ધોરણ -10 ના ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ બાબત. શૈક્ષણિક વર્ષ – 2021-22થી ધોરણ -10 ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.
ઠરાવમાં જણાવ્યાં મુજબ ધોરણ -10 નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક સરખું જ રહેશે . શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કઈ ફેરફાર કરવાનો રહેશે નહીં .
ધોરણ -10 ના ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર અલગ – અલગ રહેશે . બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર , પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ – અલગ રાખવાના રહેશે.
વર્ષ – 2019-20થી અમલી બનેલ પરીક્ષા પદ્ધતિ મુજબ ધોરણ -10 ગણિત વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ , ગુણભાર , બલૂપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર શૈક્ષણિક વર્ષ – 2021-22થી ધોરણ -10 ની પરીક્ષા માટે ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણવાનું રહેશે .
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ – 2021-22થી ધોરણ -10 ની પરીક્ષા માટે ગણિત વિષયમાં ગણિત બેઝિક માટે પ્રશ્નપત્ર પરિરૂપ , ગુણભાર , લ્યુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર તજજ્ઞો દ્વારા તૈયાર કરાવવામાં આવેલ છે. તેને ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.