ધો.9 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય

અહી,ધો.9 વિજ્ઞાન નવનીત(ગાઇડ) પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય (std 9 science ch1) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 3

1.નીચેના પૈકી કયા દ્રવ્યો છે.?ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, ઠંડું પીણું, અત્તરની સુગંધ 

ઉત્તર :-ખુરશી, હવા, બદામ, ઠંડું પીણું, અત્તરની સુગંધ દ્રવ્યો છે.

2. નીચેના અવલોકનો માટેના કારણો આપો.

ગરમ ખોરાકની સોડમ (વાસ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે.જયારે ઠંડા થઇ ગયેલા ખોરાકની સોડમ (વાસ) લેવા માટે તેની વધુ નજીક જવુ પડે છે.

ઉત્તર :- ગરમ ખોરાકની સોડમ (વાસ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જા વધે છે. આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરે છે. જયારે ઠંડા થઇ ગયેલા ખોરાકની સોડમ (વાસ) લેવા માટે તેની વધુ નજીક જવુ પડે છે, કારણ કે અહી કણોની ગતિજ ઊર્જા ઓછી હોવાથી તેનુ પ્રસરણ ધીમું થાય છે.

3. તરવૈયો સ્વીમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહી દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે.?

ઉત્તર :- દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે. તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહી દ્રવ્યનો આ ગુણધર્મ જોવા મળે છે.

4.દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે.?

ઉત્તર :- દ્રવ્યના કણો અતિસૂક્ષ્મ હોય છે અને ચોકકસ દળ ધરાવે છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઇ શકે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. એટલે કે ગતિજ ઊર્જા ધરાવે છે. તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 6

1. પદાર્થના પ્રતિએકમ કદના દળને તેની ઘનતા કહે છે . ( ઘનતા = દળ / કદ ) . નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો.

હવા , ચીમનીમાંથી નીકળતો ધુમાડો , મધ , પાણી , ચૉક , રૂ અને લોખંડ

ઉત્તર :  હવા < ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ < પાણી < મધ < ચૉક < લોખંડ

2. ( a ) પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો .

     ( b ) નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો.

સખતાઈ ( Rigidity ) , સંકોચનીયતા  ( Compressibility ) , તરલતા ( Fluidity ) , પાત્રમાં વાયુને ભરવો , આકાર , ગતિજ ઊર્જા ( Kenetic Energy ) તેમજ ઘનતા .

ઉત્તર :-

( a )

ગુણધર્મઘનપ્રવાહીવાયુ
આકારનિશ્ચિતઅનિશ્ચિતઅનિશ્ચિત
કદનિશ્ચિતનિશ્ચિતઅનિશ્ચિત
દબનીયતાઅદબનીયઆંશિક દબનીયવધુ દબનીય
પ્રસરણ-દરઅતિશય ઓછોઘન કરતા વધુ અને પ્રવાહી કરતા ઓછોઘન અને પ્રવાહી કરતા વધુ
તરલતા / સખતાઇદઢ ( વધુ સખત )તરલ છે.ઓછો સખતખૂબા જ વહનશીલ
આંતરાઅણ્વીય આકર્ષણ બળમહત્તમઘન કરતા ઓછુલઘુત્તમ
ઘટક કણોની ગોઠવણીગીચઓછી ગીચઅવ્યવસ્થિત

( b )

સખતાઈ : પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનો મૂળ આકાર જાળવી રાખવાના ગુણધર્મને સખતાઈ કહે છે .

સંકોચનીયતા : દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે . બાહ્ય બળ લગાડતાં આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને સંકોચનીયતા (દબનીયતા ) કહે છે .

તરલતા : દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે .

પાત્રમાં વાયુને ભરવો : વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત હોય છે . આ અનિયમિત ગતિને કારણે વાયુને પાત્રમાં ભરી શકાય છે .

આકારઃ ઘન અવસ્થામાં મહત્તમ આંતરઆણ્વીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે .

