ધો.9 વિજ્ઞાન પ્ર – 6 પેશીઓ (std 9 science ch 6) પાઠયપુસ્તકના Intext તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 69 Std 9 science ch 6
પ્રશ્ન. પેશી એટલે શું ?
ઉત્તર : શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષસમૂહને પેશી કહે છે.
પ્રશ્ન. બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે ?
ઉત્તર : બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે. દા.ત., સ્નાયુકોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન, રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન, વનસ્પતિમાં અન્નવાહક ખોરાકનું વહન દર્શાવે છે. આમ, બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમવિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 74 Std 9 science ch 6
પ્રશ્ન. સરળ પેશીઓના કેટલા પ્રકારો છે ?
ઉત્તર : સરળ પેશીઓના ત્રણ પ્રકારો છે : ( 1 ) મૃદૂતક, ( 2 ) સ્થૂલકોણક અને ( 3 ) દઢોતક
પ્રશ્ન. અગ્રસ્થ વર્ધનશીલ પેશી શેમાં મળી આવે છે ?
ઉત્તર : અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળની ટોચ અને પ્રકાંડની ટોચમાં મળી આવે છે.
પ્રશ્ન. નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે ?
ઉત્તર : નાળિયેરના રેસાઓ દઢોતક પેશીના બનેલા હોય છે.
પ્રશ્ન. અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે ?
ઉત્તર : અન્નવાહક પેશીના ચાર ઘટકો કે એકમો : ( 1 ) ચાલનીનલિકા, ( 2 ) સાથીકોષ, ( 3 ) અન્નવાહક મૃદૂતક અને ( 4 ) અન્નવાહક તંતુઓ છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 78 Std 9 science ch 6
પ્રશ્ન. એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે.
ઉત્તર : સ્નાયુપેશી
પ્રશ્ન. ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે ?
ઉત્તર : ચેતાકોષ દેખાવમાં પૂંછડિયા તારા જેવો લાગે છે.
પ્રશ્ન. હદ્ સ્નાયુ પેશીનાં ત્રણ લક્ષણો આપો.
ઉત્તર : હદ્ સ્નાયુપેશીનાં ત્રણ લક્ષણો :
( 1 ) તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે.
( 2 ) સ્નાયુતંતુ નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રી છે.
( 3 ) તે જીવનપર્યંત લયબદ્ધ રીતે સંકોચન – શિથિલન કરે છે.
પ્રશ્ન. તંતુઘટક પેશીનાં કાર્યો કર્યાં છે ?
ઉત્તર : તંતુઘટક પેશીનાં કાર્યો :
( 1 ) પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. ( 2 ) આંતરિક અંગોને આધાર આપે છે.
સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 79 Std 9 science ch 6
( 1 ) પેશીની વ્યાખ્યા આપો.
ઉત્તર : શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષસમૂહને પેશી કહે છે.
( 2 ) કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે ? તેમનાં નામ આપો.
ઉત્તર : ચાર પ્રકારના એકમો : ( 1 ) જલવાહિનિકી, ( 2 ) જલવાહિની, ( 3 ) જલવાહક મૃદૂતક અને ( 4 ) જલવાહક તંતુ (દઢોતક) મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે.
( ૩ ) વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે ?
ઉત્તર : વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોષો રચનાની દૃષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દૃષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે.
( 4 ) કોષદીવાલને આધારે મૃતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર : મૃદૂતક પેશીની કોષદીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. → સ્થૂલકોણક પેશીની કોષદીવાલ પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્થૂલન ધરાવે છે. → દઢોતક પેશી વધારે જાડી દીવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે.
( 5 ) રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે ?
ઉત્તર : રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય : ( 1 ) બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવા (બાષ્પોત્સર્જન) નું ( 2 ) વાતાવરણના વાયુઓ (O2-CO2) નો વિનિમય.
( 6 ) ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દોરી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર :
( 7 ) હૃદ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે ?
ઉત્તર : હદ્ સ્નાયુપેશીનું વિશેષ કાર્ય : હૃદયના સ્નાયુઓ જીવનપર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહી હૃદયના રુધિરપંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે.
( 8 ) રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુ પેશીમાં, શરીરમાં તેમન રચના અને સ્થાનના આધાર પર ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર :
રેખિત સ્નાયુ પેશી :-
સ્થાન : હાથ અને પગના સ્નાયુ
રચના : લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રી
અરેખિત સ્નાયુ પેશી :-
સ્થાન : અન્નમાર્ગની દીવાલ
રચના : ત્રાકાકાર અને એકકોષકેન્દ્રી
હૃદ સ્નાયુ પેશી :-
સ્થાન : હૃદયની દીવાલ
રચના : શાખિત અને એકકોષકેન્દ્રી
( 9 ) ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.
ઉત્તર : લક્ષણ : ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોઈ શકે છે.
( 10 ) નીચે આપેલાનાં નામ લખો :
( a ) પેશી કે જે મોની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે. ( b ) પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે. ( c ) પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે. ( d ) પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે. ( e ) તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે. ( f ) મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી.
ઉત્તર : ( a ) લાદીસમ અધિચ્છદ ( b ) સ્નાયુબંધ ( c ) અન્નવાહક પેશી ( d ) મેદપૂર્ણ પેશી ( e ) રુધિર ( f ) ચેતાપેશી
( 11 ) નીચે આપેલામાં પેશીના પ્રકારને ઓળખો :
ત્વચા , વનસ્પતિની છાલ , અસ્થિ , મૂત્રપિંડનલિકાનું અસ્તર , વાહિપુલ
ઉત્તર : ત્વચા – સ્તૃત અધિચ્છદ પેશી
વનસ્પતિની છાલ – દ્વિતીય રક્ષણાત્મક પેશી
અસ્થિ – સંયોજક પેશી
મૂત્રપિંડનલિકાનું અસ્તર – ઘનાકાર અધિચ્છદ પેશી
વાહિપુલ – જટિલ સ્થાયી પેશી જલવાહક અને અન્નવાહક
( 12 ) મૃદૂતક પેશી કયા પ્રદેશમાં હોય છે ?
ઉત્તર : મૃદૂતક પેશી આધારોતક પ્રદેશમાં હોય છે.
( 13 ) વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ?
ઉત્તર : વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા : ( 1 ) તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે. ( 2 ) તે શોષણ, સ્રાવ અને ઉજ્વેદનમાં મદદ કરે છે.
( 14 ) છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે ?
ઉત્તર : છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત હોય છે. તેમની કોષદીવાલ પર સુબેરિન રસાયણ સ્થૂલિત હોય છે. તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે.
( 15 ) નીચે આપેલી ખાલી જગ્યા પૂરોઃ
ઉત્તર : a – મૃદૂતક, b – દઢોતક, અન્નવાહક – C
આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.
ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય
ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?
ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ
ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ
ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો
ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા