ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 7 અહી વિભાગ – B માં પ્ર– 7 ગતિ ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
1. તફાવત આપો. ઝડપ – વેગ
ઉત્તર :-
ઝડપ વેગ
1. પદાર્થો એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની કહે છે. 1. પદાર્થ એકમ સમયમાં સ્થાનાંતરને પદાર્થનો કરેલા વેગ કહે છે.
2. ઝડપ = પદાર્થે કાપેલ અંતર / તે અંતર કાપવા માટે લાગતો સમય 2. વેગ = સ્થાનાંતર/ સમય
૩. ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે, પરંતુ ઋણ હોઈ શકે નહિ. 3. વેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે.
4. તે અદિશ રાશિ છે. 4. તે સદિશ રાશિ છે.
2. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી, પ્રત્યેકનો SI એકમ જણાવો.
ઉત્તર :- → આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ પથલંબાઇને અંતર કહે છે. → અંતરનો SI એકમ મીટર(m) છે.
→ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે.→ સ્થાનાંતર નો SI એકમ મીટર(m) છે.
3. પ્રવેગની વ્યાખ્યા આપી, તેનુ સૂત્ર અને SI એકમ જણાવો.
ઉત્તર :- એકમ સમયમા પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગનો SI એકમ m/s2 છે.
4. પ્રવેગ અને પ્રતિ પ્રવેગ ના બે બે ઉદાહરણો આપો.
ઉત્તર :- પ્રવેગના ઉદાહરણો :- (i) કોઈ વાહનને એક્સેલરેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે અને તે પ્રવેગી ગતિ કરે છે. (ii) અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે, એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે.
પ્રતિ પ્રવેગના ઉદાહરણો :- (i) ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલા દડાનો વેગ સતત ઘટે છે એટલે કે દડો પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. (ii) ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિ પ્રવેગી ગતિ કરે છે.
5. નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર :- જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય.
ઉદાહરણ :- મુક્ત પતન કરતા પદાર્થની ગતિ
6. તફાવત આપો. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ
ઉત્તર :-
નિયમિત ગતિ | અનિયમિત ગતિ |
---|---|
જો કોઇ પદાર્થ સમાન સમયગાળામાં સરખુ અંતર કાપતો હોય તો આવી ગતિને નિયમિત ગતિ કહે છે. | જો કોઇ પદાર્થ સમાન સમયગાળામાં સરખુ અંતર કાપતો ન હોય તો આવી ગતિને અનિયમિત ગતિ કહે છે. |
ધોરીમાર્ગ પર અચળ ઝડપે જતા વાહનો | ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર |
7. કોઇ વસ્તુ દ્વારા કંઇક અંતર કપાયેલ છે.શુ તેનુ સ્થાનાંતર શૂન્ય હોઇ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો.
ઉત્તર :- હા.પદાર્થનુ સ્થાનાંતર શૂન્ય હોઇ શકે છે.
ઉદાહરણ :- એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને શાળામાં જાય છે અને ત્યાથી પાછો ફરીને પોતાના ઘરે આવે છે. તો વિદ્યાર્થીએ કેટલુક અંતર કાપ્યુ હશે પણ તેનુ સ્થાનાંતર શૂન્ય હશે.
Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 7
વિભાગ – B માં પ્રકરણ – 1 આપણી આસપાસમાં દ્વવ્યના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.