ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તા.07/02/2022 ના રોજ લેવામાં આવનાર છે.
પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
1. પ્રખરતા શોધ કસોટીના ફોર્મ તા.06/12/2021 થી તા.26/12/2021 દરમ્યાન ઓનલાઈન ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
2 . આ પરીક્ષામાં OMR શીટમાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની હાજરી માટે ધોરણ -10 / 12 ની બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા ઝીરો – વન પત્રકના નમૂના મુજબ હાજરી પત્રકનો ઉપયોગ કરવામાં આવશે.
૩ . પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટ જમા કરાવવા માટે બોર્ડ દ્વારા સ્વીકાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવશે.
4. પરીક્ષાનું માળખું નીચે મુજબ રહેશે.
