Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 5

Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 5

ધોરણ – 9 ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ – 2024 નુ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામા આવ્યુ છે.Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 5  અહી વિભાગ – B માં પ્ર– 5 સજીવનો પાયાનો એકમ ના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

1. તફાવત આપો. વનસ્પતિકોષ અને પ્રાણીકોષ

ઉત્તર :- 

વનસ્પતિકોષપ્રાણીકોષ
1.તેમાં હરિતકણ હોય છે.1.તેમાં હરિતકણનો અભાવ હોય છે.
2.તેમાં તારાકેંદ્રનો અભાવ હોય છે.2.તેમાં તારાકેંદ્ર હોય છે.
3.તેમાં કોષદિવાલ હોય છે.3.તેમાં કોષદિવાલનો અભાવ હોય છે.
4.તેમાં રસધાની મોટા કદની હોય છે.4.તેમાં રસધાની નાના કદની હોય છે.

2. કારણ આપો. કણાભસૂત્રને કોષનુ ઉર્જાઘર કહે છે.

ઉત્તર :- કારણ કે, જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃતિઓ માટે જરૂરી ઉર્જા ATP ના સ્વરૂપમા કણાભસૂત્રમા નિર્માણ કરવામા આવે છે.

3. શા માટે લાયસોઝોમને આત્મઘાતી કોથળી  તરીકે ઓળખવામા આવે છે.?

ઉત્તર :-  જયારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ તુટે છે.અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા કોષનુ પાચન કરી નાખે છે. આથી લાયસોઝોમને આત્મઘાતી કોથળી  તરીકે ઓળખવામા આવે છે.

4. બહુકોષીય સજીવો એટલે શું? ઉદાહરણ આપો.

ઉત્તર :- એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી વિભિન્ન કાર્યો કરવા માટે વિવિધ ભાગો રચે છે. આવા સજીવોને બહુકોષીય સજીવો કહે છે.

ઉદાહરણ :- વનસ્પતિ અને પ્રાણીઓ

5. નીચે આપેલી માહિતીને અનુરૂપ અંગીકાઓના નામ જણાવો. (i) કોષનું શક્તિઘર (ii) કોષનું રસોડું (iii) કોષનો નિયામક એકમ (iv) કોષનો પરિવહન માર્ગ

ઉત્તર :- (i) કોષનું શક્તિઘર – કણાભસૂત્ર

(ii) કોષનું રસોડું – હરિતકણ

(iii) કોષનો નિયામક એકમ – કોષકેન્દ્ર 

(iv) કોષનો પરિવહન માર્ગ – અંત કોષરસજાળ 

6. રોબર્ટ બ્રાઉન અને પરકિંજેનો જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો.

ઉત્તર :- રોબર્ટ બ્રાઉન – કોષમાં કોષકેન્દ્રનું સંશોધન કર્યું.

પરકિંજે – કોષના પ્રવાહી દ્રવ્ય માટે કોષરસ શબ્દ આપ્યો.

7. ટૂંક નોંધ લખો. કોષ દિવાલ

ઉત્તર :- વનસ્પતિ કોષોમાં કોષરસપટલ સિવાય પણ તેની બહારની બાજુએ આવેલા બરડ આવરણને કોષદિવાલ કહે છે.

કોષ દિવાલ કોષરસપટલની બહારની બાજુએ આવેલી હોય છે.

વનસ્પતિ કોષમાં તે સેલ્યુલોઝની બનેલી હોય છે.

પ્રાણી કોષમાં કોષદિવાલનો અભાવ હોય છે.

8. તફાવત આપો. આદીકોષકેંદ્રી કોષ અને સુકોષકેંદ્રી કોષ

આદીકોષકેંદ્રી કોષસુકોષકેંદ્રી કોષ
કદ - સમાન્યત : નાનાકદ - સમાન્યત : મોટા
રંગસૂત્ર - એકલરંગસૂત્ર - એક કરતા વધારે
પટલમય અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે.પટલમય અંગિકાઓની હાજરી ધરાવે છે.

9. વનસ્પતિ કોષની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

ઉત્તર :-

10.તફાવત આપો. વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણીકોષની રસધાની

ઉત્તર :-

વનસ્પતિ કોષની રસધાનીપ્રાણીકોષની રસધાની
વનસ્પતિ કોષોમાં રસધાની ઘણા મોટા કદની હોય છે.પ્રાણીકોષોમાં રસધાની નાના કદની હોય છે.
તે કોષને આસુનતા અને બરડતા આપે છે.તે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી નિકાલ કરે છે.

11. શા માટે કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.?

ઉત્તર :- કોષરસપટલ કેટલાક દ્રવ્યોને કોષમા પ્રવેશ આપવાની મંજુરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.

Std 9 Science Assignment Solution 2024 Vibhag B Chapter 5


વિભાગ – B માં પ્રકરણ – 1  આપણી આસપાસમાં દ્વવ્યના તમામ પ્રશ્નોનુ આદર્શ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply