ધોરણ 10 સામાજિક વિજ્ઞાન નવનીત ગાઈડ પ્રકરણ – 1 ભારતનો વારસો

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 1 ભારતનો વારસો (std10 social science ch1) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

  1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

(1) આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો.

ઉત્તર :-

આર્ય પ્રજા :ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા. પ્રાચીનકાળમાં હિંદુઓ આર્ય કહેવાતા.તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ‘આર્યાવર્ત’ નામ અપાયું હતું.પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને ‘સપ્તસિંધુ’ નામ આપ્યું.

ઉત્તર વૈદિકકાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા (બિહાર) સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા.આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ ૫૨થી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો.આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા.

તેમણે આ દરેકની સ્તુતિઓ (ઋચાઓ) ની રચના કરી હતી. સમય જતાં વેદપઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ.ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું.સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન-સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી – કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો.

આમ, પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો.ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત્ તેમનું ભારતીય કરણ થયું.આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો.

દ્રવિડ પ્રજા :દ્રવિડોને મોહેં-જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે.ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યાં. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા.દ્રવિડોએ માતારૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી.

દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે.દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ.

આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી.તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું-વણવું, રંગવું, હોડી-તરાપા જેવાં ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે.આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે .

(2) સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.

ઉત્તર :-

→ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતાં પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે.→ મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી. મેલિનોવ્સ્કીના મતે , ‘સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ’.

→ સંસ્કૃતિ એટલે માનવસમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. → સંસ્કૃતિ એટલે ‘ગુફાથી ઘર’ સુધીની માનવજાતની વિકાસયાત્રા.

→ ઇતિહાસમાં ‘સંસ્કૃતિ’ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ-સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે.→ સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, ક્લા-કૌશલ્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે.

→ માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલાં સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિતકલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે.→ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાસમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે.

(3) ‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ – સવિસ્તર સમજાવો.

ઉત્તર :-

1. ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્ત્વીય સ્થળો :લોથલ (ધોળકા તાલુકો), રંગપુર (લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો), ધોળાવીરા (કચ્છ જિલ્લો), રોઝડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જિલ્લો) વગેરે મુખ્ય છે.

2. ઐતિહાસિક સ્થળો :વડનગરનું  કીર્તિતોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસીંગનાં  દહેરાં, પાટણનું સહસ્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહોબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતનાં ઐતિહાસિક મહત્વ ધરાવતાં સ્થળો છે.

૩. ધાર્મિક સ્થળો :દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરું શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો), બહુચરાજી (મહેસાણા જિલ્લો), મહાકાલીનું મંદિર (પાવાગઢ – પંચમહાલ જિલ્લો), મીરા દાતાર (ઉનાવા – મહેસાણા જિલ્લો), જૈનતીર્થ પાલિતાણા (ભાવનગર જિલ્લો), રણછોડરાયજીનું મંદિર (ડાકોર,ખેડા જિલ્લો), શામળાજી (અરવલ્લી જિલ્લો) વગેરે ગુજરાતનાં ધાર્મિક મહત્વ ધરાવતાં તીર્થસ્થાનો છે.

4. સાંસ્કૃતિક મહોત્સવો :પોળો (વિજયનગર – સાબરકાંઠા જિલ્લો), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના – રીરી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ – નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે ગુજરાતનાં જાણીતાં સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે.

5. મેળાઓ :મેળાઓમાં મોઢેરાનો મેળો (મોઢેરા – મહેસાણા જિલ્લો), ભાદરવી પૂનમનો મેળો (અંબાજી – બનાસકાંઠા જિલ્લો), ભવનાથનો મેળો (ગિરનાર – જૂનાગઢ જિલ્લો), તરણેતરનો મેળો (તરણેતર – સુરેન્દ્રનગર જિલ્લો) અને વૌઠાનો મેળો (ધોળકા – અમદાવાદ જિલ્લો) મુખ્ય છે.

6. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ :ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

(1) ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.

ઉત્તર :

આપણા બંધારણના અનુચ્છેદ 51 (ક) માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9) માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી.→ દેશનાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ – પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી.

→ દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.→ હિંસાનો ત્યાગ કરવો. → ભારતના પ્રકૃતિનિર્મિત રમ્ય ભૂમિદશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.

(2) પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી , ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.

ઉત્તર :-

પ્રાકૃતિક વારસાનો અર્થ :- →પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ.પ્રાકૃતિક વારસોએ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

→ ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણાં, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણપ્રદેશો, ઋતુઓ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ-પક્ષી, પ્રાણીઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. ભારતનાં ભૂમિદશ્યો ( Land Scapes ) માં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનીજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે.

→ હવામાનમાં થતાં પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ આપવામાં આવ્યું છે, કે આપણે સૌ પ્રકૃતિનાં સંતાન છીએ. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે.

→ પીપળો અને વડ જેવાં વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યાં છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આપણાં ગીતો, કાવ્યો, તહેવારો, મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર ( નેચરોપથી ) જેવી ચિકિત્સા – પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે.

(3) ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.

ઉત્તર :-

સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા-કૌશલ્ય વડે જે કાંઈ સર્જન કર્યુ કે મેળવ્યું છે તે ‘સાંસ્કૃતિક વારસો’ કહેવાય છે.

→ ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો,કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલાં સ્થળો તેમજ સ્વાતંત્ર્યસંગ્રામ સહિતનાં ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન (કોલકાતા), દિલ્લી જેવાં સ્થળો વગેરેનો સમાવેશ થાય છે.

→ આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ-વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.→ પ્રાગ્ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે.

દા.ત. શિલ્પ સ્થાપત્યની કળા. તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. એ અવશેષોમાંથી મળી આવેલ  દેવ-દેવીઓની પ્રતિમાઓ, પશુઓનાં અને માનવ – આકૃતિનાં શિલ્પો, બાળકોને રમવાનાં કેટલાંક રમકડાં, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિ વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંંકમાં લખો.

(1) આર્ય પ્રજા અન્ય ક્યા નામે ઓળખાય છે?

ઉત્તર :આર્ય પ્રજા નોર્ડિક નામે ઓળખાય છે.

(2) નેગ્રીટો (હબસી) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.

ઉત્તર :નેગ્રીટો અથવા નીગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનુ માનવુ છે કે નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઇ ભારતમાં આવેલા. તેઓ વર્ણ શ્યામ, 4થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.

(3) ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયાં કયાં પ્રાણીઓ દર્શાવાયેલાં છે?

ઉત્તર :ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહ, ઘોડો અને બળદ વગેરે પ્રાણીઓ દર્શાવાયેલાં છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.

(1) ”લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?

(A) ભારત (B) પ્રકૃતિ (C) નદીઓ (D) પનિહારીઓ

ઉત્તર : (C) નદીઓ

(2) નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?

(A) શારદા પીઠ-સોમનાથ (B) પોળો ઉત્સવ-વડનગર(C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ-મોઢેરા (D) સીદી સૈયદની જાળી-ભાવનગર

ઉત્તર : (C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ-મોઢેરા

(3) દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?

(A) હિન્દી (B) તમિળ (C) કન્નડ (D) મલયાલમ

ઉત્તર : (A) હિન્દી


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ

 

 


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


 

Plz share this post
Exit mobile version