std 9 gujarati ch-5 ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

std 9 gujarati ch5

std 9 gujarati ch-5  ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે (std 9 gujarati ch-5) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે. std 9 gujarati ch-5

પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે

કવિનુ નામ :- ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ’

કાવ્યપ્રકાર :- ગીત

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1 . પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.std 9 gujarati ch-5

(1) ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો?

(A) વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે

(B) પહેલી પગલી અહીંથી જ ભરી હતી

(C) ભર ઉનાળે તાપ્યાં અહીં સગડીએ

(D) અમે ભમ્યાં  અહીંના ખેતરમાં

ઉત્તર:-

(C) ભર ઉનાળે તાપ્યાં અહીં સગડીએ

(2) ‘આંખ અમારી ખૂલી અહીં પહેલી’ કહીને કવિ શું કહેવા માગે છે?

(A) જન્મથી આંખ બંધ હતી

(B) હવે મોટા થયા એટલે આંખ ખુલી

(C) બધું જ દેખાવા લાગ્યુ

(D) અહીં જ જન્મ થયો હતો

ઉત્તર:-

(D) અહીં જ જન્મ થયો હતો

(3) જીવનની સફળતા – નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે?

(A) અમે ભમ્યાં અહીંના ખેતરમાં

(B) અહીં શિયાળે તાપ્યાં સગડીએ

(C) જીવનજંગે જગત ભમ્યાં

(D) કોકિલ સુધી વસંતે

ઉત્તર:-

(C) જીવનજંગે જગત ભમ્યાં

(4) જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા?

(A) ભારતમાં

(B) ગુજરાતમાં

(C) જંગલમાં

(D) જગતમાં

ઉત્તર:-

(D) જગતમાં

2. નીચેના પ્રશ્નોના બે – ત્રણ લીટીમાં ઉત્તર લખો.std 9 gujarati ch-5

(1) પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શો હતો?

ઉત્તર:-કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે, એમનો જન્મ થયો. અહીં જ પા પા પગલી માંડી અર્થાત્ શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું.

(2) કવિનો વતનપ્રેમ કાવ્યના આધારે વર્ણવો.

ઉત્તર :કવિનો વતનપ્રેમ કાવ્યમાં પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. આ જ વતનમાં કવિનો જન્મ થયો છે, અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો. વતનનાં ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા. નદીઓમાં નાહ્યા. કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. આ વતનને પોતાનાં તન – ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યાં.

વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસનસથી જીવનરસ સિચ્યો. આ વતનમાં જ આનંદ – કિલ્લોલ કર્યો; અનેક સુખદુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા, પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. આમ, કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતનપ્રેમ છલકાય છે.

3. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.std 9 gujarati ch-5

(1) તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :આશરે બાર વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબનાં સરખી ઉંમરનાં ભાઈ – બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયાં હતાં. અમારી સાથે વડીલો પણ હતા. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે . ગામની નજીક ખળખળ વહેતી નદીમાં નાહ્યા. કશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા આ સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી.

બોર, શેતૂર જેવાં અનેક ફળોથી વાડી શોભતી હતી. ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો. અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણાં મુક્તપણે ફરતાં હતાં. સસલાં નાચતાં – કૂદતાં હતાં. ઝાડ પર ખિસકોલી ઊછળકૂદ કરતી હતી. હૃષ્ટપુષ્ટ ગાયો અને ભેંસો છાંયે ઊભી હતી.

વાડીમાં આંબાડાળે ઝૂલતી કોયલના ટહુકા, ગામના મંદિરના શિખર પર બેસી મધુર સ્વર રેલાવતો મોર, આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અને વિશેષ તો પહાડ પરથી નીચે ઊતરતી નદીનાં પાણીને ઝીલતો મોર જાણે વર્ષને વધાવવા પોતાનાં પીંછાં પ્રસારી નૃત્ય કરી રહ્યો હતો!

(2) કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો.

ઉત્તરઃકાવ્યની પ્રથમ પંક્તિ ‘ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે’થી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. કવિએ આ કાવ્ય દ્વારા સિદ્ધ કર્યું છે. ગુજરાતનું સૃષ્ટિસૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતાં તાપણાં ઠંડીમાં ઉષ્મા આપે છે.

વસંતઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઊઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત્ વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત.

4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો.

આંખ અમારી ખૂલી અહીં પહેલી

પગલી ભરી અહીં પહેલી

અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી

ઉત્તર:-બાળક જન્મે એટલે સૌપ્રથમ એ આખો ખોલીને ચારે બાજુ જુએ છે, કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો. અહીં જ એમણે પહેલી પગલી ભરી, અહીં જ એમનું શૈશવ વીત્યું. કવિ રૂપક અલંકાર દ્વારા યૌવનને વાદળી કહે છે, જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું.

std 9 gujarati ch-5


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી / શબ્દાર્થ

કોકિલ – નરકોયલ ;

ઘનગર્જન – વાદળની ગર્જના ;

ઉરતંતે – હૃદયના તાંતણે ;

કોતર – નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ ;

પૌરુષ – પુરુષાતન ;

સુલિત – ફળદ્રુપ , સારા ફળવાળું ;

વિસરવું – ભૂલી જવું ;

ગૃહમાયા – ઘરની માયા , ઘરની લાગણી ;

પાનેતર – પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર

વિરુદ્ધાર્થી

ખુલ્લું x બંધ

પહેલી x છેલ્લી


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ

ધો.9 ગુજરાતી પ્ર – 7 કામ કરે ઈ જીતે

ધો.9 ગુજરાતી પ્ર – 8 છાલ, છોતરાં અને ગોટલા

ધો.9 ગુજરાતી પ્ર – 9 પુત્રવધૂનું સ્વાગત

ધો.9 ગુજરાતી પ્ર – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


વિચાર વિસ્તાર અને નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


youtube logo

Plz share this post

Leave a Reply