ધો.9 ગુજરાતી પ્ર – 9 પુત્રવધૂનું સ્વાગત

std 9 gujarati ch9

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 9 પુત્રવધૂનું સ્વાગત (std 9 gujarati ch9) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 9 પુત્રવધૂનું સ્વાગત

કવિનુ નામ :- મકરંદ દવે

કાવ્ય પ્રકાર :- ગીત

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) પુત્રવધુના આવવાથી જાણે …

(A) લક્ષ્મી આંગણામાં આવ્યાં

(B) સૌ – સૌ કમલની સુગંધ આવી

(C) આંગણે આજે ઉત્સવ થયો

(D) ઉપરના (A) (B) (C) ત્રણેય

ઉત્તર :-

(D) ઉપરના (A) (B) (C) ત્રણેય

(2) પુત્રવધૂનાં વેણ કેવાં લાગે છે?

(A) કડવાં ઝેર

(B) વહાલ નીતરતા

(C) કવેણ

(D) તોછડાં

ઉત્તર :-

(B) વહાલ નીતરતા

(3) ઘરનું છત્તર બનવું એટલે …

(A) ઘરનો કબજો સંભાળી લેવો

(B) ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું

(C) ઘર હવે ઘર રહ્યું જ નથી

(D) અગાસી ઉપર નવું બાંધકામ કરવું

ઉત્તર :-

(B) ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું

(4) ‘ઘરની અગાસીનું ખુલ્લું આકાશ’ વાકયનો ભાવાર્થ

(A) સ્વચ્છંદીપણું , તડ અને ફડ

(B) ઘર, અગાસી અને ખુલ્લું આકાશ

(C) બંધન, ગુલામી અને તિરસ્કાર

(D) સન્માન – સ્વતંત્રતા અને સ્વીકાર

ઉત્તર :-

(D) સન્માન – સ્વતંત્રતા અને સ્વીકાર

2. નીચેના પ્રશ્નનો બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

(1) ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી?

ઉત્તર :-ઘરની ભીંતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સુધી સૂની (અડવી) હતી; પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઊઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા! ઘરનું વાતાવરણ જીવંત બની ગયું.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :-પુત્રવધૂના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધૂ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં સો – સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે.

આજ સુધી ઘરની ભીંતો સૂની હતી; પરંતુ પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા છે. એણે વહાલભરી વાણીથી સૌનાં દિલ જીતી લીધાં છે. પુત્રવધૂ તો ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે.

(2) પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે?

ઉત્તર :-પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધૂનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. ઘરમાં પ્રવેશતાં જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીંતો જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઊઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌનાં હૃદય જીતી લીધાં.

એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતાં જ સૌને શીતળ છાંયડી સમી શાંતિની પ્રતીતિ થઈ. અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ બે – બે કુળને ઉજાળનારી આ પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું.

4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો.

“એણે બબ્બે તે કુળને ઉજાળિયાં”

ઉત્તર :-કવિ પુત્રવધૂને બે – બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધૂ પોતાનાં વાણી – વર્તન દ્વારા કુટુંબમાં સૌનાં દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધૂને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

અડવું – શણગાર વિનાનું, શોભારહિત ;

આંગળાં – આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત ;

પરશ – સ્પર્શ કરવો ;

ટોડલો (ટોલ્લો) – બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો ;

છત્તર – છત્ર ;

ઉજાળવું – ઊજળું કરવું, શોભાવવું

♦ વિરુદ્ધાર્થી ♦

સુગંધ x દુર્ગંધ

તડકો x છાંંયડો

ખુલ્લું x બંધ 

♦ તળપદા શબ્દો ♦

લખમી – લક્ષ્મી ,

ઓચ્છવ – ઉત્સવ ;

જીવતર – જન્મારો, જિંદગી

♦ રૂઢિપ્રયોગો ♦

કુળને ઉજાળવું – કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ

ધો.9 ગુજરાતી પ્ર – 7 કામ કરે ઈ જીતે

ધો.9 ગુજરાતી પ્ર – 8 છાલ, છોતરાં અને ગોટલા

ધો.9 ગુજરાતી પ્ર – 9 પુત્રવધૂનું સ્વાગત

ધો.9 ગુજરાતી પ્ર – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

Plz share this post

Leave a Reply