Std 10 Science Ch 13 MCQ

ધોરણ 10 વિજ્ઞાન - પ્રકરણ 13: આપણું પર્યાવરણ

ધોરણ 10 વિજ્ઞાન

પ્રકરણ - 13: આપણું પર્યાવરણ

📌 આ પેજ પર તમને શું મળશે અને તેનાથી શું લાભ થશે?
  • વિભાગવાર સ્વ-મૂલ્યાંકન: ટોપિક વાઇઝ અથવા સમગ્ર પ્રકરણ માટે અલગ-અલગ ટેસ્ટ આપવાની સુવિધા.
  • બોર્ડ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી: GSEB / NCERT ની નવીનતમ પદ્ધતિ મુજબના અગત્યના MCQ પ્રશ્નોનો સચોટ મહાવરો.
  • રેન્ડમ પ્રશ્નો: ફરીથી ક્વિઝ આપશો તો પ્રશ્નોના ક્રમ અને વિકલ્પોના ક્રમ બદલાઈ જશે એટલે વિદ્યાર્થીઓને સારો મહાવરો થઈ શકશે.
  • ત્વરિત પરિણામ: દરેક પ્રશ્ન પછી સાચો અને ખોટો જવાબ તરત જ ઇમોજીસ અને રંગ સાથે જાણી શકાશે.

પ્રશ્ન લોડ થઈ રહ્યો છે...

તમારું પરિણામ -

સ્કોર: 0 / 0
સાચા: 0
ખોટા: 0

નોંધ: આ ઓનલાઇન ક્વિઝમાં ધોરણ 10 વિજ્ઞાન વિષયના પ્રકરણ 13 "આપણું પર્યાવરણ" ના બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ 90 NCERT આધારિત પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે.
📚 પ્રકરણ સારાંશ: આપણું પર્યાવરણ

🌍 1. નિવસનતંત્ર અને તેના ઘટકો (Ecosystem)

બધા સજીવો અને તેમની સાથે આંતરક્રિયા કરતાં અજૈવિક પરિબળો મળીને નિવસનતંત્ર બનાવે છે.

  • જૈવિક ઘટકો (Biotic Components): ઉત્પાદકો (લીલી વનસ્પતિઓ), ઉપભોગીઓ (તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી) અને વિઘટકો (જીવાણુ અને ફૂગ).
  • અજૈવિક ઘટકો (Abiotic Components): તાપમાન, વરસાદ, હવા, જમીન, પ્રકાશ અને ખનિજો.
  • નિવસનતંત્રના પ્રકારો: કુદરતી (જંગલ, તળાવ, દરિયો) અને કૃત્રિમ/માનવસર્જિત (બગીચો, ખેતર, માછલીઘર).

🌾 2. આહારશૃંખલા અને પોષક સ્તરો

એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે ત્યારે બનતી શ્રેણીને આહારશૃંખલા (Food Chain) કહે છે.

  • પોષક સ્તરો (Trophic Levels):
    • પ્રથમ સ્તર: ઉત્પાદકો (સૂર્યઊર્જાનું શોષણ)
    • દ્વિતીય સ્તર: પ્રાથમિક ઉપભોગીઓ (તૃણાહારી)
    • તૃતીય સ્તર: દ્વિતીય ઉપભોગીઓ (નાના માંસાહારી)
  • 10% નો નિયમ: એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં માત્ર 10% ઊર્જા જ ટ્રાન્સફર થાય છે, બાકીની ઊર્જા પર્યાવરણમાં વ્યય પામે છે.
  • આહારજાળ (Food Web): કુદરતમાં ઘણી આહારશૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને નેટવર્ક જેવી રચના બનાવે છે.

⚠️ 3. જૈવિક વિશાલન (Biological Magnification)

આહારશૃંખલામાં અજૈવ-વિઘટનીય જંતુનાશકો (જેમ કે DDT) ના પ્રવેશથી, ઉચ્ચ પોષક સ્તરે (માનવમાં) રસાયણોની સાંદ્રતા સતત વધતી રહે છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે.

🛡️ 4. ઓઝોન સ્તર અને તેનું વિઘટન

ઓઝોન (O3) સૂર્યના હાનિકારક પારજાંબલી (UV) વિકિરણો સામે રક્ષણ આપતી પૃથ્વીની છત છે.

  • નિર્માણ: O2 + UV → O + O અને O + O2 → O3
  • ગાબડું/ક્ષય: ક્લોરોફ્લોરો કાર્બન (CFCs) જેવા રસાયણો ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે (જે રેફ્રિજરેટર અને એસીમાં વપરાય છે).
  • UNEP દ્વારા 1987 માં CFC નું ઉત્પાદન સીમિત કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો.

♻️ 5. કચરાનું વ્યવસ્થાપન (Waste Management)

કચરાનો પ્રકારસમજૂતીઉદાહરણ
જૈવ-વિઘટનીય કચરોજીવાણુઓ કે ફૂગ દ્વારા કુદરતી રીતે વિઘટન પામે.શાકભાજીના છોતરાં, કાગળ, સુકા પાંદડા.
અજૈવ-અવિઘટનીય કચરોકુદરતી રીતે વિઘટન પામતો નથી અને પર્યાવરણને નુકસાન કરે છે.પ્લાસ્ટિક, પોલિથિન, કાચ, ધાતુઓ.
💡 ઉપાયો: કચરાને અલગ કરવો, પુનઃચક્રણ (Recycling) કરવું અને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને પર્યાવરણપ્રિય વસ્તુઓ (જેમ કે કાગળની થેલીઓ) નો ઉપયોગ કરવો.