ધો.9 ગુજરાતી પ્ર – 8 છાલ, છોતરાં અને ગોટલા

std 9 gujarati ch8

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 8 છાલ, છોતરાં અને ગોટલા (std 9 gujarati ch8) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 8 છાલ, છોતરાં અને ગોટલા

લેખકનુ નામ :- બકુલ ત્રિપાઠી

સાહિત્ય પ્રકાર :- હાસ્યનિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1 . પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) બકુલ ત્રિપાઠીના મતે ભારતદેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે?

(A) શ્રીરામ, શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધની સંસ્કૃતિ

(B) પુરાણાં મંદિરો, સ્થાપત્યો અને સ્તૂપોની સંસ્કૃતિ

(C) છાલ, છોતરાં અને ગોટલાની સંસ્કૃતિ

(D) વૈદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ

ઉત્તર :-

(C) છાલ, છોતરાં અને ગોટલાની સંસ્કૃતિ

(2) વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ?

(A) અમૃત જેવી કેરી

(B) આમ્રફળ

(C) આંબાનાં પાંદડા

(D) ગોટલા

ઉત્તર :-

(D) ગોટલા

(3) બકુલ ત્રિપાઠીના મતે મગફળીનાં ફોતરાં આપણે ક્યાં વેરીએ છીએ?

(A) બગીચામાં

(B) શાળાના વર્ગમાં

(C) થિયેટરમાં

(D) (A) (B) (C) ત્રણેયમાં

ઉત્તર :-

(D) (A) (B) (C) ત્રણેયમાં

(4) ઑલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે?

(A) દડાફેંકની

(B) ભાલા ફેંકવાની

(C) કેળાંની છાલ ફેંકવાની

(D) દોડવાની

ઉત્તર :-

(C) કેળાંની છાલ ફેંકવાની

2. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

(1) અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી?

ઉત્તર :-લેખકનું કહેવું છે કે ઑલિમ્પિકવાળા કેળાંની છાલફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચૅલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય, તો ઑલિમ્પિકમાં કેળાંની છાલફેંકની સ્પર્ધા રાખો !

(2) કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે?

ઉત્તર :-લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયાપ્રેમી છે. આપણે શિંગનાં ફોતરાં રૂમાલમાં લઈ, એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતાં – આવતાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ, તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે? એ બિચારી કીડીઓ થાકી જાય! એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાંની હોમિડિલવરી આપીએ છીએ.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે?

ઉત્તર :-આપણે ફોફાંનાં ફોતરાંને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ, તેની નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખવી જોઈએ. પછી જતાં – આવતાં જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ, પણ આપણને એવી ટેવ જ નથી.

આપણે રહ્યા જીવદયાપ્રેમીઓ. આપણે જાણીએ છીએ કે શિંગનાં ફોતરાં પર કીડીઓ આવે છે. ઘણી વાર એ સહકુટુંબ મિત્રમંડળ સાથે આવે છે. એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું? થાકી ન જાય? એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાંની જાણે હોમિડલિવરી કરીએ છીએ. લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે.

(2) આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે?

ઉત્તર :-‘છાલ, છોતરાં અને ગોટલાં’ પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગ્રત નથી. પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય. આથી આપણે આપણાં તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવાં જોઈએ ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ.

આપણાં ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવાં જોઈએ. ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીનાં ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવાં જોઈએ. એનાથી મધમાખીનો ઉપદ્રવ નહિ થાય. આપણે કેળાંની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ.

ટૂંકમાં, શિંગનાં ફોતરાં હોય કે નાળિયેરનાં છોતરાં, તેને પોટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવાં અને બહાર જતાં આવતાં જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં નાખી દેવાં. ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાં એ આપણા સૌની ફરજ છે. આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા, કાવ્યપંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

મૂળ – પ્રાચીન , અસલ ;

મક્ષિકા – માખી ;

નૂતન – નવું ;

પ્રાચીન – જૂનું ;

યશાશક્તિ – શક્તિ પ્રમાણે ;

ડસ્ટબિન – કચરાપેટી ;

વિભૂષિત – શણગારેલું

♦ વિરુદ્ધાર્થી ♦

શ્રેષ્ઠ x કનિષ્ઠ ;

નૂતન x પ્રાચીન ;

પવિત્ર x અપવિત્ર ;

ઉદાર x કઠોર ;

પ્રસન્ન x અપ્રસન્ન ;

સદભાગ્ય x દુર્ભાગ્ય ;

સહિત x રહિત ;

ઉદાર x કંજૂસ

♦ તળપદા શબ્દો ♦

જડવું – મળવું


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ

ધો.9 ગુજરાતી પ્ર – 7 કામ કરે ઈ જીતે

ધો.9 ગુજરાતી પ્ર – 8 છાલ, છોતરાં અને ગોટલા

ધો.9 ગુજરાતી પ્ર – 9 પુત્રવધૂનું સ્વાગત

ધો.9 ગુજરાતી પ્ર – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

Plz share this post

Leave a Reply