) ખેડૂતોનો ભાઈ

(B) હળ ધારણ કરનારમાં હીરો

(C) બલદેવજીના ભાઈ

(D) હિરએ વીરની માફક હળ ધારણ કર્યું છે.

ઉત્તર:-

(C) બલદેવજીના ભાઈ

(3) ભગવાન શ્રીકૃષ્ણે…….

(A) લાલ રંગનાં વસ્ત્રો પહેર્યાં છે.

(B) પીળા રંગનાં વસ્ત્રો પહેર્યાં છે .

(C) હાથમાં મોરપિચ્છ ધારણ કર્યું છે.

(D) કાનમાં કુંડળ પહેર્યું નથી.

ઉત્તર:-

(B) પીળા રંગનાં વસ્ત્રો પહેર્યાં છે .

(4) શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા …

(A) દુ:ખી દુ:ખી થાય છે.

(B) કલ્પાંત કરે છે.

(C) ભાવમુક્ત બની ગયા છે.

(D) હરખ પામી રહ્યા છે.

ઉત્તર:-

(D) હરખ પામી રહ્યા છે.

2. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

(1) નરસિંહ મહેતા હરખી રહ્યા છે, કારણ કે

ઉત્તર:- સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રીકૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યાં છે . આ પછેડી ચુઆ – ચંદનની સુગંધથી મહેકે છે.

(2) કાવ્યના આધારે સાંજના સમયનું દૃશ્ય આલેખો.

ઉત્તરઃ- નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રીકૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તનમનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નીરખીને હરખાય છે.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે?

ઉત્તર:- સાજને સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યાં છે. ફૂલની પછેડી ચુઆ – ચંદનની સુગંધથી મહેકે છે.જેમ તારામંડળમાં શશિયર (ચંદ્ર) શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખસૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે.

(2) કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે?

ઉત્તર:- સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યાં છે. ફૂલની પછેડી ચુઆ – ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. શ્રીકૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હ્રદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણ મૌદ ઉપજાવે છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી / શબ્દાર્થ

ગોધન – ગાય રૂપી ધન,અહીં ગાયોનું ધણ

કુંડળ – કાને પહેરવાનું ઘરેણું

પીતાંબર – પીળું રેશમી વસ્ત્ર

પછેડી – ઓઢવાની જાડી ચાદર

ચુઆ – સુગંધી તેલ

ચંદન – એક જાતનું સુગંધી લાકડું, સુખડ

શશિયર – ચંદ્ર

હેમ – સોનુ, કનક,  સુવર્ણ

હળધર – બલરામ, હળને ધારણ કરનાર

નીરખવું – ધ્યાનથી જોવું

આળ – આક્ષેપ અહીં વહાલ, ઓળખ

વિરુદ્ધાર્થી

મોહ x નિર્મોહ

રૂપ x કુરૂપ

શુભ x અશુભ

તળપદા શબ્દો

વિણ – વિના

સમે – સમયે

ધરિયો – ધારણ કર્યો

જડિંગ – જડેલું

રૂદે – હૃદયમાં


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

Plz share this post

Leave a Reply