Site icon

Std 10 Maths Memory Map Chapter 1

Std 10 Maths Memory Map Chapter 1

અહીં, પ્રકરણ – 1 (Std 10 Maths Memory Map Chapter 1) માં યાદ રાખવાલાયક અગત્યના મુદ્દા, સૂત્રો, પરિણામો, નિયમો વગેરેની યાદી આપવામા આવી છે. આ પ્રકરણના MCQ અને હેતુલક્ષી દાખલા ગણવા માટે ઉપયોગી છે.

► અવિભાજય સંખ્યાઓ :- 2,3,5,7,11,13,17,19,23,29,31,37,41,43,47,53,59,61,67,71,73,79,83,89,97,101…

2 ની ચાવી :- જે સંખ્યાનો એકમનો અંક 0,2,4,6,8 હોય તો તે સંખ્યાને 2 વડે નિ:શેષ ભાગી શકાય.

3 ની ચાવી :- જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિ:શેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય.

5 ની ચાવી :- જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિ:શેષ ભાગી શકાય.

7 ની ચાવી :-  જો એકમના અંકને 5 વડે ગુણતા મળતી સંખ્યાને બાકીની સંખ્યામાં ઉમેરતાં 7 નો અવયવી મળે, તો તે સંખ્યાને 7 વડે નિ:શેષ ભાગી શકાય.( આ પ્રક્રિયાનુ પુનરાવર્તન બે અંકની સંખ્યા ન મળે ત્યા સુધી કરવુ.)

11 ની ચાવી :- જે સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત 0 હોય અથવા 11 નો ગુણક(11,22,33,…) હોય તો તે સંખ્યાને 11 વડે નિ:શેષ ભાગી શકાય.

13 ની ચાવી :-  જો એકમના અંકને 4 વડે ગુણતા મળતી સંખ્યાને બાકીની સંખ્યામાં ઉમેરતાં 13 નો અવયવી મળે, તો તે સંખ્યાને 13 વડે નિ:શેષ ભાગી શકાય.( આ પ્રક્રિયાનુ પુનરાવર્તન બે અંકની સંખ્યા ન મળે ત્યા સુધી કરવુ.)

17 ની ચાવી :-  જો એકમના અંકને 5 વડે ગુણતા મળતી સંખ્યાને બાકીની સંખ્યામાંથી બાદ કરતા 17 નો અવયવી મળે, તો તે સંખ્યાને 17 વડે નિ:શેષ ભાગી શકાય.( આ પ્રક્રિયાનુ પુનરાવર્તન બે અંકની સંખ્યા ન મળે ત્યા સુધી કરવુ.)

19 ની ચાવી :-  જો એકમના અંકને 2 વડે ગુણતા મળતી સંખ્યાને બાકીની સંખ્યામાં ઉમેરતાં 19 નો અવયવી મળે, તો તે સંખ્યાને 19 વડે નિ:શેષ ભાગી શકાય.( આ પ્રક્રિયાનુ પુનરાવર્તન બે અંકની સંખ્યા ન મળે ત્યા સુધી કરવુ.)

23 ની ચાવી :-  જો એકમના અંકને 7 વડે ગુણતા મળતી સંખ્યાને બાકીની સંખ્યામાં ઉમેરતાં 23 નો અવયવી મળે, તો તે સંખ્યાને 23 વડે નિ:શેષ ભાગી શકાય.( આ પ્રક્રિયાનુ પુનરાવર્તન બે અંકની સંખ્યા ન મળે ત્યા સુધી કરવુ.)

29 ની ચાવી :-  જો એકમના અંકને 3 વડે ગુણતા મળતી સંખ્યાને બાકીની સંખ્યામાં ઉમેરતાં 29 નો અવયવી મળે, તો તે સંખ્યાને 29 વડે નિ:શેષ ભાગી શકાય.( આ પ્રક્રિયાનુ પુનરાવર્તન બે અંકની સંખ્યા ન મળે ત્યા સુધી કરવુ.)

► અંકગણિતનું મૂળભૂત પ્રમેય :- દરેક વિભાજય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે.

1 થી મોટી કોઇ પણ પ્રાકૃતિક સંખ્યાનુ અવિભાજય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે.

► ગુ.સા.અ. શોધવા માટે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર કરવો.

► લ.સા.અ. શોધવા માટે આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજય અવયવના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર કરવો.

► કોઇ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે,   ગુ.સા.અ.(a,b) x લ.સા.અ.(a,b) = a x b

► જો a અને b પરસ્પર અવિભાજય સંખ્યાઓ હોય, તો ગુ.સા.અ.(a,b) = 1 અને  લ.સા.અ.(a,b) = a x b થાય.

► બે કે તેથી વધુ આપેલ સંખ્યાઓનો ગુ.સા.અ. એ તેમના લ.સા.અ. નો અવયવ હોય જ છે.

► બે કે તેથી વધુ આપેલ સંખ્યાઓનો લ.સા.અ. એ તેમના ગુ.સા.અ. નો ગુણક હોય છે.

► અસંમેય સંખ્યા :- જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેત્તર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યાને અસંમેય સંખ્યા કહે છે. દા.ત. √2, √3 , √5 , π , 0.10100100010000…

કોઇ પણ અવિભાજય પૂર્ણાંકનુ વર્ગમૂળ એ અસંમેય સંખ્યા છે.

► જો P અવિભાજય હોય અને  a2 એ p વડે વિભાજય હોય, તો a પણ  p વડે વિભાજય છે.

► સંમેય અને અસંમેય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસંમેય હોય છે.

► શૂન્યેત્તર સંમેય અને અસંમેય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ અસંમેય હોય છે.

Std 10 Maths Memory Map Chapter 1



પ્રકરણ – 1 વાસ્તવિક સંખ્યાઓના મેમરી મેપની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો. 

CLICK HERE


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1


હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post
Exit mobile version