વિજ્ઞાનને અસરકારક રીતે સમજવા માટે પ્રયોગાત્મક અને દૃશ્ય આધારિત અભ્યાસ ખૂબ જ જરૂરી છે.
આ માટે PhET Interactive Simulations એક ઉત્તમ શૈક્ષણિક સાધન છે.
આ પોસ્ટમાં આપણે PhET Simulation નો ઉપયોગ કરીને
👉 વિદ્યુત પ્રવાહની ચુંબકિય અસરો (Magnetic Effects of Electric Current) સરળ અને રસપ્રદ રીતે સમજીએ. Std 10 Science Ch 12 Simulations
🔎 PhET Simulation શું છે?
PhET Simulation એક મફત ઑનલાઇન પ્લેટફોર્મ છે જેમાં
વિજ્ઞાનના વિષયો માટે ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન ઉપલબ્ધ છે.
✔️ પોતે Current બદલી શકાય
✔️ Magnetic Field તરત જોઈ શકાય
✔️ પ્રયોગ જેવી અનુભૂતિ મળે
🧲 વિદ્યુત પ્રવાહની ચુંબકિય અસર શું છે?
જ્યારે કોઈ વાહક (Conductor)માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે,
ત્યારે તેના આસપાસ ચુંબકીય ક્ષેત્ર (Magnetic Field) ઉત્પન્ન થાય છે.
➡️ આ ઘટનાને વિદ્યુત પ્રવાહની ચુંબકિય અસર કહે છે.
🔁 સીધા વાહક આસપાસનું ચુંબકીય ક્ષેત્ર
PhET Simulation માં:
સીધો તાર પસંદ કરો
Current વધઘટ કરો
Compass / Field Lines Observe કરો
📌 Current વધે → Magnetic Field મજબૂત બને
✋ જમણા હાથનો અંગૂઠા નિયમ (Right Hand Thumb Rule)
જો જમણા હાથનો અંગૂઠો Current ની દિશામાં રાખીએ
તો વળેલા આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે.
👉 PhET Simulation માં આ નિયમ સરળતાથી ચકાસી શકાય છે.
🧲 વિદ્યુત ચુંબક (Electromagnet)
Simulation દ્વારા આપણે જોયે છીએ કે:
✔️ Coil માં Current પસાર કરતાં
✔️ લોખંડનો કોર મૂકતાં
➡️ શક્તિશાળી વિદ્યુત ચુંબક બને છે.
📌 Current બંધ કરતા ચુંબકિય અસર નાશ પામે છે.
🌀 સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર
Solenoid ના અંદરનું ક્ષેત્ર
👉 મજબૂત અને સમાન હોય છેબહારનું ક્ષેત્ર
👉 નબળું હોય છે
📌 આ પણ PhET Simulation માં સ્પષ્ટ જોઈ શકાય છે.