બાળકના સર્વાગી વિકાસની સંકલ્પના પરિપૂર્ણ કરવા શિક્ષણની ગુણવત્તા અને અસરકારકતા જળવાય તે હેતુથી ધોરણ ૧૦/૧૨ માં નવા ૩૦ % ઘટાડેલ અભ્યાસક્રમ આધારિત પરીક્ષા પદ્ધતિ અનુસાર વિવિધ વિષયના પ્રશ્નપત્રો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા યોજવામાં આવતી પરીક્ષા પદ્ધતિ અને પરિરૂપમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે .
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી , વલસાડ તથા જિલ્લા શાળાકીય પરીક્ષા સમિતિ , વલસાડના સંયુક્ત ઉપક્રમે અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિમાં આવેલ પરિવર્તનના સોપાનો વિદ્યાર્થીઓ સુપેરે સર કરી શકે તેમજ પ્રગતિના રાજમાર્ગ સુધી પહોંચી શકે અને ભયમુક્ત , ચિંતામુક્ત અને ઉત્સાહ પૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ચિંતન કરી તેના નિષ્કર્ષ રૂપે ધોરણ ૧૦/૧૨ બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ , શિક્ષકો અને આચાર્યશ્રીઓ અને તથા શાળા દ્વારા દરેક વિષયનું પૂર્ણ દઢીકરણ કરી શકે તે માટે હેતુલક્ષી પ્રશ્નોના જવાબો સહીત “ આદર્શ પ્રશ્નબેંક ” પુસ્તિકાની રચના કરવામાં આવેલ છે .
આ પુસ્તિકામાં વિદ્યાર્થીઓ દરેક વિષયના પ્રશ્નપત્ર પરિરૂપ આધારિત પ્રશ્નોનો મહાવરો સરળતાથી કરી શકે તેવા વિભાગવાર પ્રશ્નો પાઠ્યપુસ્તકના આધારે તૈયાર કરીને સંકલિત કરી , પુસ્તિકા સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવેલ છે .
આ આદર્શ પ્રશ્નબેંક ની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે જે તે વિષય પર ક્લિક કરો.
ગુજરાતી
ગણિત
વિજ્ઞાન
સામાજિક વિજ્ઞાન
અંગ્રેજી
હિંદી
સંસ્ક્રૂત
ધોરણ 10ના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ( વર્ષ 2020/21 માટે જ ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધોરણ – ૧૦ :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.
નવો ૩૦% ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ – ૯ થી ૧૨ માટે ( એક જ ક્લિકમા પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરો.)
ધો.૧૦ નમૂનારૂપ પ્રશ્નપત્રોનુ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે