ધોરણ – 9 ગણિત : પ્રકરણ-1 :- સાચુ કે ખોટું

અહી, ધોરણ – 9 ગણિત : પ્રકરણ-1 :- સાચુ કે ખોટું –  ગેમ શો સ્વરૂપે ક્વિઝ  મૂકવામાં આવી છે.

પ્રાકૃતિક સંખ્યાઓ (Natural Numbers)

સંખ્યાઓ 1,2,3,4,…ને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે.પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને સંકેતમા N વડે દર્શાવવામા આવે છે.સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે,પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનુ અસ્તિત્વ નથી.પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે.અને તેને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે.

પૂર્ણ  સંખ્યાઓ (Whole Numbers)

સંખ્યાઓ 0,1,2,3,4,…ને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે.પૂર્ણ સંખ્યાઓના જથ્થાને સંકેતમા W વડે દર્શાવવામા આવે છે.સૌથી નાની પૂર્ણ સંખ્યા ૦ છે,પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યાનુ અસ્તિત્વ નથી.પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે.દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે.પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી.

પૂર્ણાંક સંખ્યાઓ (Integers Numbers)

સંખ્યાઓ …,-3,-2,-1,0,1,2,3,,…ને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે.પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને સંકેતમા Z(Zahlen) વડે દર્શાવવામા આવે છે.સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનુ અસ્તિત્વ નથી.પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે.દરેક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા એ પૂર્ણાક સંખ્યા છે.

સંમેય સંખ્યાઓ (Rational Numbers)

જો p અને q પૂર્ણાક હોય અને q શૂન્યેત્તર હોય તથા સંખ્યા r ને p/q   સ્વરૂપમા લખી શકાય તો r ને સંમેય સંખ્યા કહે છે.સંમેય સંખ્યાઓના જથ્થાને સંકેતમા Q ( Quotient ) વડે દર્શાવવામા આવે છે.સૌથી નાની અને સૌથી મોટી સંમેય સંખ્યાનુ અસ્તિત્વ નથી.સંમેય સંખ્યાઓ અસંખ્ય છે.દરેક પ્રાકૃતિક સંખ્યા,પૂર્ણ સંખ્યા અને પૂર્ણાક સંખ્યાઓ એ સંમેય સંખ્યા પણ  છે.જે સંખ્યાઓનુ દશાંશ સ્વરૂપ સાન્ત મળે અથવા અનંત આવૃત મળે તેને સંમેય સંખ્યા કહે છે.

અસંમેય સંખ્યાઓ (Irrational Numbers)

જો p અને q પૂર્ણાક હોય અને q શૂન્યેત્તર હોય તથા સંખ્યા r ને p/q   સ્વરૂપમા લખી ન શકાય તો r ને અસંમેય સંખ્યા કહે છે.જે સંખ્યા સંમેય નથી તેને અસંમેય કહે છે.અસંમેય સંખ્યાઓના જથ્થાને સંકેતમા I વડે દર્શાવવામા આવે છે.જે સંખ્યાઓનુ દશાંશ સ્વરૂપ  અનંત અનાવૃત મળે તેને અસંમેય સંખ્યા કહે છે.દા.ત. 0.01001000100001…  ,  0.02002000200002…

વાસ્તવિક સંખ્યાઓ (Real Numbers)

સંમેય સંખ્યાઓ અને અસંમેય સંખ્યાઓને એક સાથે લેતા જે સમુહ મળે તેને વાસ્તવિક સંખ્યાઓનો સમુહ કહે છે.તેને સંકેત R વડે દર્શાવવામા આવે છે.

બીજી અન્ય ક્વિઝો 

  • આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધોરણ – 9 ગણિત : પ્રકરણ-1 :- સાચુ કે ખોટું

ધો.9 ગણિત :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

STD-9 MATHS CH-2 :- MCQ

 

વિદ્યાર્થી મિત્રો, આ ગેમ શો – ક્વિઝ રમવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.આ ગેમ શો – ક્વિઝ તમને ગમી હોય તો તમારા મિત્રોને શેર કરવા વિનંતી છે.

 

Plz share this post

Leave a Reply