તા.21/07/2022 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ બેંક G3Q QUIZ BANK WEAK-2

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ બેંક તા.21/07/2022 (G3Q QUIZ BANK WEAK-2) ના શાળા, કોલેજ અને અન્ય લેવલના પ્રશ્નો મુકવામા આવ્યા છે.

શાળા કક્ષાના પ્રશ્નો

1. કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક વિષે જાણતા થયા ?

2. સરદાર સરોવર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ક્યારે સમર્પિત થયો?

3. કઈ એજન્સી કૃષિ સંબંધિત વિષયો, પ્રદર્શન, એક્સપોઝર વિઝીટ અને કૃષિમેળા પર તાલીમ આપે છે ?

4. પ્રાકૃતિક તત્ત્વો જેમ કે પ્રાણીઓ, છોડ, બેક્ટેરિયા અને અમુક ખનિજોમાંથી મેળવેલા જંતુનાશકોને શું કહેવામાં આવે છે?

5. ગુજરાતના કયા જિલ્લાને ૧૦૦% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે?

6. ‘વાદળી ક્રાંતિ’ શું છે?

7. ભારત સરકારના કયા પોર્ટલ પર ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓનલાઇન અભ્યાસક્રમો વિનામૂલ્યે ઉપલબ્ધ છે?

8. નવી શિક્ષણ નીતિ 2020માં કયા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં ભણાવવાની દરખાસ્ત છે?

9. GCERTનું સૌપ્રથમ વડું મથક ક્યાં હતું ?

10. ધોરણ-9 માં અભ્યાસ કરતી અનુ.જનજાતિની ક્ન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન માટે શું આપવામાં આવે છે ?

11. ગુજરાતમાં MBBSમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ- 12 પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે ?

12. IIM અમદાવાદમાં સુરક્ષિત પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશન પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે??

13. શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપનાર પ્રથમ ભારતીય ઉપગ્રહ ક્યો છે ?

14. અટલ ઈનોવેશન મિશન શાળાના વિદ્યાર્થીઓ માટે AI-આધારિત મોડ્યુલ શરૂ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?

15. ગુજરાતમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT)નું નામ શું છે ?

16. PGVCLનું પૂરું નામ શું છે ?

17. ‘સોલાર રૂફટોપ સ્કીમ’નો સૌથી મહત્ત્વનો ફાયદો શું છે ?

18. સોલાર કૂકરમાં કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?

19. ભારતમાં પવન-ઊર્જા ઉત્પાદનમાં કયું રાજ્ય બીજા ક્રમે છે ?

20. નયારા એનર્જી દ્વારા નિર્મિત પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લામાં થયો ?

21. અકોટા સોલાર બ્રિજ પ્રોજેક્ટ થકી ઉત્પાદન થતી વીજળીની વહેંચણી કઈ વીજ કંપની કરે છે ?

22. ગુજરાતમાં પ્રથમ પવનઊર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થયો ?

23. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયાં વાહનોમાં સબસિડીની જાહેરાત કરવામાં આવી છે ?

24. વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ બીજા કયા નામથી પણ ઓળખાય છે ?

25. DBTનું પૂરું નામ શું છે ?

26. જી.એસ.ટી. કાઉન્સિલની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવે છે ?

27. ગુજરાત પછાતવર્ગ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?

28. વિશ્વધરોહર (World Heritage) સ્થળોને કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે ?

29. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ ચાંપાનેર ઇ.સ. 1405માં કયા વંશની રાજધાની હતું ?

30. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?

31. ચિત્ર-વિચિત્ર મેળામાં મુખ્યત્વે કોણ ભાગ લે છે ?

32. ‘માધવ ક્યાંય નથી’ નવલકથાના સર્જકનું નામ શું છે ?

33. ભારતમાં રથયાત્રા વિક્રમસંવત મુજબ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

34. રામનારાયણ વિ. પાઠકનું તખલ્લુસ શું છે ?

35. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?

36. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો ?

37. ગુજરાત રાજ્ય માટે 12 માર્ચનું ઐતિહાસિક મહત્ત્વ શું છે ?

38. ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ ક્યાં આવેલું છે ?

39. વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?

40. વાહન પ્રદૂષણ ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયું ધોરણ અપનાવવામાં આવેલ છે ?

41. મહેસાણામાં ONGCનો વિસ્તાર કેટલો છે ?

42. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

43. સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાંભર, ચિંકારા, નીલગાય વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?

44. રતનમહાલ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

45. ક્લાઈમેટ ચેન્જ માટે GIM યોજનાનું પૂરું નામ આપો.

46. નીચેનામાંથી કયું ઓઝોન સ્તર અવક્ષય માટે જવાબદાર છે ?

47. અવકાશમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા?

48. ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે ?

49. 2019થી વિશ્વ કયા રોગચાળાનો સામનો કરી રહ્યું છે ?

50. કેન્દ્ર સરકાર દ્વારા ‘પી.એમ.એસ.એસ.વાય.યોજના’ હેઠળ પ્રથમ નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કયા શહેરમાં બનાવવામાં આવી છે ?

51. કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં 108 સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો?

52. રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ) હેઠળ આયુષ દ્વારા શાળાઓમાં કયા આરોગ્ય કાર્યક્રમો કરવામાં આવે છે ?

53. ખાદ્ય સુરક્ષાના નિયમન અને નિરીક્ષણ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને તેને પ્રોત્સાહન આપવા માટે કોણ જવાબદાર છે?

54. ગુજરાત સરકાર દ્વારા ગરીબીરેખા નીચે જીવતા દર્દીઓને તબીબી સારવાર સાથે મદદરૂપ થવા નીચેનામાંથી કઈ સમિતીની સ્થાપના કરવામાં આવી છે ?

55. શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમનો લાભ કોને મળશે ?

56. દૂધમાં કયું વિટામિન હોતું નથી ?

57. રક્તદાન માટે વજનની લઘુત્તમ મર્યાદા કેટલી છે?

58. માંદગી અને ઈજાથી મુક્ત થવાની સ્થિતિને શું કહેવામાં આવે છે ?

59. માનવ શરીરના કયા ભાગમાં પાયોરિયા રોગ થાય છે ?

60. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાના લાભાર્થી કોણ છે?

61. ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક રોકાણ વિસ્તાર કયો છે?

62. ભારતમાં મોટામાં મોટું ટેક્સટાઇલ માર્કેટ ક્યાં આવેલું છે ?

63. કયા મંત્રાલય દ્વારા UDAN (ઉડે દેશ કા આમ આદમી) યોજના શરૂ કરવામાં આવેલ છે ?

64. હાથશાળ મહિલા કારીગરને આપવામાં આવતા વિશિષ્ટ એવોર્ડનું નામ શું છે?

65. આવાસ એકમો, ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ વગેરે જેવા હોસ્પિટાલિટી ક્ષેત્રનાં ઘટકોનો ડેટાબેઝ સપ્ટેમ્બર 2021માં શરૂ કરવામાં આવેલ કઈ યોજના અંતર્ગત જાળવી રાખવામાં આવશે ?

66. NER અને સિક્કિમમાં MSMEના પ્રમોશન માટે કોણ અરજી કરી શકે છે ?

67. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?

68. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસ અમદાવાદ ખાતે કયા વિસ્તારમાં આવેલી છે ?

69. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગો ગ્રીન યોજનાની શરૂઆત ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામા આવી હતી ?

70. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ અન્વયે કયા રાજ્યએ સૌથી વધુ નોંધણી કરાવી છે ?

71. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત કુટુંબના કેટલાં વ્યક્તિઓને લાભ મળવા પાત્ર છે ?

72. સ્થળાંતરિત શ્રમિકોનાં બાળકોનું શિક્ષણ અવરોધાય નહીં તે માટે શી જોગવાઈ કરવામાં આવેલ છે ?

73. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણેને થતી બીમારીઓમાં સહાય યોજના ‘ હેઠળ વ્યવસાયિક બીમારીથી પીડાતા બાંધકામ કામદારોને કયા પ્રકારની સહાય આપવામાં આવે છે ?

74. ગુજરાત સરકારની યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ઉપયોગી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન કઈ છે ?

75. ‘કૌશલ ભારત કુશળ ભારત’ સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?

76. કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં લોકોને ભારત સરકારની કઈ યોજના હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા ?

77. એક શ્રમિક એક વર્ષમાં કેટલી વખત સંપૂર્ણ શરીર તપાસ યોજનાનો લાભ મેળવી શકે છે ?

78. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?

79. કયા વર્ષમાં બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું ?

80. અખંડ ભારતની નીતિઓમાં મહાત્મા ગાંધીનું પ્રથમ સાહસ કયું હતું ?

81. 21મા કાયદાપંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

82. નીચેનામાંથી કયો વિકલ્પ ભારતમાં નાણાકીય વર્ષ માટે સાચો છે ?

83. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?

84. ગુજરાતનો કડાણા પ્રોજેક્ટ કઈ નદી પર છે ?

85. દિલ્હી શહેરમાંથી વહેતી ગંગા નદીની ઉપનદીનું નામ શું છે ?

86. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?

87. ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે ?

88. કયા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જેવી માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે ?

89. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?

90. ભારતમાં જન્મ કે મરણની નોંધણી કેટલા દિવસમાં કરાવવી ફરજિયાત છે ?

91. ‘આત્મા ગામડાનો અને સુવિધા શહેરની’ આ મંત્ર કઈ યોજના સાથે જોડાયેલો છે ?

92. કઈ યોજનાનો ઉદ્દેશ ગામડાઓને સ્વનિર્ભર, સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાનો છે?

93. ગુજરાતમાં બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતાં કુટુંબોને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના – 2 તરીકે પંચાયતી વિભાગના કયા વર્ષના ઠરાવથી અમલમાં આવી ?

94. ગુજરાતમાં પાવનગામ યોજનાનો સમાવેશ તીર્થગામમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?

95. સરકાર દ્વારા નાગરિકોના અભિપ્રાય લેવા માટે કઈ યોજનાના ભાગરૂપે ‘મેરી સડક’ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે ?

96. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?

97. ઝરવાણી ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?

98. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની કઈ વેબસાઈટ વાહનોની નોંધણી અને ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે કામ કરે છે ?

99. કયું પોર્ટલ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિરોના તમામ પ્રસંગો, ઉત્સવો અને લાઇવ દર્શનને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે?

100. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે કયા મહિનાની પૂનમે મેળો ભરાય છે ?

101. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?

102. ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ?

103. PMAY-G યોજના ક્યાં લાગુ પડે છે ?

104. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

105. ગોતા અને સોલા સાયન્સ સિટીને જોડતો ફ્લાયઓવર ક્યાં આવેલો છે ?

106. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન’ ક્યાં આવેલી છે ?

107. મહેસાણામાં કમલપથ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

108. ‘ચેમ્પિયન’ નામનું ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે ?

109. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?

110. ભારતના સૌપ્રથમ કમાન્ડર ઈન ચીફ સર સેનાપતિ કોણ હતા?

111. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?

112. સૌપ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા?

113. સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આદિવાસી લોકોનાં ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે ?

114. વર્ષ 2022ની IPL ક્રિકેટ સિરીઝની વિજેતા ટીમ કઈ છે ?

115. ‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

116. જે ગામડાઓમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી તેવા ગામડાઓમાં સગર્ભા માતાને સંસ્થામાં લઈ જવા માટે શું યોજના છે ?

117. સગર્ભા માતાઓને ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ દ્વારા કઈ રસી આપવામાં આવે છે ?

118. ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’માં પ્રવેશ કોની મારફતે મળે છે ?

119. રસોઈ બનાવવા માટે વપરાતા હાનિકારક ઇંધણના કારણે મૃત્યુ પામતા લોકોના દરમાં ઘટાડો કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ યોજના આરંભી ?

120. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ગુજરાતની પ્રથમ મહિલા જોડી કઇ છે ?

121. સૌથી નાની વયના પ્રથમ કોમર્શિયલ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ?

122. ગુજરાતની પ્રથમ મહિલા કોસ્ટગાર્ડ પાયલટ કોણ છે ?

123. ગુજરાતની પ્રથમ મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ કોણ છે ?

124. સ્કાયડાઇવિંગમાં લાઇસન્સ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

125. ગુજરાતના પ્રથમ મહિલા નાટ્યવિદ કોણ છે ?


કોલેજ અને અન્ય કક્ષાના પ્રશ્નો

તા. 21/07/2022 (G3Q QUIZ BANK WEAK-2) ના કોલેજ અને અન્ય લેવલના પ્રશ્નો નીચે આપવામાં આવ્યા છે.

1. માઈક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ?

2. કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાનાં ગોડાઉન બનાવવા માટે સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?

3. ખેતીની જમીનમાં જિપ્સમ અથવા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?

4. આપત્તિનાં વર્ષોમાં વીમા કવચ પૂરું પાડીને અને કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ?

5. ભારતમાં પ્રોફિલેક્ટિક રસીકરણ કાર્યક્રમોના અમલીકરણ દ્વારા પશુ આરોગ્ય ક્ષેત્રને સુધારવા માટે કઈ યોજના છે ?

6. કોના મત મુજબ મધમાખી ઉછેર માત્ર મધમાંથી જ આવક મેળવતું નથી, પરંતુ મધમાખીનું મીણ પણ આવકનો ખૂબ મોટો સ્રોત છે ?

7. ભારતના શિક્ષણ મંત્રાલયના વર્તમાન મંત્રી કોણ છે ?

8. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગના કોર્સના SEBCના વિદ્યાર્થીઓ ભોજન બિલ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ?

9. 2022 સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને શ્રેયસ યોજના હેઠળ આવરી લેવાની અપેક્ષા છે ?

10. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટીના નવા કેમ્પસનો શિલાન્યાસ કયા શહેરની નજીક કરવામાં આવ્યો હતો ?

11. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ?

12. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિનું નામ જણાવો.

13. સમગ્ર ભારતમાં પ્રથમવાર ફરજિયાત કન્યા કેળવણી દાખલ કરનાર રાજ્ય કયું હતું ?

14. ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી ગ્રીન મોબિલીટી ઇનોવેશન ચેલેન્જનો હેતુ શો છે ?

15. કુસુમ સ્કીમ ૨૦૨૨નો પ્રાથમિક ઉદ્દેશ શો છે?

16. સ્લમ ઇલેક્ટ્રિફિકેશન સ્કીમ હેઠળ કયા વિસ્તારને લાભ મેળવવા પાત્ર છે ?

17. દેશમાં પાઇપલાઇન્સ દ્વારા PNG કનેક્ટિવિટી પ્રદાન કરવામાં ગુજરાત કયા સ્થાને છે ?

18. EEZનું પૂરું નામ શું છે ?

19. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

20. સીજીએસટી એક્ટ હેઠળ વસૂલવામાં આવતા વેરાના દરને કોણ સૂચિત કરે છે ?

21. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?

22. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનામાં પ્રોજેક્ટની ટોચમર્યાદા કેટલી છે ?

23. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં એક આંખ, હાથ કે પગ ગુમાવવા જેવી આંશિક વિકલાંગતાના કિસ્સામાં વારસદાર/નોમિનીને કેટલી રકમ મળવાપાત્ર છે ?

24. અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી 24 માસ સુધી પ્રીમિયમના ભરી શકે તો શું થાય છે ?

25. GRCCનું પૂરું નામ શું છે ?

26. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું ?

27. ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ભાગરૂપે એપ્રિલ-2020 દરમિયાન NFSA તથા Non-NFSA APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે શેનું વિતરણ કરવામાં આવ્યું હતું ?

28. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

29. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે ક્યા મહિનામાં યોજવામાં આવે છે ?

30. મે-2014ની સ્થિતિએ માત્ર 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં NFSA-2013નું અમલીકરણ થતું હતું, જે મે-2018ની સ્થિતિએ વધીને કેટલું થયું છે ?

31. ‘પુનિત વન’નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

32. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત સીમાંત ખેડૂત અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?

33. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂના સાથે કયા ઉતારા આપવા પડે છે ?

34. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે કેટલા રોપા વાવવાના થાય છે ?

35. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?

36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજનામાં વન વિભાગ પાંચ વર્ષની જાળવણી કર્યા બાદ રક્ષણ અર્થે પરત કોને સોંપે છે ?

37. ભક્તિ વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

38. કયા વન્ય પ્રાણીની સંખ્યા ગણતરી માટે ગુજરાતના વન વિભાગ દ્વારા પૂનમ અવલોકન પદ્ધતિ હાથ ધરવામાં આવે છે ?

39. વન વિભાગના ખાસ અંગભૂત યોજના અંતર્ગત ખાતા દ્વારા ઉછેર યોજનામાં કઈ જાતિના મજૂરો દ્વારા વન વિભાગની નર્સરી ઉછેરવામાં આવશે ?

40. ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?

41. ભારતમાં કેટલા જાતના સસ્તન પ્રાણીઓ નોંધાયેલા છે ?

42. ગુજરાત ગાથા અને યશગાથા ગુજરાતની ટેલિવિઝન શ્રેણીમાંથી જનતાને કેવા પ્રકારની માહિતી મળી શકે છે ?

43. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

44. પર્યાવરણ દિવસ -2019 થીમનું ગીત કયું હતું ?

45. ભારત સરકાર દ્વારા 2017માં શૈક્ષણિક પરીક્ષામાં પારદર્શકતા જાળવવામાં કઈ અદ્યતન ટેકનોલોજી ધરાવતી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?

46. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન 1930માં જીનીવામાં થયું હતું, તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમનાં અસ્થિ ભારત કયા વર્ષમાં લાવવામાં આવ્યાં હતાં ?

47. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?

48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?

49. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?

50. ૨૦૨૦ દરમિયાન ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નિવારણ અને નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા કયા પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી?

51. જનની સુરક્ષા યોજનાનો લાભ સ્ત્રીને ક્યાં સુધી મળી શકે ?

52. નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)નો હેતુ શો છે ?

53. પૂર્ણા (PURNA) યોજના હેઠળ પૂર્ણા દિવસ ક્યારે ઉજવાય છે ?

54. મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને શું કહેવાય છે ?

55. કઈ સરકારી યોજના હેઠળ બાળરોગ ચિકિત્સક યોગ્ય નવજાત શિશુઓને જન્મસ્થળે તપાસે છે અને જન્મ સમયે રસીકરણ અને પોષણની સલાહ સહિત નવજાત શિશુઓની પ્રારંભિક સંભાળ પૂરી પાડે છે ?

56. ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ વેન્ટિલેટર, ઓક્સિજન બેડ અને અન્ય નિયમિત બેડની ઉપલબ્ધતાની ચકાસણી માટે સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?

57. આપેલ સમયગાળા માટે દેશની નિકાસ અને આયાતના મૂલ્ય વચ્ચેના તફાવત માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે ?

58. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?

59. નીચેનીમાંથી કઈ પ્રવૃત્તિઓ મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે?

60. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે?

61. કઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને સહકારી ક્ષેત્રમાં કામનો અનુભવ મેળવવા માટે ઇન્ટર્ન તરીકે લેવામાં આવે છે ?

62. સેતુ ભારતમ પ્રોજેક્ટનો હેતુ શો છે ?

63. E-SHRAM પોર્ટલ હેઠળ જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?

64. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો હેતુ શો છે ?

65. રિહેબિલેશન ઓફ બોન્ડેડ લેબરર સ્કીમ -2021 મુજબ ભારત સરકાર દ્વારા પુનર્વસન માટે કેટલા ટકા ખર્ચનો ભાગ મળવાપાત્ર છે ?

66. તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ સરકારી વિભાગોને મિશન મોડ અંતર્ગત કેટલી ભરતી કરવા માટેની સૂચના આપી છે ?

67. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતી હોમ ટાઉન યોજનાનો લાભ પતિ-પત્નીના કિસ્સામાં કેટલી વ્યક્તિઓને મળશે ?

68. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજનામાં ક્યા પ્રકારની સંસ્થાના લાભાર્થીને સ્ટાઈપેંડ આપવામા આવે છે ?

69. રાજ્યના યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 2022થી કેટલા નવા ભવિષ્યલક્ષી કોર્સ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?

70. રાજ્યના મુખ્યમંત્રી કોના માટે જવાબદાર છે ?

71. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે?

72. કટોકટી ખતમ થયા પછી રાજ્યમાં કેટલા સમયમાં ચૂંટણી યોજવી જોઈએ ?

73. કટોકટી ક્યાં જાહેર કરી શકાય ?

74. ભારતમાં ચૂંટણીઓનું સંચાલન અને નિયમન કોણ કરે છે ?

75. GST કેવા પ્રકારનો કર છે ?

76. નીચેનામાંથી કઇ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવતું નથી ?

77. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?

78. જીએસટી બિલ હેઠળ નીચેનામાંથી કઇ વસ્તુને મુક્તિ આપવામાં આવી છે?

79. ગરીબોને ઝૂંપડપટ્ટીની જગ્યાએ સારું રહેણાંક મળી રહે તે માટે સરકારશ્રીની નીચેનામાંથી કઇ યોજના અમલમાં છે ?

80. નીચેનામાંથી કયું શહેર HRIDAY સ્કીમ હેઠળ સામેલ નથી ?

81. દ્વીપકલ્પની સૌથી મોટી નદીનું નામ શું છે ?

82. સરદાર સરોવર પ્રોજેક્ટના બાંધકામ પર દેખરેખ રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA)ના સભ્ય કોણ છે ?

83. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?

84. વરસાદી પાણીના સંગ્રહનો હેતુ શો છે ?

85. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલય માટે કેટલી આર્થિક સહાય મળે છે ?

86. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો હેતુ શો છે?

87. નીચેનામાંથી 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડતાં રાજ્યો કયા છે ?

88. લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીને મૂળભૂત નાગરિક સુવિધાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે ?

89. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા અનુક્રમે કેટલાં સભ્ય હોય છે ?

90. ગુજરાતમાં સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા વર્ગના લોકોને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની તક કઈ યોજના અંતર્ગત રહેલી છે ?

91. ગુજરાતમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જમીનની માપણી અને કાનૂની માલિકી કાર્ડ (પ્રોપર્ટી કાર્ડ/શીર્ષક) વહેંચવાનું કરવાનું કામ કઈ યોજના અંતર્ગત થાય છે?

92. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી મહિલા સમરસ ગ્રામ પંચાયતને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?

93. ગુજરાતમાં બેટ દ્વારકા પ્રોજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે ?

94. ભારતમાં અન્ય હાઇ-સ્પીડ કોરિડોરના ભાવિ વિકાસ માટે કઈ સંસ્થા કરોડરજ્જુ તરીકે કામ કરશે?

95. ઘોઘા બંદર અને દક્ષિણ ગુજરાતના દહેજ બંદર વચ્ચે દરિયાઇ માર્ગે માલસામાનની હેર ફેર માટે કઇ ફેરી સર્વિસ શરૂ થઇ ?

