ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ના અભ્યાસક્રમ મુજબ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયના પાઠ્યપુસ્તકો અને સ્વઅધ્યયનપોથી ( STD12 ARTS & COMMERCE TEXTBOOK GSEB ) ડાઉનલોડ કરી શકશો.
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.
મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે.
અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ – ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિઘાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે.
ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના નીચે મુજબના પુસ્તકો ડાઉનલોડ કરી શકશો.
-
યોગ,સ્વાસ્થય અને શારીરિક શિક્ષણ
-
આંકડાશાસ્ત્ર
-
સમાજશાસ્ત્ર
-
સંસ્કૃત
-
મનોવિજ્ઞાન
-
રાજયશાસ્ત્ર
-
તત્વજ્ઞાન
-
સંગીત
-
અર્થશાત્ર
-
હિંદી દ્વિતિય ભાષા
-
ગુજરાતી પ્રથમ ભાષા
-
ગુજરાતી દ્વિતિય ભાષા
-
ભૂગોળ
-
અંગ્રેજી દ્વિતિય ભાષા
-
નામાના મૂળતત્વો
-
વાણિજય વ્યવસ્થા અને સંચાલન
-
વાણિજય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટીસ
આ નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના પાઠ્યક્રમના શીખવેલ વિષ્યવસ્તુને વિદ્યાર્થીઓ વધુ મહાવરા દ્વારા દ્રઢ કરે અને તે દ્વારા પાઠ્યક્રમને સ્વપ્રયત્ને વધુ સારી રીતે આત્મસાત કરે તે હેતુથી ધોરણ 12 ના નામાના મૂળતત્વો , વાણિજય વ્યવસ્થા અને સંચાલન , આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા મુખ્ય વિષયોની સ્વ અધ્યયન પોથી ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) એકમ કસોટીના પ્રશ્નપત્રો અને સોલ્યુશન (વર્ષ 2020-21) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધો.૧૨ સામાન્યપ્રવાહના તમામ વિષયોની આદર્શ પ્રશ્નબેંંક – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,વલસાડ દ્વારા નિર્મિત
ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.