ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 2 અહી વિભાગ – B માં પ્ર– 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે? ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
1. નીચે દર્શાવેલ દરેકને સમાગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો :
સોડાવૉટર, લાકડું, હવા, જમીન
ઉત્તર : સમાંગ મિશ્રણ : સોડાવૉટર, હવા
વિષમાંગ મિશ્રણ : લાકડું, જમીન
2. નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો.
તિજોરીને કાટ લાગવો, પાણી ઉકાળીને વરાળ બનાવવી, કાગળ અને લાકડાનું સળગવું, તવીમાં માખણનું પીગળવું.
ઉત્તર :-
ભૌતિક ફેરફારો :- પાણી ઉકાળીને વરાળ બનાવવી, તવીમાં માખણનું પીગળવું.
રાસાયણિક ફેરફારો :- તિજોરીને કાટ લાગવો, કાગળ અને લાકડાનું સળગવું.
3. ટિંડલ અસર એટલે શુ? તમારી આસપાસ જોવા મળતી ટિંડલ અસર ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો.
ઉત્તર :- કલિલ વિષમાંગ મિશ્રણ છે. કલિલના કણો નરી આંખે જોઇ શકાતા નથી. કલિલના કણો પ્રકાશનાં કિરણોનું પ્રકિર્ણન કરે છે. તેથી જ તેમાં પ્રકાશનો માર્ગ જોઇ શકાય છે.આ અસરને ટિંડલ અસર કહે છે.
ઉદાહરણ :- વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનુ પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે.
4. મિશ્રધાતુ એટલે શુ? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર :- બે કે તેથી વધુ ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના મિશ્રણને મિશ્રધાતુ કહે છે.
ઉદાહરણ :- પિત્તળ આશરે 30% જસત(Zn) અને 70% તાંબુ(Cu) નુ મિશ્રણ છે.
5. અર્ધધાતુ તત્ત્વો એટલે શુ? ઉદાહરણ આપો.
ઉત્તર :- અમુક તત્ત્વો ધાતુ અને અધાતુની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે, તેને અર્ધધાતુ તત્ત્વો કહે છે.
ઉદાહરણ :- બોરોન, સિલિકોન, જર્મેનિયમ
6. દ્વવ્યનો ભૌતિક ફેરફાર એટલે શુ? ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર :- પદાર્થની એક અવસ્થાનુ બીજી અવસ્થામાં રૂપાંતર થવુ એ ભૌતિક ફેરફાર છે.
ઉદાહરણ :- બરફનુ પાણીમાં રૂપાંતર, પાણી ઉકાળીને વરાળ બનાવવી, તવીમાં માખણનું પીગળવું.
7. ટિંક્ચર આયોડિન એટલે શુ? તેનો ઉપયોગ જણાવો.
ઉત્તર :- આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્વાવણને ટિંક્ચર આયોડિન કહે છે.
ઉપયોગ :- જીવાણુનાશક તરીકે
8. નીચેનાને તત્ત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો.
રુધિર, સિલ્વર, કોલસો, મિથેન, સાબુ, સોડિયમ
ઉત્તર : તત્ત્વ :- સોડિયમ, સિલ્વર
સંયોજન :- સાબુ, મિથેન
મિશ્રણ :- કોલસો, રુધિર
9. તફાવત આપો. મિશ્રણ અને સંયોજન
મિશ્રણ |
સંયોજન |
→ તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઇ મિશ્રણ બનાવે છે. | → તત્વો એકબીજા સાથેની પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે. |
→ તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ ચોક્કસ હોતા નથી. | → તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ ચોક્કસ હોય છે. |
→ તેના ઘટક તત્વોને ભૌતિક પદ્વતિથી અલગ કરી શકાય છે. | → તેના ઘટક તત્વોને રાસાયણિક અથવા વીજરાસાયણિક પદ્વતિથી અલગ કરી શકાય છે. |
10. મિશ્રણનુ વર્ગીકરણ શાના આધારે કરવામા આવે છે? તેના પ્રકાર જણાવો.
ઉત્તર :- મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે વર્ગીકરણ કરવામા આવે છે.
તેના બે પ્રકાર છે. (1) સમાંગ મિશ્રણ (2) વિષમાંગ મિશ્રણ
10. જેલ અને સોલના બે બે ઉદાહરણ આપો.
ઉત્તર :- જેલના ઉદાહરણ – માખણ, ચીઝ
સોલના ઉદાહરણ – કાદવ, મિલ્ક ઓફ મેગ્નેશિયા
વિભાગ – B માં પ્રકરણ – 1 આપણી આસપાસમાં દ્વવ્યના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.