96. ભારતીય રેલ્વે વિભાગે ભગવાન રામના અસ્તિત્વ સાથે જોડાયેલ તમામ મહત્વપૂર્ણ સ્થળોને જોડતી કઈ ટ્રેન શરૂ કરી?

97. GSRTC બસોના મોનિટરિંગ માટે જીપીએસ/પીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ દાખલ કરનાર દેશમાં પ્રથમ સંસ્થા કઈ છે ?

98. સાગરમાલા કાર્યક્રમ હેઠળ ઓળખાયેલ પ્રોજેક્ટના અમલીકરણ માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની રચના કરવામાં આવી હતી ?

99. NHAI એ કયા હાઇવે પર 2,580 મીટરનો ફોર લેન હાઇવે માટે પેવમેન્ટ ક્વોલિટી કોંક્રીટ 24 કલાકમાં કરવાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

100. સાબરમતી રિવરફ્રન્ટ કઈ બાબત માટે લોકપ્રિય છે ?

101. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દીનદયાલ આવાસ યોજના માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?

102. દ્વારકા જિલ્લામાં કયાં બે સ્થળો વચ્ચે કેબલ-સ્ટેઇડ આઇકોનિક પુલ બનાવવામાં આવશે ?

103. કેબલ બ્રિજ ગુજરાતના કયા શહેરમાં બાંધવામાં આવ્યો છે ?

104. કમલ પથ રોડ મહેસાણામાં કયા બે રસ્તાઓને જોડે છે ?

105. ધોરણ 9માં અભ્યાસ કરતી એસ.સી. (અનુસૂચિત જાતિ) કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે સરસ્વતી સાધના યોજના હેઠળ શું આપવામા આવે છે ?

106. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?

107. દેશમાં બાળક દત્તક લેવા અને નિયંત્રણ માટે કઈ એજન્સી કામ કરે છે ?

108. કઈ યોજનાનો હેતુ લિંગ ભેદભાવ અને પૂર્વગ્રહોને દૂર કરીને સમાવેશી લાભો આપવાનો છે ?

109. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મહત્તમ 1 વર્ષમાં કેટલી રકમ જમા કરી શકાય છે ?

110. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)નો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા પર્સનટાઈલ હોવા જરૂરી છે ?

111. શાળા યુનિફોર્મની ત્રણ જોડીના કેટલા રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે ?

112. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે?

113. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કઈ કન્યાઓ માટે છે?

114. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કઈ કચેરી મારફત ભરાવવામાં આવે છે ?

115. ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા કઇ છે ?

116. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની IIM/NIFT/CEPT/NLU પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ 10માં કેટલા માર્ક આવેલ હોવા જોઈએ ?

117. દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લા માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?

118. સ્ટાર્ટ-અપ ઇન્ડિયામાં એકવાર રજિસ્ટ્રેશન થઇ ગયા પછી લાભાર્થીએ ક્યાં પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?

119. સુરતના ઉમરપાડામાં કઈ જગ્યાએ ૬૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે?

120. સખી યોજના’માં લાભ મેળવવા માટેની આવક મર્યાદા કેટલી છે ?

121. મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઓનલાઇન પ્લેટફોર્મનું નામ આપો.

122. વિદ્યાસાધના યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

123. જનની સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો આવે છે ?

124. દીકરી યોજના અંતર્ગત જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તેવા દંપતીને કેટલી રકમ સહાયરૂપે આપવામાં આવે છે ?

125. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?


રજીસ્ટ્રેશન કરવા માટે નીચે ક્લિક કરો.

લોગીન કરવા માટે નીચે ક્લિક કરો.


શૈક્ષણિક વર્ષ 2022-23 થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્વતિમાં ફેરફાર થયેલ છે. માટે ધોરણ -9 થી 12 ના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Plz share this post

Leave a Reply