ધો.9 ગુજરાતી પ્ર – 7 કામ કરે ઈ જીતે

std 9 gujarati ch1

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 7 કામ કરે ઈ જીતે (std 9 gujarati ch7) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 7 કામ કરે ઈ જીતે

કવિનુ નામ :- નાથાલાલ દવે

કાવ્ય પ્રકાર :- ગીત

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે?

(A) સહિયારી મહેનતનું બળ

(B) મહેનત વગરનું જીવન

(C) માત્ર ઊંચું ભણેલા લોકો

(D) માત્ર કાગળ ઉપરનું કાર્ય

ઉત્તર :-

(A) સહિયારી મહેનતનું બળ

(2) આ દેશને કઈ રીતે બદલી શકાય?

(A) નદીઓનાં નીરને બાંધીને

(B) ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને

(C) નદીઓનાં નીરને વહેતાં કરીને

(D) ઉપરના (A) અને (B) બંને રીતે

ઉત્તર :-

(D) ઉપરના (A) અને (B) બંને રીતે

(3) દુનિયાને કઈ રીતે બદલી શકાય?

(A) ખૂબ જ મહેનત કરીને

(B) કામ કર્યા વગર

(C) આરામ કરીને

(D) છાપાંને ભીંત ઉપર ચોંટાડીને

ઉત્તર :-

(A) ખૂબ જ મહેનત કરીને

(4) આ કાવ્યમાં …….

(A) આળસનું મહત્વ પ્રગટ થાય છે.

(B) પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે.

(C) ખાસ કશું જાણવા મળતું નથી.

(D) ઊંચું ભણેલા લોકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

ઉત્તર :-

(B) પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે.

2. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો :

(1) આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :-‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે. એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિપ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એનાં નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાનાં છે. એટલે જ ભારતદેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે.

હાથમાં ત્રિકમ ને કોદાળી લઈ ખેતરો ખેડવાનાં છે અને ઘરઘરમાં રેંટિયો ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારતદેશનો જ નહિ, સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જયજયકાર થાય છે.

(2) મુદ્દાસર નોંધ લખો : કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા

ઉત્તર :-શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઇચ્છે છે. એને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારતદેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે. તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેને મહેનત કરીને આપકમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે.

3. પંક્તિ સમજાવો :

‘કામ કરે ઈ જીતે

આવડો મોટો મલક આપણો

બદલે બીજા કઈ રીતે?’

ઉત્તર :-જેને આત્મનિર્ભર રહેવું હોય અને સ્વમાનભેર જીવવું હોય તેણે મહેનત કરવી જોઈએ. ભારત વિશાળ દેશ છે. ભારત દેશની દિશા બદલવી હોય, એનો આર્થિક વિકાસ કરવો હોય, તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ, કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે. આમ, આ પંક્તિઓમાં પરિશ્રમનું ગૌરવ કર્યું છે .


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી / શબ્દાર્થ

સીમ – ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન ;

મજિયારું – સહિયારું ;

ખમીર – જોશ , તાકાત ;

ત્રિકમ – જમીન ખોદવાનું એક ઓજાર ;

વેળા – સમય , ટાણું , વખત ;

બુલંદ – ઊંચો (અવાજ)

વિરુદ્ધાર્થી

જીત x હાર ;

સોહામણું x ડરામણું

તળપદા શબ્દો

મલક – પ્રદેશ, દેશ, મુલક ;

અમોલું – અમૂલ્ય ;

લિયો – લેવું


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ

ધો.9 ગુજરાતી પ્ર – 7 કામ કરે ઈ જીતે

ધો.9 ગુજરાતી પ્ર – 8 છાલ, છોતરાં અને ગોટલા

ધો.9 ગુજરાતી પ્ર – 9 પુત્રવધૂનું સ્વાગત

ધો.9 ગુજરાતી પ્ર – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

Plz share this post

Leave a Reply