std 9 gujarati ch6 ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ

std 9 gujarati ch6

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 6 લોહીની સગાઈ (std 9 gujarati ch6) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 6 લોહીની સગાઈ

લેખકનુ નામ :- ઇશ્વર પેટલીકર

સાહિત્ય પ્રકાર :- નવલિકા

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) અમરતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતાં?

(A) મંદિરના

(B) ઘરની

(C) પાંજરાપોળની

(D) સ્મશાનની

ઉત્તર:-

(C) પાંજરાપોળની

(2) “બાપ રે ! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાંનો શો દોષ કાઢવો.’’ – આ વાક્ય કોણ બોલે છે?

(A) ગામના લોકો

(B) સગાં – વહાલાં

(C) પડોશની સ્ત્રીઓ

(D) ગાડીના મુસાફર

ઉત્તર:-

(D) ગાડીના મુસાફર

(3) અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા! એટલે …

(A) અમરતકાકીએ ધર્માંતરણ કર્યું હતું

(B) અમરતકાકી મંગુની જેમ ગાંડાં થઈ ગયાં હતાં.

(C) અમરતકાકી મૃત્યુ પામ્યા હતા

(D) અમરતકાકીને મંગુનું સ્વપ્ન આવ્યું હતું.

ઉત્તર:-

(B) અમરતકાકી મંગુની જેમ ગાંડાં થઈ ગયાં હતાં.

(4) વહુઓ મંગુની ચાકરી નહિ કરે એની અમરતકાકીને ખબર પડી ગઈ હતી,કારણ કે ….

(A) વહુઓ અમરતકાકી સાથે વારંવાર ઝઘડતી હતી.

(B) દીકરાઓ, વહુઓની જ વાત સાંભળતા હતા.

(C) વહુઓએ ચોખ્ખે – ચોખ્ખું સંભળાવી દીધું હતું.

(D) બેમાંથી એક વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું.

ઉત્તર:-

(D) બેમાંથી એક વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું.

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.

(1) દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હોય તે ઓરડો અમરતકાકી શા માટે જોવા માગતાં હતાં?

ઉત્તર :દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખૂલતું એ તક ઝડપી લઈ અમરતકાકીએ બે – ત્રણ વખત અંદર જોયું. અંદર ત્રણ – ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડાંમાં ફરતી હતી.

એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાંસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયાં . આ દૃશ્ય જોયું એટલે અમરતકાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માગતાં હતાં.

(2) અમરતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો.

ઉત્તર :અમરતકાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને આટલી ભલામણો કરી મંગુને મૂંગા ઢોર જેટલું ય ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય, તો દાળમાં ચોળીને આપજો.

એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજે – ત્રીજે દહાડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું – આ વાક્ય સમજાવો.

ઉત્તરઃઅમરતકાકીનાં ચાર સંતાનો હતાં: બે દીકરા અને બે દીકરીઓ. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી ને મૂંગી હતી. આથી અમરતકાકી મંગુ પર વિશેષ ધ્યાન આપતાં. અમરતકાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતાં નહિ; કેમ કે મંગુને ઝાડો – પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ નહોતું. અમરતકાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય.

રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતાં ત્યારે અમરતકાકીનું ઘર એમનાં પૌત્ર – પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઊઠતું, પણ અમરતકાકીને એ જોઈને આનંદ થતો નહિ. તેઓ ભાગ્યે જ એમને તેડતાં, રમાડતાં કે લાડ લડાવતાં. અમરતકાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાનાં બાળકો દીઠાં ગમતાં નથી. એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતાં નથી.

‘મંગુને ખોટા લાડ લડાવીને તેં જ વધારે ગાંડી કરી મૂકી છે.’ આવું કેટલુંય એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું.

(2) દવાખાનાનું વર્ણન પાઠના આધારે કરો.

ઉત્તર :દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમનાં સગાંસંબંધીઓ છૂટાં છૂટાં બેઠાં હતાં. સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડી બાઈએ છણકો કર્યો. પરિચારિકાએ સહેજ પણ ખિજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નૅપ્કિનથી એનું મોં લૂછ્યું. અમરતકાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટકેટલી ભલામણો કરી, છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનના સંતોષકારક જવાબ આપ્યા.

અમરતકાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઇચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમરતકાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતાં અમરતકાકી છુટ્ટા મોંએ રડી પડે છે ત્યારે ડૉક્ટર, મેટ્રન અને પરિચારિકાઓનાં હૈયાં ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજીક આવતાં જ એનો હાથ પકડી, હળવેકથી અંદર લઈ જાય છે.

(3) મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાંની અમરતકાકીની મનઃસ્થિતિનું વર્ણન કરો.

ઉત્તર :અમરતકાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમરતકાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયાં; પરંતુ ત્યારથી એમની ઊંઘ ઊડી ગઈ.

તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહિ કરે. એ સ્થિતિમાં અને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તોપણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું છે.

અમરતકાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલાં આંસુ વહેવા માંડતાં કે એમની પથારી પલળી જતી. એમને થતું કે તે થાકી ગયાં છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયાં છે. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે? રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતાં. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત, અમરતકાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી.


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી / શબ્દાર્થ

શિલાજિત – એક ઔષધિ ;

અભિષેક – મસ્તક પર થતી જલધારા ;

પરિચારિકા – સેવિકા ;

પાંજરાપોળ – અશક્ત કે ઘરડાં ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન ;

ચાકરી – સેવા ;

ઉપચાર – સારવાર ;

વસવસો – અફસોસ ;

ભાળવણી – ભલામણ , ભાળ રાખવા સોંપણી કરવી ;

ક્રૂર – ઘાતકી ;

જથરવથર – અવ્યવસ્થિત ;

વિરુદ્ધાર્થી

પ્રત્યક્ષ x પરોક્ષ ;

વખાણ x નિંદા ;

મૂંગું x વાચાળ ;

ભીનું x સૂકું ;

વ્યક્ત x અવ્યક્ત ;

વિધવા x સધવા

તળપદા શબ્દો

અરથ – અર્થ , મતલબ ;

બોન – બહેન ;

ભણી – તરફ ;

મૈથું – મરણ ;

ધાઈ આવ્યાં – દોડી આવ્યાં

રૂઢિપ્રયોગો

હરખપદૂડા થઈ જવું – આનંદથી ગાંડાધેલા થઈ જવું ;

સમસમી જવું – ધૂંધવાઈ જવું ;

હૈયું ભરાઈ આવવું – દુ:ખ કે લાગણીથી રડું રડું થઈ જવું ;

વહારે ધાવું – સહાય કરવા આગળ વધવું ;

ગોઠી જવું – ફાવટ આવવી ;

હૈયું કકળી ઊઠવું – હૃદયમાં દુઃખ થવું ;

હૈયે ટાઢક વળવી – શાંતિ થવી , રાહત થવી ;

પનારે પડવું – માથે પડવું , ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા ;

છાતીએથી અળગો કરવો – દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ

ધો.9 ગુજરાતી પ્ર – 7 કામ કરે ઈ જીતે

ધો.9 ગુજરાતી પ્ર – 8 છાલ, છોતરાં અને ગોટલા

ધો.9 ગુજરાતી પ્ર – 9 પુત્રવધૂનું સ્વાગત

ધો.9 ગુજરાતી પ્ર – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM


ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post

Leave a Reply