Site icon

ધો.9 ગુજરાતી પ્ર – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

std 9 gujarati ch10

ધોરણ 9 ગુજરાતીમાં પ્રકરણ – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ (std 9 gujarati ch10) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

લેખકનુ નામ :- વિનોબા ભાવે

સાહિત્ય પ્રકાર :- લલિતનિબંધ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1 . પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) નીચેનામાંથી કયું વાક્ય બંધબેસતું નથી?

(A) વિકૃતિ એટલે સહજ સ્વભાવ

(B) પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ

(C) સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું

(D) વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું

ઉત્તર :-

(A) વિકૃતિ એટલે સહજ સ્વભાવ

(2) વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે?

(A) માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે

(B) માણસમાં પશુવૃત્તિ આવતી જશે ત્યારે

(C) દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી

(D) માાસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે

ઉત્તર :-

(D) માાસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે

(3) (પાઠના આધારે) ભારત પાસે અદ્વિતીય એવું શું છે?

(A) માનવસંપદા

(B) વિચારસંપદા

(C) પ્રાણીસંપદા

(D) વૈભવી રહેણીકરણી

ઉત્તર :-

(B) વિચારસંપદા

2. નીચેના પ્રશ્નનો બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો.

(1) પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે?

ઉત્તર :-પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે, તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે, જેથી એ ઋષિ કહેશે કે આ મારાં જ બાળકો છે.

3. નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.

ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતાં રહીશું, તે આપણી વિકૃતિ છે.

પ્રશ્નો :

(1) બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય?

ઉત્તર : વિકૃતિ

(2) ઉપવાસને લેખક શું કહે છે?

ઉત્તર : ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે.

(3) ‘ પ્રકૃતિ’ને સમજાવવા લેખકે શું કહ્યું છે?

ઉત્તર : ‘પ્રકૃતિ’ને સમજાવવા લેખકે કહ્યું છે કે, આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે.

(4) આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો.

ઉત્તર : સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ

4. નીચેના પ્રશ્નનો સાત – આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો.

ઉત્તર :-ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિવર્ધન છે. તેની પાસે સુંદર વિચાર – વૈભવ અને આધ્યાત્મિક વિચાર – સંપદા છે.

ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દશક્તિ અસ્ખલિત પ્રવાહરૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાઈ છે, પણ આપણી જ્ઞાન – પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ – કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે.

ભારતદેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારતદેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

સમાનાર્થી / શબ્દાર્થ

વર્જ્ય – ત્યજવા યોગ્ય ;

ક્ષીણ – ઘસાયેલું , નબળું ;

અકરાંતિયું – ધરાય નહિ તેવું , વધારે પડતું ખાનારું ;

સાવધ – જાગ્રત , સજાગ ;

નિષ્કર્ષ – સાર ;

અદ્વિતીય – અજોડ ;

અસ્ખલિત – સતત , એકધારું ;

શાશ્વત – નિત્ય ;

ચવડ – મુશ્કેલીથી તૂટે , ફાટે કે ચવાય તેવું ;

સંપદા – સંપત્તિ

વિરુદ્ધાર્થી

પ્રાચીન x અર્વાચીન ;

સાવધ x ગાફેલ ;

સ્નિગ્ધ x કઠણ ;

બાહ્ય x આંતરિક ,

આધ્યાત્મિક x સાંસારિક ,

અભિમાન x નિરભિમાન ;

શાશ્વત x નાશવંત ;

અકરાંતિયું x મિતાહારી


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

ધોરણ 9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયો

ધોરણ 9 ગુજરાતી પ્ર – 2 ચોરી અને પ્રાયશ્ચિત્ત

ધોરણ 9 ગુજરાતી પ્ર – 3 પછી શામળિયોજી બોલિયા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 4 ગોપાળબાપા

ધોરણ 9 ગુજરાતી પ્ર – 5 ગુર્જરીના ગૃહ કુંજે

ધોરણ 9 ગુજરાતી પ્ર – 6 લોહીની સગાઈ

ધો.9 ગુજરાતી પ્ર – 7 કામ કરે ઈ જીતે

ધો.9 ગુજરાતી પ્ર – 8 છાલ, છોતરાં અને ગોટલા

ધો.9 ગુજરાતી પ્ર – 9 પુત્રવધૂનું સ્વાગત

ધો.9 ગુજરાતી પ્ર – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Std-9 Gujarati Ch-1 Sanj Same Shamaliyo :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 2 ચોરી અને પ્રાયશ્ચિત :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 3 પછે શામળિયોજી બોલિયા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 4 ગોપાળબાપા :- MCQ

ધોરણ 9 ગુજરાતી પ્રકરણ – 5 ગુર્જરીના ગૃહ કુંજે :- MCQ

 


STD 9 QUESTIONS PAPER GUJARATI MEDIUM

ધો.9 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પાઠ્યપુસ્તકો , પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

Plz share this post
Exit mobile version