ગતિજ ઊર્જા : દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે . સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઊર્જાને ગતિજ ઊર્જા કહે છે .

ઘનતા : પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે . ઘનતા = દળ / કદ

3. કારણો દર્શાવો.

( a ) વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે .

( b ) વાયુએ પાત્રની દીવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે .

( c ) લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે .

( d ) આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ , પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે .

ઉત્તરઃ

( a ) વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ આંતર આવીય આકર્ષણ બળ અને મહત્તમ ગતિ ઊર્જા ધરાવે છે . વાયુના ઘટક કણો શક્ય બધી જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે . આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે .

( b ) વાયુ અવસ્થામાં કણોની ગતિ ( હલનચલન ) અસ્તવ્યસ્ત અને વધુ હોય છે . આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દીવાલ સાથે અથડામણ અનુભવે છે . આથી વાયુ એ પાત્રની દીવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે .

( c ) લાકડાના ટેબલના ઘટક કણો એકબીજા સાથે પ્રબળ આંતર આવીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે . તેમની વચ્ચે નહિવત્ આંતરઆવીય અંતર હોય છે . તે અદબનીય છે . તે વહનશીલ નથી . આ બધા ગુણધમ દ્રવ્યની ઘન અવસ્થાના હોઈ લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે .

( d ) હવામાં રહેલા ઘટક કણો નિર્બળ આંતરઆવીય આકર્ષણ બળ ધરાવે છે . ઉપરાંત થોડાંક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે . જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરઆવીય આકર્ષણ બળ હોય છે . આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે . પરિણામે તેમને અલગ કરવા ખૂબ જ બાહ્ય બળ લગાડવું પડે છે . આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ , પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચૅમ્પિયન થવું પડશે .

4. સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે ; પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે . દર્શાવો કે આવું શા માટે થાય છે ?

ઉત્તરઃ  બરફ એ આંતરઆવીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે . તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા ઓછી છે . આથી બરફ પાણી પર તરી શકે છે .

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 9

1.નીચે દર્શાવેલ તાપમાનોને અંશ સેલ્સિયસમાં ફેરવો.(a) 300 K (b) 573 K

ઉત્તર :

(a) 300 K = 300 – 273 = 27 C

(b) 573 K = 573 – 273 = 300 C

2. નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઇ હશે.?(a) 250 c (b) 100 c

ઉત્તર :

(a) 250 C  – વાયુ

(b) 100 C  – પ્રવાહી અને વાયુ

3. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે ?

ઉત્તર : કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે , કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઊર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્ય અવસ્થાને બદલવામાં વપરાય છે . તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઊર્જાને શોષી લે છે . આ ઊર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે , જેને ગુપ્ત ઉષ્મા કહે છે .  આમ , ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન અચળ રહે છે .

4. વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો .

ઉત્તર : વાતાવરણીય વાયુઓનું બંધપાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડવાથી પ્રવાહીકરણ થઈ શકે છે .

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 10

1. ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે.શા માટે ?

ઉત્તર :  ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે.

2. ઉનાળામાં માટલા (ઘડા)નું પાણી શા માટે ઠંંડું હોય છે.?

ઉત્તર : માટલા ( ઘડા )ની સપાટી પરથી પાણીનુ સતત બાષ્પીભવન થતુ રહે છે. આથી ઉનાળામાં માટલા ( ઘડા )નુ પાણી ઠંડું હોય છે.

3. એસિટોન / પેટ્રોલ / અત્તર / સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે ?

ઉત્તર : એસિટોન / પેટ્રોલ અત્તર સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે . આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઊર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે . જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે .

4. કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબી ( પ્લેટ ) માં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ . શા માટે ?

ઉત્તર : સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતાં બાષ્પીભવનનો દર વધે છે . આમ , કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલા ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે . તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ .

5. ઉનાળામાં આપણે કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ ? શા માટે ?

