ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 8 અહી વિભાગ – B માં પ્ર– 8 બળ તથા ગતિના નિયમો ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
1. જડત્વ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? કયા કયા?
ઉત્તર :- પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે.
જડત્વના ત્રણ પ્રકાર છે.
(1) સ્થિર સ્થિતિનું જડત્વ (2) ગતિનું જડત્વ (3) દિશાનું જડત્વ
2. વેગમાનની વ્યાખ્યા લખો અને તેના SI એકમ જણાવો.
ઉત્તર :- પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાનનો SI એકમ kg m/s છે.
3. જ્યારે કાર્પેટ (જાજમ) ને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે. સમજાવો.
ઉત્તર : જ્યારે કાર્પેટ (જાજમ)ને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે, પણ તેમાંના ધૂળના રજકણો સ્થિર અવસ્થામાં હોવાથી તેઓ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળી જાય છે અને જમીન પર આવીને પડે છે.
4. તફાવત આપો. વેગ – વેગમાન
ઉત્તર :-
વેગ વેગમાન
પદાર્થ એકમ સમયમાં સ્થાનાંતરને પદાર્થનો કરેલા વેગ કહે છે. પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે.
વેગનો SI એકમ m/s છે. વેગમાનનો SI એકમ kg m/s છે.
તે સદિશ રાશિ છે. તે સદિશ રાશિ છે.
5. કારણ આપો. વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે.
ઉત્તર :- કારણ કે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણબળ વધે છે. તેના લીધે ટાયર જમીન પર સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે.
6. કારણ આપો. કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે.
ઉત્તર :- કેળાની છાલ પર પગ પડે છે ત્યારે પગ અને જમીન વચ્ચે કેળાની છાલ આવે છે, જે લીસી હોવાથી ઘર્ષણબળ ઘટી જાય છે. તેથી કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે.
Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 8
વિભાગ – B માં પ્રકરણ – 1 આપણી આસપાસમાં દ્વવ્યના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.