માનવ અને પશુની મૈત્રી ગુજરાતી નિબંધ

માનવ અને પશુની મૈત્રી વિષય પર નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં નિબંધ લખો.

માનવ અને પશુની મૈત્રી

મુદ્દા : પ્રસ્તાવના – માનવીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ – પશુઓની વફાદારી – ઉદાહરણો – ઉપસંહાર 

આદિકાળથી માનવસંસ્કૃતિ સાથે પાલતુ અને જંગલી પ્રાણીઓ મૈત્રીભાવે જોડાયેલાં રહ્યાં છે. માનવજીવનને એ પૂરક તેમજ પોષક થતાં રહ્યાં છે, કહેવું જોઈએ કે માનવઅસ્તિત્વ સાથે અનિવાર્ય રહ્યાં છે.

માણસ સાથે પશુપંખીનો પ્રેમભર્યો અતૂટ નાતો, અનેક દૃષ્ટાંતો દ્વારા જાણી શકાય છે. મહાભારતમાં યુધિષ્ઠિર જ્યારે હેમાળો ગાળવા ગયા ત્યારપછી પોતાના પ્રિય કૂતરા વિના સ્વર્ગમાં જવાની પણ ના કહી હતી. રાણા પ્રતાપ અને ચેતક ઘોડો, લાખો વણઝારો અને એનો કૂતરો – એ તો ઇતિહાસમાં નોંધાયેલી ઘટનાઓ છે. કચ્છમાં દાદા મેકરણ લાલિયા ગધેડા ને મોતિયા કૂતરાની મદદથી પરોપકારી કાર્યો કરતા. એ બધી નોંધાયેલી અને નહિ નોંધાયેલી, પણ મનુષ્યજીવન સાથે સંકળાયેલી પશુપ્રેમ અને એમની વફાદારીની ઘટનાઓ છે. મનુષ્ય કરતાં પશુ – પંખી માનવજાતને વફાદાર રહ્યાની ઘટનાઓ પણ ક્યાં ઓછી છે!

રણની મુસાફરીમાં ઊંટ કેટલું ઉપયોગી ને વફાદાર પ્રાણી છે! પ્રાણીઓનો ઉપયોગ આર્થિક સ્રોતરૂપે તેમજ આનંદ – પ્રમોદ માટે પણ થતો રહ્યો છે. બિલાડી – કૂતરાં જેવાં પ્રાણી માણસને સલામતી ને સંરક્ષણ પૂરાં પાડે છે. યુદ્ધમાં ઘોડા – હાથીનો ઉપયોગ થતો, ચોરી પકડી પાડવામાં કૂતરાનો ઉપયોગ થતો / થાય છે.

ખેડૂત માટે ગાય – બળદ – ભેંસ કેટકેટલી દૃષ્ટિએ ઉપકારક છે તે આપણે જાણીએ છીએ. વિકસિત દેશોમાં પણ પાલતુ પ્રાણીઓને પૂરા વહાલ સાથે કાળજી લેવાય છે. એના માટે સારવાર કેન્દ્રો છે. કેટલાક કિસ્સાઓમાં પાલતુ પ્રાણીઓને સંદેશો પહોંચાડવા, જાસૂસી કરવા કે ભય દરમિયાન સજાગ રાખવા તાલીમ આપવામાં આવે છે. પંખીઓનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો, તે સર્વવિદિત છે. ભય કે મુશ્કેલીમાં મદદ કરે છે . કુટુંબના સભ્યની જેમ, તેની યોગ્ય માવજત કરવામાં આવે છે તેમજ સમતોલ–પૌષ્ટિક–આહાર આપવામાં આવે છે. કેટલાક દેશોમાં મોટી ઉંમરે બાળક ન હોય એવ નિઃસંતાન દંપતી, બળક દત્તક લેવાને બદલે પાલતુ પ્રાણી સાથે રહેવાનું પસંદ કરે છે.

ભારત જેવા ગામડાંના બનેલા દેશોમાં પશુઓ જ જીવનનો આધાર છે એ ભૂલવું જોઈએ નહિ. માનવીનો પ્રાણીઓ માટે તેમજ પ્રાણીઓનો માનવી માટે અનન્ય પ્રેમ જાણીતો છે.


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

 

Plz share this post

Leave a Reply