ધોરણ -9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી ( TST )
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તા.07/02/2022 ના રોજ લેવામાં આવનાર છે.
પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
1. પ્રખરતા શોધ કસોટીના ફોર્મ તા.06/12/2021 થી તા.26/12/2021 દરમ્યાન ઓનલાઈન ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
2 . આ પરીક્ષામાં OMR શીટમાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની હાજરી માટે ધોરણ -10 / 12 ની બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા ઝીરો – વન પત્રકના નમૂના મુજબ હાજરી પત્રકનો ઉપયોગ કરવામાં આવશે.
૩ . પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટ જમા કરાવવા માટે બોર્ડ દ્વારા સ્વીકાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવશે.
4. પરીક્ષાનું માળખું નીચે મુજબ રહેશે.
5. પરીક્ષા MCQ (OMR પદ્ધતિ) મુજબ લેવામાં આવશે.
6 . આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજીયાત છે. દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ છે. પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે ¹/3 ગુણ કપાશે.
7. પ્રખરતા શોધ કસોટીનો અભ્યાસક્રમ ધોરણ -9 ની કક્ષા પ્રમાણે રહેશે.
8 . પ્રખરતા શોધ કસોટીના પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે.
9. પ્રખરતા શોધ કસોટીની ફી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રૂ.100/- અને વિદ્યાર્થીનીઓ, SC, ST, OBC કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રૂ.80/- રહેશે.
10. પ્રશ્નપત્ર -1 અને પ્રશ્નપત્ર -2 ના કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ.1000/- પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
અગાઉ લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રો અને નમૂનાના પ્રશ્નપત્રો અને તેનું સોલ્યુશન મેળવવા માટે નીચે ક્લિક કરો.