ઉત્તર :  ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવાં જોઈએ , કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળા ( ગરમીના દિવસો ) માં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક ( શીતળતા ) મળે છે . જેમ કે , આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઊર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે . બાષ્પીભવન – ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઊર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે . જેથી આપણા શરીરને ઠંડક મળે છે . જોકે સુતરાઉ કપડાંમાં પાણીનું અવશોષણ વધુ થાય છે . તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે .

સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 12

1.નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમા ફેરવો.(a)293 K (b) 470 K

ઉત્તર :

(a) 293 K = 293 – 273 = 20 C

(b) 470 K = 470 – 273 = 197 C

2.નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમા ફેરવો.(a) 25 C (b) 373 C

ઉત્તર :

(a) 25 C = 25 + 273 = 298 K

(b) 373 C = 373 + 273 + 646 K

૩.નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણો લખો.

(a) નેપ્થેલિનની ગોળી(ડામરની ગોળી) સમય જતા કોઇ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઇ જાય છે.

(b) આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે.

ઉત્તર :

(a) નેપ્થેલીન ઉર્ધ્વપાતન પામતો ઘન પદાર્થ છે.તેથી તેનુ ઓરડાના તાપમાને ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામા રૂપાંતર આપમેળે થાય છે.આથી ડામરની ગોળી સમય જતા કોઇ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઇ જાય છે.

(b) અત્તર બાષ્પશીલ પ્રવાહી છે.તેથી તેનુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામા રૂપાંતર આપમેળે થાય છે.આ વાયુના ઘટક કણો હવામા ઝડપથી પ્રસરે છે.વાયુઓના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઇ શકે છે.તેથી આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે.

4.નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો : પાણી,ખાંડ,ઓક્સિજન

ઉત્તર : ઓક્સિજન < પાણી < ખાંડ

5.નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઇ હશે.?

(a) 25 C (b) 0 C (c) 100 C

ઉત્તર :    (a) 25 C   –   પ્રવાહી

              (b) 0 C      –  ઘન અને પ્રવાહી

              (c) 100 C  – પ્રવાહી અને વાયુ

6.નીચેનાની સત્યતા ચકાસવા માટે કારણ આપો.

(a) પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમા હોય છે.

(b) લોખંડની તિજોરી ઓરડાના તાપમાને  ઘન સ્વરૂપમા હોય છે.

ઉત્તર :   

(a) ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. પાણીને ચોકકસ આકાર કે કદ હોતુ નથી. આથી પાણી ઓરડાના  તાપમાને પ્રવાહી  સ્વરૂપમા હોય છે.

(b) લોખંડની તિજોરી ચોકકસ આકાર અને કદ ધરાવે છે. તેનુ સરળતાથી આપમેળે સ્થાનાંતર થઇ શકતુ નથી. તે અદબનિય તેમ જ દ્દ્ઢ છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને  ઘન સ્વરૂપમા હોય છે.

7. 273 K તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતા  વધુ ઠંડક ઉત્પન્ન કરે છે.શા માટે?

ઉત્તર :  273 K તાપમાને બરફના કણોની ઉર્જા તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતા ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે.

8. ઉકળતુ પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામા વધુ માલુમ પડે છે.?

ઉત્તર : ઉકળતુ પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા વરાળમા વધુ માલુમ પડે છે.

9. નીચે દર્શાવેલ આકૃતિ માટે A,B,C,D,E તથા F ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો.

ઉત્તર :   (A) ગલન  (B) બાષ્પીભવન (C) સંઘનન (D) ઘનીકરણ (E) ઉર્ધ્વપાતન (F) બાષ્પનુ ઘનીકરણ ( ઉર્ધ્વપાતન )


પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્યના વિડિયો જોવા માટે નીચેના ફોટા પર ક્લિક કરો.

 

 

 

 


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય

ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?

ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ 

ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા

 


ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

Plz share this post

Leave a Reply